Author Archives: admin

બ્રેકીંગ – વોટ્સએપમાં આવ્યા 2 જબરદસ્ત ફીચર્સ : જુવો ગુજરાતી વિડીયો

વોટ્સએપમાં આજકાલ નવા-નવા ફિચર્સ આવી રહ્યા છે. આ બધા નવા ફીચર્સનો લાભ લેવા માટે સૌથી જરૂરી વસ્તુ એ છે કે, તમે તમારા મોબાઈલમાં રહેલ વોટ્સએપ એપ્લિકેશનને અપડેટ કરી લ્યો. આજે અમે તમને જે ફીચર્સની વાત કરવાના છીએ એ ખૂબ જ ઉપયોગી છે. આ નવા ફીચર્સનો ઉપયોગ કરવાથી તમારી પ્રાઇવસી વધુ મજબૂત બનશે તેમજ બિનજરૂરી મેસેજ અને ડિસ્ટર્બન્સથી બચી શકાશે.

બંને ફીચર ની માહિતી ગુજરાતી વિડીયો દ્વારા

આપણે નીચે મુજબના 2 ફીચર્સની વાત કરીશું, જેના માટે તમારે કોઈ થર્ડ પાર્ટીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી. ફક્ત વોટ્સએપને અપડેટ કરી લો.

(1) તમે નક્કી કરી શકશો કે, કોઈપણ વોટ્સએપ ગૃપમાં તમને કોણ-કોણ એડ કરી શકશે?

સામાન્ય રીતે વોટ્સએપમાં એવું થતું હોય છે કે, સવારે આપણે ઉઠીએ અને વોટ્સએપ ચેક કરીએ ત્યાં તો એક-બે ગૃપમાં એડ થઈ ગયા હોઈએ. એ ગૃપ પણ એકદમ બિનજરૂરી હોય અથવા જાહેરાત માટેના હોય. ઘણીવાર એવું પણ બને કે, આ ગૃપમાં આપણને એડ કરનાર લોકોને આપણે ઓળખતા પણ ન હોઈએ. પરંતુ હવે એવું નહીં થાય. મતલબ, આપણી પરમીશન વગર લોકો આપણને જે-તે ગૃપમાં એડ નહીં કરી શકે. આ નવી સુવિધાની મદદથી આપણે જ નક્કી કરીશું કે આપણને ગૃપમાં કોણ એડ કરી શકશે અને કોણ નહીં?

આ ફીચર્સ શરૂ કરવા માટે સૌથી પહેલા વોટ્સએપમાં જમણી બાજુ આપેલ ત્રણ ટપકા ઉપર ક્લિક કરો. ત્યાં Settings માં જાવ. હવે એમાં Account નો વિકલ્પ સિલેક્ટ કરો ત્યારબાદ Privacy નામના વિકલ્પને પસંદ કરો. ત્યાં નીચે Groups લખેલું હશે ત્યાં ટચ કરો.

હવે અહીંયા તમને ત્રણ વિકલ્પ જોવા મળશે.


1) Everyone : આ વિકલ્પ પસંદ કરવાથી એવું થશે કે તમને કોઈપણ વ્યક્તિ ગમે તે ગૃપમાં એડ કરી શકશે.2) My Contacts : આ વિકલ્પ પસંદ કરવાથી એવું થશે કે, માત્ર એ લોકો જ તમને જે-તે ગૃપમાં એડ કરી શકશે કે જેનાં કોન્ટેકટ નંબર્સ તમારા મોબાઈલમાં સેવ છે.
3) My Contacts Except : આ વિકલ્પ પસંદ કરશો એટલે તમારા મોબાઈલમાં સેવ કોન્ટેકટસ્ તો તમને જે-તે ગૃપમાં એડ કરી શકશે પણ હવે તમને પૂછશે કે, એ કોન્ટેક્ટસમાંથી તમારે કોને-કોને બાકાત રાખવા છે? કોને-કોને પરમીશન નથી આપવી એમ.

 

(2) ફિંગરપ્રિન્ટ લોક.


