Monthly Archives: January 2017

નવુ લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન માં રાખવા જેવી ૧૦ બાબતો

નવું લેપટોપ ખરીદતા વખતે લોકો એવું પૂછે છે કે કયું લેપટોપ એની જરૂરિયાત માટે  સૌથી બેસ્ટ રહેશે? વેલ, આનો જવાબ ચોક્કસ ના હોઈ શકે કારણ કે અત્યારે માર્કેટમાં કેટલી બધી જાતના  લેપટોપ  ઉપલબ્ધ છે, જે તમારા બજેટને અનુકૂળ હોય. અહીં એક ચેકલીસ્ટ આપી છે, જેથી તમે નવું લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન રાખી શકો.

1.સાઈઝ:

જો તમારા માટે portability  મેઈન કન્સર્ન હોય તો તમે નોટબુક પર તમારી પસંદગી ઢોળી શકો છો… નાની સ્ક્રીન અને હળવું વજનને કારણે એ બેસ્ટ રહેશે. માર્કેટમાં લેપટોપ-અલ્ટ્રાબુક જે તમારા ખિસ્સાને અનુકૂળ, સ્લિમ અને લાઇટ હોવું જોઈએ. અને હા તમે એવા લેપટોપ જુઓ જેની સ્ક્રીન 12.5-13.3 ઇંચ અને વજન 1-1.5 kg. જેટલું હોય.

2.સ્ક્રીન ક્વોલિટી:

તમારે કલાકો લેપટોપ સામે બેસી વર્ક કરવાનું હોય છે એટલે તમે એવા લેપટોપ પર પસંદગી ઉતારો જેની સ્ક્રીન જોવામાં કમ્ફર્ટેબલ હોય. અત્યારે માર્કેટમાં ઘણા લેપટોપ ટચસ્ક્રીન સાથે અવેલેબલ છે, જે ગ્લોસી હોય છે. જેના રિફલેક્શનને  આપણી આંખને નુકસાન પહોંચી શકે, માટે ટચસ્ક્રીન અવોઇડ કરવું. એ સિવાય Resolution જોવું  જોઈએ. 1920×1080- પિક્સલ રિસોલ્યુશન (aka full HD) પણ કનસિડર કરી શકાય છે. આ સાથે  Viewing angles પણ બહુ ઈમ્પોર્ટન્ટ છે. અત્યારે IPS(in-plane switching) ટેક્નોલોજી વાઇડેસ્ટ એન્ગલ અને સારો યુઝર કમ્ફર્ટ આપે છે.

3. કીબોર્ડ ક્વોલિટી:

નવું લેપટોપ ખરીદો ત્યારે તેના કીબોર્ડની ક્વોલિટી જરૂર ચેક કરો. કીબોર્ડ બહુ હાર્ડ ના હોવું જોઈએ. સાથે સાથે તેની કી ફુલ સાઈઝ હોય અને તેની એરો કીની આસપાસ થોડી સ્પેસ હોય.સાથે સાથે એ પણ ચકાસી લો કે કીબોર્ડ becklit (એટલે એવું કીબોર્ડ કે જેની કીની અંદર લાઇટ હોય જે અંધારામાં ચળકતી હોય) છે કે નહીં એટલે કે જ્યારે તમારે ઓછા પ્રકાશ કે અંધારામાં વર્ક કરવું હોય તો સારું રહે.

4. સીપીયુ:

જ્યારે નવું લેપટોપ લો છે ત્યારે તેમાં કયું ઇન્ટેલ core-based સીપીયુ પસંદ કરવું એ અઘરું છે. તમે core i3, i5, i7 પસંદ કરો. મલ્ટીટાસ્કિન્ગ વર્ક માટે તે બેસ્ટ છે.  I3 બેઝ  જનરલી એન્ટ્રી લેવલ નોટબુકમાં જોવા મળે છે, જ્યારે i5 બેઝ લેપટોપ વધુ વપરાય છે પણ બેસ્ટ પર્ફોર્મન્સ માટે i7 આઇડિયલ રહે છે, પણ એ વાત છે કે તેનાથી લપટોપના નીચેનો ભાગ ગરમ રહે છે, માટે લાંબો ટાઈમ ખોળામાં રાખવાનું ટાળવું.

