Monthly Archives: February 2017

વોટ્સ એપ માં તમારી પોતાની પ્રાયવેસી રાખતા શીખો

whatsapp-privacy-tips-min

મિત્રો, વોટ્સએપ નો આપણે દિવસ માં એટલો યુઝ કરવા લાગ્યા છીએ કે એટલો આપણે હકીકત માં બીજા કોઈ ગેજેટ કે એપ્લીકેશન નો યુઝ નથી કરતા. હા, અમુક મિત્રોએ વોટ્સએપ ઉપર પૂરું નિયંત્રણ રાખેલ હશે અને એ સારુ છે જ, પણ અહી મારા જેવા એવા મિત્રોની વાત કરી રહ્યો છું કે જે સવારે ઉઠે ત્યારે બ્રશ કરતા કરતા થી લઈને સુવે ત્યારે આંખ મીંચતા પહેલા વોટ્સએપ નો ઉપયોગ કરે છે.

દોસ્ત, વોટ્સએપ નો ઉપયોગ જરૂરી રીતે અને અમુક સાવધાની સાથે કરો એ ખુબ જરૂરી છે. ખાસ કરીને ત્યારે કે જયારે તમે વોટ્સએપ સ્ટેટ્સ માં તમારા વિષે કોઈ અંગત વસ્તુ શેર કરતા હો અથવા તો વોટ્સએપ ના પ્રોફાઈલ માં તમે તમારા પરિવાર સાથેનો ફોટો રાખેલ હોય.

વોટ્સએપ ની દરેક અપડેટ માં એ કંઇક ને કંઇક નવા ફીચર લઈને આવે છે અને આ ફીચર વિશેની માહિતી આપવા અમે નેટયાત્રા.ઇન એપ્લીકેશન બનાવી છે મિત્રો. ચાલો આજે તમને સરળ ભાષા માં સમજાવીએ કે તમારા વોટ્સએપ ની પ્રાયવેસી કેવી રીતે અને શું કામે સેટ કરવી જોઈએ.

વોટ્સએપ પ્રાયવેસી

વોટ્સએપ ના લેટેસ્ટ અપડેટ પછી, તમારા વોટ્સએપ માં ૪ પ્રાયવેસી આપેલ છે. અને આ દરેક પ્રાયવેસી ખુબ જરૂરી અને ઉપયોગી છે.
તમારા વોટ્સએપ માં Settings –> Account –> Privacy માં જવાથી તમને બધી પ્રાયવેસી દેખાશે.

૧) લાસ્ટ સીન
તમારે તમારા કોઈ મિત્રો ને તમે ક્યારે છેલ્લે વોટ્સએપ ચાલુ કર્યું એ ના દેખાડવું હોય ત્યારે આ પ્રાયવેસી નું સેટઅપ કરવાનું રહે છે. અને જો તમે તમારા મિત્રોથી આ છુપાવશો તો વોટ્સએપ તમારા મિત્રોનું લાસ્ટ સીન પણ તમારા માટે બંધ કરી દેશે. વ્યવહારે છે ને? 🙂
પણ હવે એક ઓપ્શન એ છે કે, જે કોઈ મેસેજ કરનાર તમારા કોન્ટેક્ટ લીસ્ટ માં (એટલે કે ફોનબુકમાં) ના હોય ફક્ત એમના થી જ તમારે લાસ્ટ સીન સંતાડવુ હોય તો હવે સંતાડી શકાશે.

૨) પ્રોફાઈલ ફોટો
લાસ્ટ સીન ની જેમ, તમારો પ્રોફાઈલ ફોટો પણ હવે અજાણ્યા મિત્રો થી છુપાવી શકો છો. મને આ પ્રાયવેસી ફીચર ખરેખર કામનું લાગે છે. ખાસ કરીને તમે જયારે વોટ્સએપ માં તમારી પત્ની સાથેનો કે બાળકો સાથેનો ફોટો લગાવતા હો ત્યારે કોઈ ટપોરી જેવા અજાણ્યા લોકો તમારા પર્સનલ ફોટા નો દુરુપયોગ ના કરે એના માટે પ્રોફાઈલ ફોટો હમેશા “કોન્ટેક્ટ” ને દેખાય એ રીતે સેટ કરવો જોઈએ.