આ ફીચરની મદદથી આપણે વોટ્સએપમાં ફિંગરપ્રિન્ટ લોક સેટ કરી શકીશું. જેથી આપણો મોબાઈલ કોઈના હાથમાં આવી જાય તોયે આપણી ફિંગરપ્રિન્ટ વગર વોટ્સએપ નહીં ખુલે. જેથી આપણી સુરક્ષા વધી જશે.

આ સુવિધાનો લાભ લેવા માટે પણ સૌથી પહેલા વોટ્સએપમાં જમણી બાજુ આપેલ ત્રણ ટપકા ઉપર ક્લિક કરો. ત્યાં Settings માં જાવ. હવે એમાં Account નો વિકલ્પ સિલેક્ટ કરો ત્યારબાદ Privacy નામના વિકલ્પને પસંદ કરો. ત્યાં છેલ્લે Fingerprint Lock નામના ઓપ્શનને ઈનેબલ કરી લો.

આ ઓપ્શન ઈનેબલ કરવા જશો એટલે તમને કહેશે કે, પહેલા તમારા મોબાઈલમાં ફિંગરપ્રિન્ટ લોક સેટ કરી લો. એટલે આ ફીચર ઈનેબલ કરતા પહેલા તમારા મોબાઈલમાં અગાઉથી જ ફિંગરપ્રિન્ટ લોક સેટ કરી લેજો જેથી આ ફીચર તાત્કાલીક ઈનેબલ થઈ જશે. હવે અહીંયા પણ બીજા ચાર વિકલ્પ જોવા મળશે.
1) Immediately : આ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે વોટ્સએપમાંથી નીકળો એટલે તરત લોક થઈ જશે.
2) After 1 minute : આ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે વોટ્સએપમાંથી નીકળો એ પછી એક મિનિટ પછી વોટ્સએપ લોક થઈ જશે.
3) After 30 minutes : આ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે વોટ્સએપમાંથી નિકળ્યા બાદ 30 મિનિટ પછી વોટ્સએપ લોક થઈ જશે.


4) Show content in Notifications : જો તમે આ ઓપ્શનને ઈનેબલ કરશો તો ફિંગરપ્રિન્ટ લોક હશે એમ છતાં જે નવા મેસેજ આવશે એનું લખાણ તમે નોટિફિકેશનમાં વાંચી શકો છો. મતલબ, ડાયરેક્ટ વોટ્સએપ તો ફિંગરપ્રિન્ટ વગર નહીં ખુલે પણ થોડુંઘણું લખાણ નોટિફિકેશનમાં જોઈ શકો.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ ઉપયોગી અને માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

JIO કાર્ડ હોય તો ઇન્ટરનેટ ની સ્પીડ વધારવાની ટ્રિક્સ

JIO દ્વારા સસ્તા 4G ઇન્ટરનેટની સર્વિસ લોન્ચ કરાયા પછી હવે શ્રી ધીરુભાઈ અંબાણી નું સપનું ” હર હાથ મે મોબાઈલ” પૂરું થઇ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. નાના માં નાના મજુર થી લઈને BMW Audi લઈને ફરનાર પણ Jio ફીવરમાં જોડાઈ ગયા છે, જોકે શરૂઆતી તબક્કા બાદ હવે જ્યારથી JIO ની પેઈડ સર્વિસ શરુ થઇ છે ત્યારથી સ્પીડ ની કમ્પ્લેન પણ વધી રહી છે. જો તમે YouTube પર કોઈ વિડિઓ જોઈ રહ્યા હશો તો તમે બીજી એપ્સમાં અથવા કશું ડાઉનલોડ કરવામાં સ્પીડ ધીમી મળશે એ સમયે અમે આપને JIO માં કઈ રીતે વધુ સ્પીડ મેળવવી તેની ટ્રિક્સ આપશું.

Settings -> Mobile Networks -> Jio 4G -> Click On Top Right Corner -> New Apn -> Save

આ સાથે જ તમે તમારા JIO ઇન્ટરનેટ માટે નવું APN બનાવી દીધું છે, હવે નીચેના સ્ટેપ્સમાં રહેલી માહિતી APN ની વિવિધ ટેબમાં એન્ટર કરી દો.