5. Ram:

4 GB કે તેથી વધુ RAM તમારા લેપટોપ માટે બેસ્ટ રહે છે. વધુ RAM એટલે વધુ એપ્લિકેશન અને ડેટા વાપરી શકો.

6. સ્ટોરેજ:

અત્યારે ઘણી બધી ટાઇપની હાર્ડડ્રાઇવ તમારી રેન્જમાં મળી જશે પરંતુ અત્યારના સ્લિમ અને હળવા લેપટોપ માટે એ સારો ઓપ્શન નથી કારણ કે તે તમારા લેપટોપને સ્લો કરશે, ઘણી બલ્કી, અવાજ અને હિટ ઉત્પન્ન કરશે. એના કરતાં solid state drive(SSD) તમને હાર્ડડ્રાઇવ કરતા વધુ સ્પીડ આપશે. જે તમારા લેપટોપમાં ફોર્મ ફેક્ટરથી ઇન્સ્ટોલ થઈ જશે. જે હેવી વેઇટ પણ નથી, પરંતુ એ ખાલી 128gb અને 256gb માં જ અવેલેબલ છે. લેપટોપ 256gb SSD સાથે થોડું મોંઘુ પડે છે. 128GB SSD તમારા બજેટ માટે બેસ્ટ રહેશે. આ સિવાય નવા લેપટોપમાં NVMe solid-state drives આવી છે જે SSD કરતા વધુ ફાસ્ટ છે.

7. બેટરી લાઈફ:

બેટરી લાઈફ તમારા લેપટોપની સ્ક્રીન બ્રાઇટનેસ, સ્ક્રીનનું રિઝોલ્યુશન અને તમે કયા ટાસ્ક પર કામ કરો છો તેના પર ડિપેન્ડ કરે છે. જે પણ પ્રોગ્રામ તમે રન કરો છો એ વધુ પ્રોસેસિંગ માંગી લે છે તો આના કારણે તમારી બેટરી ડ્રેઇન થઈ જતી હોય છે. બેટરીની રેટિંગ તેના watt-hours(wh) અથવા milliamp- hours(mAh) પર હોય છે. એટલે જેટલો આનો આંકડો મોટો એટલી જ બેટરી લાંબી ચાલે છે.

8. USB 3.0:

તમારા લેપટોપ સાથે usb 3.0 મળે છે. જે તમને external વર્ક માટે જરૂરી છે. એટલે લેપટોપ ખરીદતા પહેલા એ પણ જોવું કે લેપટોપ સાથે usb પોર્ટ ફ્રી મળે છે કે નહીં.

9. ફિંગરપ્રિંન્ટ રીડર અને TPM:

ફિંગરપ્રિન્ટ રીડર બહુ સારું પડશે જ્યારે તમે મોબાઈલ ડિવાઈઝથી લોગીન કરો છો ત્યારે અને લેટેસ્ટ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ સાથે પણ અને વિન્ડોઝ હેલો સિસ્ટમ  ઉપયોગ કરો છો ત્યારે પણ.

10. બિલ્ટ ક્વોલિટી:

આપણે ગમે તેટલું ધ્યાન રાખીયે પણ લેપટોપનું ક્યારેક તો પડવું કે અથડાવું સ્વાભાવિક છે. કેટલાક લેપટોપ પાણીથી તો કેટલાક સ્પેશિયલી ગંદા વાતાવરણમાં વર્ક કરવાથી તો કેટલાકમાં મિલિટરી ગ્રેડ પ્રોટેક્શન આવે છે. કેટલાક લેપટોપ તો તેના પર કોઈ લિકવિડ પડે તો પાણીથી સાફ કરો તેવા પણ મળે છે. તો ખરીદતા પહેલા એ ચેક કરી લેવું અને સાથે એનું કોઈ સર્ટિફિકેટ આપવામાં આવે છે કે નહીં એ પણ જોઈ લેવું.

તો ઉપરની દસ બાબતોનું ધ્યાન રાખો અને તમારા બજેટને અનુકૂળ લેપટોપ લો તો કદાચ થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ પણ કરવું પડે. આશા છે તમને તમારું મનગમતું લેપટોપ મળે એ સાથે happy shopping.