૩) સ્ટેટ્સ
આમ જોઈએ તો લગભગ સ્ટેટ્સ માં આપણે વન લાઈનર ક્વોટ જ રાખતા હોઈએ છીએ. પણ ઘણા મિત્રો ને આદત હોય છે કે એ ક્યાંય ફરવા જાય તો એના વિષે સ્ટેટ્સ માં લખે છે. આવી પરિસ્થિતિ માં તમારું સ્ટેટ્સ અજાણ્યા પાસે પહોંચતા વાર નથી લાગતી, ખાસ કરીને જયારે કોઈ તમને ફોલો કરતુ હોય. સલામતી એમાં જ છે કે સ્ટેટ્સ પણ ‘કોન્ટેક્ટ’ પુરતું માર્યાદિત રાખીએ.

૪) રીડ રીસીપ્ટ
જેવો આપણે મેસેજ મોકલીએ એ સાથે જ સામે વાળાએ વાંચ્યો કે નહિ એ જાણવા થોડી થોડી વારે બ્લ્યુ ટીક ની રાહ જોતા હોઈએ છીએ. હવે ઘણી વખત એવું બને કે તમારે કોઈ ને તમે એમનો મેસેજ વાંચ્યો કે નહિ એ છુપાવવું હોય. આવા સમયે આ બટન થી તમે રીડ રીસીપ્ટ બંધ કરી શકો છો. મને પર્સનલી આનો કોઈ ખાસ ઉપયોગ નથી દેખાતો. તેમ છતાં કદાચ તમને યોગ્ય લાગે તો તમે ઉપયોગ કરી શકો છો.

તો મિત્રો, સલામતી મળે છે તો સલામત કેમ ના રહીએ.
તમને યોગ્ય લાગે તો વોટ્સએપ ની પ્રાયવેસી વિશેની આ નાની એવી પણ અગત્યની પોસ્ટ બીજા મિત્રો સાથે શેર કરજો.
©Netyatra.in

જાણો વોટ્સએપની નવી અપડેટ વિષે

જ્યારથી ફેસબુકે વોટ્સએપ ખરીદ્યું છે ત્યાર થી તેમ સતત નવી નવી અપડેટ્સ આવી રહી છે અને આમ પણ કહેવાય છે ને કે પરિવર્તન ખુશીઓ લાવે છે. જોકે ટેક્નોલોજીની બાબતમાં લગભગ દરરોજ નવા નવા પરિવર્તન આવતા રહે છે. તાજેતરમાં જ વોટ્સએપની એક તદ્દન નવી નક્કો અપડેટ આવી અને એ અપડેટ મુજબ હવે વોટ્સએપના લુકને પણ બદલવામાં આવ્યો છે. હવે નોટિફિકેશન એલર્ટ્સ તથા એક સાથે ૩૦ મલ્ટીમીડિયા ફાઇલ્સ પણ મોકલી શકાશે. અત્યાર સુધી આ વિકલ્પ માત્ર આઈ ઓ એસ માટે જ ઉપલબ્ધ હતો જયારે બહુ જ જલ્દી વિન્ડોઝ તથા એન્ડ્રોઈડ યુઝર્સને પણ આ લાભ મળતો થઇ જશે.

