Monthly Archives: September 2017

Screen Overlay Detected થી છુટકારો મેળવવાનો સૌથી સરળ રસ્તો

મોટાભાગના એન્ડ્રોઇડ અને મુખ્યત્વે સેમસંગ મોબાઈલ ફોનમાં આ બહુ જ સામાન્ય પ્રશ્ન છે. જયારે કોઈ નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને એને તમારા કોન્ટેક્ટ-લોકેશન-કેમેરા-ઇન્ટરનલ સ્ટોરેજ વગેરે વગેરેની પરમિશન આપવાની વાત આવે એટલે આ Screen Overlay Detected ની એરર આવે અને ઘણા ધમપછાડા બાદ પણ એમાં નિષ્ફળતા જ મળતી હોય છે. આજે અમે આપને આ એરર દૂર કરવાના બહુ જ સરળ રસ્તાઓ બતાવીશું.

પહેલો રસ્તો

સૌથી પહેલા તો ફોન સ્વીચ ઓફ કરી દેવાનો છે. ફોન ફરી થી ઓન કરવા માટે પાવર કી ની સાથે સાથે વોલ્યુમ ડાઉન કી પણ કન્ટિન્યુ પ્રેસ કરી રાખવાની છે. ફોન સ્વીચ ઓન થાય અને સેમસંગ અથવા તો એન્ડ્રોઇડનો લોગો આવે એટલે પાવર કી છોડી અને માત્ર વોલ્યુમ ડાઉન કી પ્રેસ કરી રાખો. તમને ડિસ્પ્લે પર જોવા મળશે કે હવે તમે Safe Mode માં ફોન શરુ કર્યો છે. હવે સેટિંગ્સ માં જાઓ ત્યાર બાદ એપ્લિકેશન માં અને ત્યાંથી તમારે જે-તે એપ્લિકેશનને જે પણ પરમિશન આપવી છે એ પરમિશન આપી શકો છો. પરમિશન આપ્યા બાદ ફોન નોર્મલ મોડમાં જ રિસ્ટાર્ટ કરવાનો છે, હવે તમે જે-તે એપ્લિકેશનમાં જઈને જોઈ શકો છો, ત્યાં તમે આપેલી પરમિશન સેવ થઇ ગઈ છે.

બીજો રસ્તો

OnePlus અને અન્ય ઘણા મોબાઈલ ફોનમાં માં તમારે Safe Mode માં જવામાટે પાવર કી લોન્ગ પ્રેસ કાર્ય બાદ જયારે પાવર ઓફ નો વિકલ્પ આવે ત્યારે તે આઇકન પર લોન્ગ પ્રેસ કરી રાખવાથી પણ તમે Safe Mode ઍક્સેસ કરી શકો છો. Safe Mode માં ગયા બાદ ઉપર મુજબના સ્ટેપ્સ થી તમે એપ્લિકેશન ને પરમિશન આપી શકો છો.

ત્રીજો રસ્તો

મોબાઈલ ફોનના સેટિંગ્સમાં ગયા બાદ જમણી બાજુ કોર્નરમાં તમને મેગ્નીફાયર ગ્લાસનો સિમ્બોલ જોવા મળે છે. તેના ઉપર ક્લિક કરી અને સર્ચ બારમા “Draw” આટલું ટાઈપ કરતા જ સહુ થી પહેલો જ વિકલ્પ તમને મળશે Draw Over Other Apps તેમાં ક્લિક કરતા જ તમારી સામે બીજું એક મેન્યુ ઓપન થશે, હવે અહીંયા તમારે Draw Over Other Apps મોટેભાગે ચોથા નંબરનો વિકલ્પ હશે તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરતા જ તમારા ફોનમાં પરમિશન માંગી રહેલ એપ્લિકેશન નું લિસ્ટ ઓપન થશે, બસ અહીંયા તમારે જે-તે એપ્લિકેશન પર ક્લિક કરી તેને પરમિશન આપવાની છે.

આ ટિપ્સ આપના સોશિયલ મીડિયા પર શેર કરી અન્ય મિત્રો સુધી પહોંચાડજો

USB દ્વારા વિન્ડોઝ ઇન્સ્ટોલ કરતા શીખો – ખુબ જ સરળ ટીપ્સ

USB દ્વારા વિન્ડોઝ ફોર્મેટ કરવા અથવા નવું ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલા તમારે USB Drive ને બૂટેબલ કરવી પડશે. આ માટે તમે ગુગલ પર અલગ અલગ સોફ્ટવેર ઉપબ્ધ છે. આ સિવાય તમારે જે પણ ઓપેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી છે તેની ISO ઇમેજ જોઈશે. સોફ્ટવેર ડાઉનલોડ કર્યા બાદ નીચે ઇમેજમાં જોઈ શકો છો તમારે ફાઈલનું નામ આપવાનું છે. ફોર્મેટ ટાઈપમાં NTFS જ રાખવાનું છે. ક્લસ્ટર સાઈઝ પણ ડિફોલ્ટ જ રાખવાની છે. હવે કવિક ફોર્મેટ પર ક્લિક કરવાનું છે અને નીચે Create a bootable using માં તમારી ISO Image નો સોર્સ આપવાનો છે. આ પછી સ્ટાર્ટ પર ક્લિક કરતા જ પ્રોસેસ શરુ થઇ જશે અને થોડી જ વારમાં તમારી USB બૂટેબલ USB બની જશે.