Name – Filpshope.com -> APN – Joined -> APN Type – Default -> Proxy – Not Set

Port – Not Set -> Username – Not Set -> Password – Not Set

Server – www.google.com -> MMSC – Not Set -> MMS proxy – Not Set

MMS port – Not Set -> MCC – 405 -> MNC – 857, 863 or 874

Authentication type – Not Set -> APN Protocol – IPv4/IPv6

બસ હવે આ સેટિંગ્સ સેવ કરી લો અને તમારો ફોન રિસ્ટાર્ટ કરી દો.

આ સેટિંગ્સ થી તમારા ફોન ને કોઈ જ નુકશાન નહિ થાય અને તમે ઈચ્છો ત્યારે આ સેટિંગ્સ ડીલીટ કરી શકો છો. આ સેટિંગ્સ ડીલીટ કરવા માટેના સ્ટેપ્સ નીચે મુજબ છે.

Settings -> Mobile Networks -> Select Sim Slot -> Select APN -> Click On Top Right Corner -> Delete APN

આ સેટિંગ્સ કર્યા બાદ તમને તમારા JIO નેટવર્ક પર 20MBPS સુધી સ્પીડ મળશે.

આ ખુબ જ મહત્વની માહિતી આપના મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહિ.

નોંધ: આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના એડમીન ની પરવાનગી વગર કોપી-પેસ્ટ કરવાની મનાઈ છે

જયારે તમારો સ્માર્ટફોન પાણીમાં પડી જાય ત્યારે શું કરશો? શું નહિ કરશો? – વરસાદી માહોલ માં જરૂર વાંચજો

કોઈ પાણી વાળા સ્થળે ફોટો પાડતા હોવ અને ફોન હાથમાંથી પડી જાય, તમે પોકેટમાં ફોન મુકીને ભુલી જાઓ અને ભૂલથી તે ધોવામાં જતુ રહે, વગેરે વગેરે. એવા અનેક કારણો છે જેના કારણે તમારો ફોન પલળી શકે છે. અહીં વાંચો, ફોન પલળી જાય તો શું કરવું અને શું ન કરવું?

શું કરવું?

જો તમારો ફોન સંપૂર્ણપણે પાણીમાં ડુબી જાય તો અમુક કંપની તેને વોરંટી અંતર્ગત નથી ગણતી. માટે પહેલા ફોનની વોરંટીની બધી જ ડિટેલ્સ ધ્યાનથી વાંચો. અને વોરંટીનો લાભ લેવા માટે કંપનીને છુપાવો નહીં કે તમારો સ્માર્ટફોન પલળી ગયો છે. સ્માર્ટફોન્સમાં ઈમર્શન સેન્સર્સ હોય છે અને લિક્વિડના કોન્ટેક્ટમાં આવે ફોન ત્યારે તેનો કલર ચેન્જ થઈ જાય છે.

તાત્કાલિક ફોનને પાણીમાંથી બહાર કાઢો અને એક સુકા ટુવાલમાં લપેટી દો. જો ફોન ચાલુ છે તો તેને સ્વિચ ઓફ કરો અને પેપર ટિશ્યુમાં લપેટો. હેડફોન, કેબલ એવી કોઈ પણ એસેસરીઝ સાથે કનેક્ટ ન કરો. સિમ કાર્ડ અને મેમરી કાર્ડ પણ કાઢી નાખો.

ચોખા મોઈશ્ચર એબ્ઝોર્બ કરતા હોવાથી આ સ્થિતિમાં તમારા માટે મદદરુપ સાબિત થઈ શકે છે. ચોખા ભરેલી એક બેગમાં તમારા ફોનને 24-48 કલાક માટે મુકી દો.

ઘણી વાર ફોન પલળી જાય તો પણ ઓન થઈ જતો હોય છે. આ કેસમાં સૌથી પહેલા તમારા ફોનના ડેટાનું બેક-અપ લઈ લો.

શું ના કરવું?

તમને ઘણી વાર હેર ડ્રાયરથી ગેજેટ્સ સુકાવવાની સલાહ મળતી હશે પણ આમ કરવુ ટાળવું જોઈએ. હેરડ્રાયરની વધારે પડતી હીટ તમારા ફોનના ઈલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સને નુકસાન પહોંચાડી શકે છે. ફોનને ઓવનથી પણ દૂર રાખવો જોઈએ.