તાજેતરમાં આવેલી અપડેટમાં હવે વોટ્સએપ પણ Two Step Verification તરફ આગળ વધી રહ્યું છે. આ ઓપશન નો લાભ એ થશે કે તમારા નમ્બરનું વોટ્સએપ બીજા કોઈ વ્યક્તિ ઉપયોગ નહિ કરી શકે ખાસ કરીને થર્ડ પાર્ટી એપ્સ દ્વારા જે રીતે વોટ્સએપ હેક થાય છે તે હવે નહિ થઇ શકે. Two Step Verification એક્ટિવ કરાવતા જ તમને તમારું ઈ-મેઈલ આઈડી પૂછવામાં આવશે જે તમે એન્ટર કરશો એટલે તમે એક મેઈલ મળશે જેમાં એક વેબસાઈટ પર જઈ તમારે ૬ આંકડાનો પાસકોડ એન્ટર કરવાનો છે અને બસ એ જ તમારો Two Step Verification Code હશે.
ભવિષ્ય માં જયારે પણ તમે અન્ય કોઈ ફોન પર તમારા જ નંબર થી વોટ્સએપ ઇન્સ્ટોલ અને એક્ટિવ કરવા માંગો છો ત્યારે તમારે એ ૬ અંક નો પાસ કોડ એન્ટર કરવો પડશે.
આ સિવાય હવે વોટ્સએપ પણ ધીમે ધીમે સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ અને હાઈકના રસ્તે આગળ વધી રહ્યું છે. અહીંયા પણ હવે તમે ૧૦ સેકન્ડની સ્ટોરી મૂકી શકો છો. તમારા સ્ટેટ્સ માટે પણ તમને અલગ અલગ વિકલ્પ બહુ જલદી જ જોવા મળશે. જોકે આ અપડેટ અત્યારે ટેસ્ટિંગ મોડ પર છે પરંતુ બહુ જ જલ્દી આ અપડેટ લાઈવ થઇ જશે.

આ ખુબ જ મહત્વની માહિતી આપના મિત્રો સુધી ચોક્કસ થી શેર કરજો.

એક જ વોટ્સએપ નંબરને બે અલગ અલગ મોબાઈલ પર કઈ રીતે ચલાવશો?

વોટ્સએપ ને કોમ્પ્યુટર થી કઈ રીતે ચલાવવું એ તો શીખવાડેલું. એ પણ શક્ય છે અને શીખવીશું કે એક જ મોબાઈલ પર બે વોટ્સએપ એકાઉન્ટ કઈ રીતે ચલાવવા. પણ અત્યારે વાત થઇ રહી છે, એક જ વોટ્સએપ નંબર ને બે અલગ અલગ મોબાઈલ પર ચલાવવો.

એક જ વોટ્સએપ ને બે જગ્યાએ ચલાવવાની જરૂર ક્યારે પડે?

1) એક મોબાઈલ ઘરે રાખતા હોઈએ અને બીજો ઓફિસે
૨) પતિ પત્ની બંને એક જ વોટ્સએપ યુઝ કરતા હોય 😀
૩) જયારે એક મોબાઈલ માં કીબોર્ડ ના ફાવતું હોય પણ દેખાવ એ મોબાઈલ નો જ સારો હોય 😉

આ સિવાય તો બીજા કોઈ કારણ દેખાતા નથી કે આવી જરૂર પડે.

અચ્છા હવે વાત એમ છે કે આ જાદુ કરવો કઈ રીતે?

અઘરી રીત છે એક, પણ એ રીત સમજાવવી પણ અઘરી છે, અનુસરવી પણ અઘરી છે અને અનુસર્યા પછી સફળતા મળશે કે નહિ એ પણ એક પ્રશ્ન છે.

એટલે આપણે એ માથાકૂટ માં નહિ પડતા, સરળ રસ્તો અપનાવીએ.