આઈ ફોન થી કોમ્પ્યુટર કે લેપટોપ એક્સેસ કરતા શીખો

તમારા કોમ્પ્યુટરને આઈફોન દ્વારા કઈ રીતે Access કરી શકો? ખુબ જ સરળ છે મિત્રો.

              એવી ઘણી બધી રીત ઉપલબ્ધ છે જેના દ્વારા તમે તમારા કોમ્પ્યુટરને આઈફોન દ્વારા ઍક્સેસ(access) કરી શકો છો, પરંતુ આમાંની લગભગ રીત(method) ખર્ચાળ અને મોંઘી છે જે તમે એક વખત કે મહિને કે વાર્ષિક  ફી ચૂકવીને વાપરી શકો છો પણ આપણે એક એવી રીત વિશે વાત કરીશું જે તદ્દન મફત અને વાપરવામાં ખૂબ સરળ છે.

            આ રીત પણ ગૂગલબાબાની દેન છે જેનું નામ છે,“Chrome Remote Desktop” જે ઇન્સ્ટોલ કરવું અને વાપરવું બહુ જ સરળ છે. તો જાણીએ કઇ રીતે તેને વાપરશું…

 1. સૌ પ્રથમ તમારે તમારા કોમ્પ્યુટરમાં Google Chrome Browser ઓપન કરવાનું રહેશે. જો તમારા કોમ્પ્યુટર ઓર આ browser ના હોય તો તમે તે com/ chrome પરથી ડાઉનલોડ કરી શકો છો.
 2. ત્યારબાદ તેમાં ઉપર જમણી બાજુ આપેલા બ્લ્યૂ બટન “sign in” પર ક્લિક કરી, તેમાં તમારું ગૂગલ યુસર નેમ અથવા ઇ-મેઇલ આઇડી, પાસવર્ડ નાખી સાઈન ઈન કરો.
 3. Chrome browserમાં વેબ સ્ટોર ઓપન કરી તેમાં chrome remote desktop સર્ચ કરો અને તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર ઉપરની બાજુ જમણી સાઈડ આપેલ“ add to chrome” બટન પર ક્લિક કરી, pop-up વિન્ડોમાં “add app” પર ક્લિક કરો.
 4. ત્યારબાદ ઉપર સાઈડ જમણી બાજુ આપેલું લીલા રંગનું બટન “launch app” પર ક્લિક કરી “authorize” પર ક્લિક કરો અને ત્યારબાદ pop-up વિન્ડોમાં “Allow” પર ક્લિક કરવાનું રહેશે.
 • My computerના હેડિંગ નીચે “get started” ને ક્લિક કરી “enable remote connections” બટન પર ક્લિક કરો.
 • તમારે 6 કે તેથી વધુ digitsનો પિન બનાવી રિમોટ કોમ્પ્યુટરમાં લોગ ઈન કરો. આ પિન તમે જ્યારે જ્યારે રિમોટ કોમ્પ્યુટરમાં લોગ ઇન કરશો ત્યારે નાખવાનો રહેશે.
 • Pop-up windowમાં “yes” પર ક્લિક કરો અને ત્યારબાદ remote કનેક્શન ઈનેબલ કરવા માટે “ok” પર ક્લિક કરો.
 1. હવે આઈફોનમાં ઍપ સ્ટોરમાં જઈ chrome remote desktop સર્ચ કરો અને ઇન્સ્ટોલ કરો.
 2. ત્યારબાદ આઈફોન પર chrome remote desktop appમાં લોગઇન કરો અને તમે જે કોમ્પ્યુટરને access કરવા માંગતા હોવ તેને સિલેક્ટ કરો. એકવાર સિલેક્ટ થઈ જાય ત્યારબાદ 6 digit pin એન્ટર કરી “connect” પર ક્લિક કરો.

          બસ, ત્યારબાદ તમે તમારા આઇફોન દ્વારા કોમ્પ્યુટરને કન્ટ્રોલ કરી શકશો. જમણી બાજુ આપેલ કમાન્ડ બટન પર tap કરો. આમાં તમને virtual mouse, virtual keyboard, ફૂલસ્ક્રીન મોડ અને હેલ્પ એન્ડ ફીડબેક માટેના આઇકોન(icon) દેખાશે જેનો તમે ઉપયોગ કરી શકશો. જેમ તમે કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરતા હોવ તેમ તમે કોઈપણ પ્રોગ્રામ, ફાઇલ, ફંક્શન્સ access કરી શકશો. જ્યારે કામ થઈ જાય ત્યારે તમે × બટન ક્લિક કરી ડિસ્કનેક્ટ કરી શકો છો અથવા આઇફોનના હોમ બટનને ક્લિક કરી મિનીમાઇઝ પણ કરી શકો છો.