જો તમારો પાણી ખારા પાણીમાં પડ્યો હોય અને કોઈ તમને એક વાર સાદા પાણીથી ધોવાની સલાહ આપે તો બિલકુલ ન માનશો. કારણકે જે ડેમેજ થવાનું છે તે થઈ ગયું છે. હવે ફરી એકવાર પાણીનો ઉપયોગ કરવાનો કોઈ અર્થ નથી.

સોર્સ: આઈ એમ ગુજરાત

જાણો શું છે આ PayTM પેમેન્ટ બેંક ?

paytm-bank

ભારતનું ખુબ જ લોકપ્રિય ડીજીટલ વોલેટ PayTM હવે એક વોલેટ નહિ પણ બેંક છે જે લગભગ બધા જાણતા જ હશે. પે ટી એમ ભારતની ત્રીજી પેમેન્ટ બેંક છે, આ પહેલા એરટેલ અને ઇન્ડિયન પોસ્ટ પણ પેમેન્ટ બેંક તરીકે ફરજ નિભાવે છે. એરટેલ એમના કસ્ટમર ને ૭.૩ ટકા જયારે ઇન્ડિયન પોસ્ટ ૫.૫ ટકા વાર્ષિક વ્યાજ આપે છે જયારે પેટીએમ સૌથી ઓછું એટલે કે ૪% વાર્ષિક વ્યાજ ઓફર કરે છે.

ઘણાને હજુ ખ્યાલ નહિ હોય કે પેમેન્ટ બેંક શું હોય, એ કઈ રીતે ઓપરેટ થાય વિગેરે. તો ચાલો જાણીએ શું છે આ પેટીએમ બેંક !!

પેમેન્ટ બેંક એટલે શું?
રીઝર્વ બેંક ના લાઈસન્સ સાથે ચાલતી આ એક અલગ અને નવીનતમ બેંક છે. એક પેમેન્ટ બેંક નો હોદ્દો મળતા, PayTM હવે કસ્ટમર ના ૧ લાખ સુધી ની રકમ એમના ખાતામાં જમા કરવા દઈ શકશે.

પેમેન્ટ બેંક કઈ રીતે સાધારણ બેંક કરતા અલગ છે?
પેમેન્ટ બેંક પોતે એમના કસ્ટમર ને પૈસા ઉધાર આપી નથી શકતી, જો કે બીજી ફાયનાન્સ કંપની કે બેંક સાથે ટાઈ-અપ કરીને પેમેન્ટ બેંક કસ્ટમર ને લોન, મ્યુચ્યુઅલફંડ વિગેરે સર્વિસ જરૂર આપી શકે છે.

આમ તો PayTM નો ઉપયોગ કરતી દરેક સામાન્ય વ્યક્તિ કે જે સામાન્ય વહીવટ  PayTM થી કરે છે એમને PayTM બેંક નો ઉપયોગ કરવામાં કોઈ પ્રોબ્લેમ દેખાતો નથી, પણ જે પણ વ્યક્તિ કે ધંધાર્થી PayTM નો વપરાશ બતાવવા નથી માંગતી એમને આ પેમેન્ટ બેંક માં પોતાનું એકાઉન્ટ ખોલાવવાને બદલે PayTM બંધ કરી દેવું જોઈએ એવું મને લાગે છે. તેમ છતાં તમારા એકાઉન્ટન્ટની સલાહ લઇ લેવી.

ખુબ જ ઉપયોગી લેખ જો કામનો લાગ્યો હોય તો બીજા મિત્રો સાથે શેર કરજો.

વિન્ડોઝ સ્ક્રીન ને કેપ્ચર કરીને એનો વિડીયો બનાવતા શીખો

FreeScreenRecorder-min

ઘણી વખત એવું બનતું હોય કે આપણે કોઈ ને કોમ્પ્યુટર બાબતમાં કઈક મદદ કરવી હોય પણ ફોન કે ઈમેઈલ થી આ શક્ય ના બનતું હોય. આવા સમયે આપણે શું કહેવા માંગીએ છીએ તે અગર આપણે આપના કોમ્પ્યુટર માં કરીને જ સામેવાળા ને બતાવી શકીએ તો એનું કામ ઘણુ સરળ થઇ જાય.