એક જ વોટ્સએપ નંબર ને બે અલગ અલગ મોબાઈલ ફોન માં ચલાવવાની રીત

૧) તમારા જે ફોન માં વોટ્સએપ એપ્લીકેશન છે એ અપડેટેડ ના હોય તો અપડેટ કરી દો
૨) તમારા બીજા ફોન માં કે જ્યાં તમારે આ સેઈમ વોટ્સએપ યુઝ કરવું છે, તે મોબાઈલ નું વેબ બ્રાવઝર ખોલો. (ગુગલ ક્રોમ , સફારી વિગેરે)
૩) બ્રાવઝર ના સેટિંગ્સ માં જઈને “Desktop site” મોડ સિલેક્ટ કરો
૪) જો ડેસ્કટોપ મોડ બરોબર એક્ટીવેટ થઇ ગયો હશે તો તમારા બ્રાવઝર માં QR કોડ દેખાશે (બાર કોડ જેવો કોડ)
૫) તમારા પહેલા ફોન માં કે જ્યાં વોટ્સએપ ચાલતું હતું, ત્યાં વોટ્સએપ ના સેટિંગ્સ માં જઈને Whatsapp Web ક્લિક કરો એટલે QR કોડ સ્કેન કરવાનો મોડ આવશે
૬) હવે, તમારા પહેલા ફોન ના કેમેરા થી બીજા ફોન માં કે જ્યાં QR કોડ દેખાય છે, એને સ્કેન કરો (કેમેરો એ કોડ ઉપર રાખો અને કોડ રીડ કરો )
૭) જેવો કોડ સ્કેન થશે કે તમારા બીજા ફોન માં પણ સેઈમ વોટ્સએપ ચાલુ થઇ જશે.

બસ હવે કરો મોજેમોજ. તમારા બંને ફોન માં એક જ વોટ્સએપ ચાલુ રહેશે. આ જ વસ્તુ ટેબલેટ માં પણ કરી શકાય છે.

પોસ્ટ ગમી હોય તો બીજા મિત્રો સાથે અચૂક શેર કરજો

©Netyatra.in

એન્ડ્રોઈડ ફોનની સ્પીડ વધારવાના ૫ સરળ સ્ટેપ્સ

શું તમે તમારા ફોનની સ્પીડ વધારવા માંગો છો તો નીચેની સરળ ટિપ્સ ધ્યાનમાં રાખો.

  • તમારા ફોનનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરો

વર્ઝન અપડેટ કરવાથી નવા ફીચર્સ અને લટેસ્ટ સિક્યુરિટી મળશે અને સાથે તમારા ફોનની સ્પીડ પણ ઇમપ્રુવ થશે.

  • તમારા ફોનમાં રહેલી ન જોઈતી એપ્લિકેશન અનઈંસ્ટોલ કરો

યાદ રાખો કે આવી એપ્લિકેશન ખાલી મોબાઈલમાં જગ્યા રોકે છે જેથી ફોનની સ્પીડ બ્રેક થાય છે.

  • હિડન એપ્લિકેશન ડિસેબલ કરો

ઘણી એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં ચાલતી હોય છે જેમ કે સ્કેનિંગ, ટ્રેકિંગ રિયલ પ્લેસ વગેરે તેને ડિસેબલ કરો . તેને માટે setting –> app –> app manger માં જઈ ડિસેબલ કરો.

  • સમયાંતરે તમારા ફોનમાં રહેલી એપ્લિકેશનને અપડેટ કરતા રહો

તેના માટે ગૂગુલ પ્લે જઈ ચેક કરો અને અપડેટ કરો. તેનાથી એપ્લિકેશનમાં રહેલી બગ્સ ફિક્સ થઇ જશે.

  • લાઇવ વોલપેપર અને એનિમેશનને અવોઇડ કરો

લાઈવ વોલપેપરથી બેટરી જલ્દી ડ્રેઇન થાય છે અને સ્ટાર્ટ કરીયે ત્યારે પણ એટલી જ બેટરી કન્ઝયુમ થાય છે. તે સાથે તમારા સ્માર્ટ ફોનમાં એનિમેશન ઇફેક્ટ આવેલી હોય તે પણ અવોઇડ કરો. સેટિંગ–> devloper option –> windows animation scale –> animation scale off આવી રીતે એનિમેશન બંધ કરો.

આ રીતે નાની નાની બાબત ધ્યાનમાં રાખી તમે તમારી બેટરી ડ્રઈન આઉટ કરતી બચાવી શકો છો.

ખુબ જ સિમ્પલ પણ ખુબ જ કામની પોસ્ટ છે. બીજા મિત્રો સાથે અચૂક શેર કરજો, તમને દુવાઓ માં યાદ રાખશે 🙂