    આ થોડી લાંબી પણ સરળ રીત છે . આ રીત દ્વારા તમારું કામ તમે સ્માર્ટલી, ખૂબ સરળ અને ઝડપથી કરી શકશો.

વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ બનાવવાના સરળ સ્ટેપ્સ

વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ એટલે કે તમારા કમ્પ્યુટર-લેપટોપમાં સીડી/ડીવીડી ના હોવા છતાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો તે સિસ્ટમ. જોકે વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમનો ઉપયોગ કરવા માટે તમારે તેને સપોર્ટ કરે તેવી જ ફાઈલ ટાઈપનો ઉપયોગ કરવો પડશે. મોટે ભાગે .ISO ફોર્મેટ ધરાવતી ફાઈલનો ઉપયોગ તમે વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ માં કરી શકશો. વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ બનાવવા માટેના સ્ટેપ્સ નીચે મુજબ છે.

1. વર્ચ્યુલ સીડી/ડીવીડી સોફ્ટવેર ડાઉનલોડ કરો

આલ્કોહોલ 120 અને Daemon Tools આ બંને ખૂબ જ પ્રખ્યાત વર્ચ્યુલ સીડી/ડીવીડી માટેના સોફ્ટવેર્સ છે. ગુગલ પર જઈ તમે આ બંને માંથી કોઈ એક ડાઉનલોડ કરી શકો છો. સોફ્ટવેર ડાઉનલોડ થાય પછી તેને ઇન્સ્ટોલ કરી તમારે જે-તે પ્રોગ્રામ રન કરવાનો છે.

Alcohol 1-min

2. વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ એડ કરો

આ પ્રોગ્રામ રન કરતા જ તમને સ્ક્રીનની ડાબી તરફ Virtual Drive નો ઓપશન જોવા મળશે તેમાં ક્લિક કરતા જ તમને પૂછવામાં આવશે કે તમારે કેટલા વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ જોઈએ છે તે નક્કી કરતા જ નાનકડી પ્રોસિજર બાદ તમારા કમ્પ્યુટરમાં તમે નક્કી કરેલા વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ આવી જશે.

3. .ISO File નો ઉપયોગ કરો

Alcohol 2-min

 

હવે તમે જે વર્ચ્યુલ ડ્ર્રાઇવ ઇન્સ્ટોલ કરી છે તેના ઉપર જઈને તમારે Right Click કરવાનું છે. Right Click કર્યા બાદ તમારે Mount Image ઓપશન સિલેક્ટ કરી અને જે-તે ફોલ્ડરમાં .ISO File હોય તે સિલેક્ટ કરવાની છે અને તેને Mount કરતા જ તમે તે .ISO file નો ઉપયોગ કરી શકશો.

ખૂબ જ નાની પણ અતિ મહત્વની આ માહિતી આપના મિત્રો સાથે ચોક્કસ થી શેર કરશો.

કોમ્પ્યુટરથી ઇન્સ્ટાગ્રામ પર ફોટો કઈ રીતે શૅર કરશો?

ઇન્સ્ટાગ્રામ  પર ફોટો શેર કરવા માટે મોબાઈલ અને એમાં ઇન્સ્ટાગ્રામ  એપ્લીકેશન ની જરૂર પડે છે. પણ ઘણી વખત કોમ્પ્યુટર માં રહેલા ફોટા ઇન્સ્ટાગ્રામ  પર શેર કરવા હોય તો તકલીફ પડે છે.

આજે તમને નેટયાત્રા.કોમ પર શીખવાડીશું કે તમે કોમ્પ્યુટરથી ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી ફોટો શેર કઈ રીતે કરી શકશો.