હવે કમ્પ્યુટર-લેપટોપને રિસ્ટાર્ટ કરી અને BIOS ના સેટિંગ માં જવાનું છે. સામાન્ય રીતે F10 દ્વારા તમે BIOS સેટિંગ્સ માં જઈ શકો છો તેમ છતાં તે અલગ અલગ કમ્પ્યુટર મુજબ બદલાઈ શકે છે. સિસ્ટમ જયારે શરુ કરશો ત્યારે તે ડિસ્પ્લે પર દેખાઈ જશે, BIOS સેટિંગ્સમાં ગયા બાદ BOOT લખેલું ઓપશન સિલેક્ટ કરતા જ તેમાં તમને First Boot Drive નો વિકલ્પ મળશે જેમાં ડિફોલ્ટ HDD લખેલું હશે. તેના પર ક્લિક કરી આપણે USB Drive સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા બાદ F10 થી સેવ કરો અને એસ્કેપ આપી બહાર નીકળો એટલે સિસ્ટમ ફરી રિસ્ટાર્ટ થશે.

આ વખતે સિસ્ટમ રિસ્ટાર્ટ થતા જ તમને પૂછશે Press ANY KEY to Load Windows. અહીંયા એન્ટર થયા બાદ તમારે ફ્રેશ ઈન્સ્ટોલેશન કરવું છે કે રીસ્ટોર કરવું છે તેમ પૂછવામાં આવે ત્યારે તમારે ફ્રેશ ઈન્સ્ટોલેશન પર ક્લિક કરવાનું છે. તમારા સ્ક્રીન પર તમને તમારા વિન્ડોઝ Drive ના ઓપશન જોવા મળશે. જો તમે માત્ર વિન્ડોઝ જ ઇન્સ્ટોલ કરવા માંગતા હોય તો બીજા કોઈ પાર્ટીશનમાં છેડછાડ કરવી હિતાવહ નથી. માત્ર C Drive પર ક્લિક કરી એને ફોર્મેટ કરી અને એમાં જ ઈન્સ્ટોલેશનની પ્રોસેસ આગળ વધારી શકો છો. જો સંપૂર સિસ્ટમ જ ફરી થી ઇન્સ્ટોલ કરવી છે તો બધી જ Drive ડીલીટ કરી અને ફરી થી પાર્ટીશન આપી શકો છો.

વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જો લાઇસન્સ કોપી હશે તો તેની કી પૂછશે અને જો પાઈરેટેડ હશે તો સિસ્ટમ જાતે જ કી યુઝ કરી અને ઈન્સ્ટોલેશનની પ્રોસેસ આગળ વધારશે. કીબોર્ડ- ડેઈટ – ટાઇમઝોન – ઈથરનેટ સેટિંગ્સ વિષે તમને આગળ પૂછવામાં આવશે તે પ્રમાણે જ તેના સેટિંગ કરતા રહેવાનું છે. બસ અંદાજિત ૪૫ મિનિટમાં તમારા કમ્પ્યુટરમાં નવી નક્કોર ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થઇ ગઈ છે.

નવી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થતા જ હવે જયારે કમ્પ્યુટર રિસ્ટાર્ટ થઇ રહ્યું હોય ત્યારે તમારે ફરી BIOS સેટિંગમાં જવાનું છે અને ત્યાં બુટ ઓપશનમાં જઈ અને First Boot Drive માં તમારી હાર્ડડિસ્કમાં સિલેક્ટ કરવાની છે. F10 થી સેવ કર્યા બાદ એસ્કેપ આપી અને સિસ્ટમ રિસ્ટાર્ટ કરો એટલે નવી ઓપરેટિંગ સિસ્ટમ સાથે હવે વિન્ડોઝ શરુ થશે. જો તમે સંપૂર્ણ સિસ્ટમ ફોર્મેટ કરી હશે તો તમને C Drive સિવાય બીજી Drive ના ઉપયોગ માટે કદાચ એક વખત ફોર્મેટ કરવાનું કહે તો જે-તે Drive પર જઈને Right Click કરતા જ એક Menu આવશે તેમાં Format Drive નો ઓપશન સિલેક્ટ કરી અને Drive ને ફોર્મેટ કરવાની છે.

આ ખુબ જ મહત્વની માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહીં