કોઈ પાણી વાળા સ્થળે ફોટો પાડતા હોવ અને ફોન હાથમાંથી પડી જાય, તમે પોકેટમાં ફોન મુકીને ભુલી જાઓ અને ભૂલથી તે ધોવામાં જતુ રહે, વગેરે વગેરે. એવા અનેક કારણો છે જેના કારણે તમારો ફોન પલળી શકે છે. અહીં વાંચો, ફોન પલળી જાય તો શું કરવું અને શું ન કરવું?
શું કરવું?
જો તમારો ફોન સંપૂર્ણપણે પાણીમાં ડુબી જાય તો અમુક કંપની તેને વોરંટી અંતર્ગત નથી ગણતી. માટે પહેલા ફોનની વોરંટીની બધી જ ડિટેલ્સ ધ્યાનથી વાંચો. અને વોરંટીનો લાભ લેવા માટે કંપનીને છુપાવો નહીં કે તમારો સ્માર્ટફોન પલળી ગયો છે. સ્માર્ટફોન્સમાં ઈમર્શન સેન્સર્સ હોય છે અને લિક્વિડના કોન્ટેક્ટમાં આવે ફોન ત્યારે તેનો કલર ચેન્જ થઈ જાય છે.
તાત્કાલિક ફોનને પાણીમાંથી બહાર કાઢો અને એક સુકા ટુવાલમાં લપેટી દો. જો ફોન ચાલુ છે તો તેને સ્વિચ ઓફ કરો અને પેપર ટિશ્યુમાં લપેટો. હેડફોન, કેબલ એવી કોઈ પણ એસેસરીઝ સાથે કનેક્ટ ન કરો. સિમ કાર્ડ અને મેમરી કાર્ડ પણ કાઢી નાખો.
ચોખા મોઈશ્ચર એબ્ઝોર્બ કરતા હોવાથી આ સ્થિતિમાં તમારા માટે મદદરુપ સાબિત થઈ શકે છે. ચોખા ભરેલી એક બેગમાં તમારા ફોનને 24-48 કલાક માટે મુકી દો.
ઘણી વાર ફોન પલળી જાય તો પણ ઓન થઈ જતો હોય છે. આ કેસમાં સૌથી પહેલા તમારા ફોનના ડેટાનું બેક-અપ લઈ લો.
શું ના કરવું?
તમને ઘણી વાર હેર ડ્રાયરથી ગેજેટ્સ સુકાવવાની સલાહ મળતી હશે પણ આમ કરવુ ટાળવું જોઈએ. હેરડ્રાયરની વધારે પડતી હીટ તમારા ફોનના ઈલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સને નુકસાન પહોંચાડી શકે છે. ફોનને ઓવનથી પણ દૂર રાખવો જોઈએ.
જો તમારો પાણી ખારા પાણીમાં પડ્યો હોય અને કોઈ તમને એક વાર સાદા પાણીથી ધોવાની સલાહ આપે તો બિલકુલ ન માનશો. કારણકે જે ડેમેજ થવાનું છે તે થઈ ગયું છે. હવે ફરી એકવાર પાણીનો ઉપયોગ કરવાનો કોઈ અર્થ નથી.
સોર્સ: આઈ એમ ગુજરાત