Gramblr દ્વારા ફોટો અપલોડ:

 • ગ્રેમ્બલર વિન્ડોઝ માટેનો ફ્રી પ્રોગ્રામ છે. એના દ્વારા તમે તમારા કોમ્પ્યુટરથી સિધા જ તમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ઇમેજ અપલોડ કરી શકો છો. આ માટે તમારે ગ્રેમ્બલર પ્રોગ્રામ ડાઉનલોડ કરવાનો રહેશે અને રન કરી ઇન્સ્ટોલ કરવાનો રહેશે. જો તમે વિન્ડોઝ વાપરતા હોવ તો ઇન્સ્ટોલર Zip ફાઈલમાં આવશે.
 • ગ્રેમ્બલરમાં ફોટો ક્રોપ કરવાની અને એડિટ કરવાની અનુમતિ નથી આપતું જે રીતે ઇન્સ્ટાગ્રામ એપમાં કરી શકો તેમ, એટલે તમારે ફોટો ક્રોપ કરવો પડશે અને રિસાઇઝ (૬૫૦×૬૫૦ પીએક્સ. સ્કવેર)કરવો પડશે.
 • Gramblrખાલી JPG અને જેપીઈજી ઇમેજમાં સપોર્ટ કરે છે. જ્યારે તમે ગ્રેમ્બલરથી ફોટો અપલોડ કરો છો ત્યારે તમને ઇન્સ્ટાગ્રામથી Login કરવા પૂછવામાં આવશે. હા પણ GramblrInstagram દ્વારા સપોર્ટ કરવામાં આવતું નથી તેથી તેમાં કોઈ ગેરેન્ટી નથી કે તમારી એકાઉન્ટ ઇન્ફોર્મેશન રેકોર્ડ નહીં થાય. તેમ છતાં ઘણા બધા લોકો Gramblrનો નિયમિત રીતે તેનો વપરાશ કરે છે. Gramblrમાં ફોટો અપલોડ કરવા માટે “choose file” પર ક્લિક કરવાનું રહે છે અને બસ પછી તમારી ક્રોપ કરેલી ઇમેજ અપલોડ કરવાની રહે છે.
 • જો તમે ક્રોપ કરેલી ઇમેજ સિલેક્ટ નહિ કરો તો એ પોતાની જાતે જ સ્ક્વેર ફ્રેમમાં આવી જશે. એકવાર ઇમેજ અપલોડ કરો પછી તેમાં તમે કેપ્શન(અનુશીર્ષક) પણ એડ કરી શકો છો ત્યારબાદ તમે સેવ બટન ક્લિક કરો.
 • ગ્રેમ્બલરમાં કેટલાક યુઝરને રિપોર્ટ ઇસ્યુ થાય છે જયારે તે હેશટેગ સાથે ફોટો અપલોડ કરે છે માટે તમારે થોડી કાળજી રાખવી જરૂરી છે. ખોટી રીતે હેશ ટેગ નો ઉપયોગ કરશો તો તમારો ફોટો રીપોર્ટ અને કદાચ તમારું એકાઉન્ટ બ્લોક પણ થઇ શકે છે.

Dropbox દ્વારા ફોટો અપલોડ:

Dropbox એક સ્ટોરેજ સર્વિસ છે જે ખૂબ ઝડપથી અને સહેલાઈથી તમારા કોમ્પ્યુટર અને મોબાઈલમાંથી ઇમેજ શેર કરવાની અનુમતિ આપે છે. આ સાથે ફ્રી ડ્રોપબોક્સ એકાઉન્ટ તમને  ૨ જીબી જેટલી સ્ટોરેજ સગવડતા(ફેસિલિટી) આપે છે જે તમારી ઇમેજને ટ્રાન્સફર કરવા માટે પૂરતી રહે છે.

Dropbox તમે તેની વેબસાઈટ કે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. એકવાર ડાઉનલોડ થયા પછી સાઈન અપ કરવાનું રહે છે. ત્યારબાદ ફોટો વિભાગમાં જઈ જે ફોટો પસંદ હોય તેના પર ક્લિક કરી શૅર કરવાનું રહે છે. હા, આમાં તમે ફોટો એડિટ પણ કરી શકો છો. Dropbox પર અપલોડ કરેલ ફોટો/ફોટા તમે સીધા ફેસબુક, Instagram કે બીજા બધા સોશિયલ નેટવર્ક પર શેર કરી શકો છો.