જો બંને બાજુ Skype હોય તો Screen Sharing ની મદદથી આપણે જે કહેવું છે એ એમને સમજાવી શકીએ. પણ ઘણી વખત એવું બને કે સામેવાળા પાસે Skype કે સ્ક્રીન શેરીંગ ના બીજા કોઈ સોફ્ટવેર ના હોય ત્યારે સરળ રસ્તો એ જ છે કે તમે તમારા કોમ્પ્યુટર પર જે તે સ્ટેપ્સ કરો અને એનું રેકોર્ડીંગ કરીને એ વિડીયો સામેવાળા ને મોકલો.

ઘણી વખત એવું બને કે તમારે તમારા કોમ્પ્યુટર પર જે કરો છો એ સ્ટેપ્સ Youtube પર Upload કરીને બીજા મિત્રો સાથે શેર કરવા હોય, આવા સમયે પણ તમારે સ્ક્રીન કેપ્ચર વિડીયો રેકોર્ડીંગ કરવું પડે.

Microsoft દ્વારા એક સરળ યુટીલીટી બનાવવામાં આવેલ છે જે તદન ફ્રી છે. જેનાથી આપનું કામ સરળ બનશે.

ચાલો સ્ટેપ બાય સ્ટેપ શીખીએ કે કઈ રીતે વિન્ડોઝ સ્ક્રીન ને વિડીયોમાં કેપ્ચર કરી શકાશે.

1) Download Microsoft Screen Recorder Utility
આ સ્ટેપ મોબાઈલ માં કરવાથી કોઈ ફાયદો નથી, એટલે કોમ્પ્યુટર પર આ લીંક ઓપન કરવી.
Microsoft દ્વારા ઉપલબ્ધ આ સ્ક્રીન રેકોર્ડ યુટીલીટી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

2) Install Screen Recorder
ઉપર ની લીંક થી ડાઉનલોડ કરેલ exe ફાઈલને ડબલ ક્લિક કરો. ડબલ ક્લિક કરવાથી ફાઈલ Extract થશે જેના માટે લોકેશન પૂછશે. તમારા કોમ્પ્યુટર નું કોઈ એક ફોલ્ડર આના માટે આપી દેવું.

ફાઈલ્સ Extract થઇ જાય પછી જે ફોલ્ડર આપેલું એ ફોલ્ડર ઓપન કરો અને ત્યાં ૨ ફોલ્ડર દેખાશે. 32-bit અને 42-bit, તમારી Operating System પ્રમાણે નું ફોલ્ડર ઓપન કરો અને ScreenRecorder પ્રોગ્રામ રન કરો. તમે જયારે આ પ્રોગ્રામ રન કરશો ત્યારે તમને Windows Media Encoder 9 ઇન્સ્ટોલ કરવા કહેશે. જે તમે સ્ટેપ્સ ફોલો કરી ને કરી શકો છો. ફરીથી ScreenReocrder રન કરો અને આ વખતે screenrecorder ઇન્સ્ટોલેશન ચાલુ થશે.

3) Open ScreenRecorder
ઇન્સ્ટોલેશન થઇ જાય એટલે સ્ક્રીન રેકોર્ડર નો Icon તમારા કોમ્પ્યુટર ના Desktop પર આવી ગયો હશે, એને ડબલ ક્લિક કરીને સોફ્ટવેર ઓપેન કરો. ScreenRecorder કંટ્રોલ પેનલ અને અમુક ટીપ્સ સાથે ની સ્ક્રીન ઓપન થશે.

4) Select Element to Record
ડ્રોપ ડાઉન બોક્સથી સિલેક્ટ કરો કે તમારે ફૂલ સ્ક્રીન રેકોર્ડ કરવું છે કે ફક્ત કોઈ એક વિન્ડો નું રેકોર્ડીંગ કરવું છે.

નોંધ: જો તમારે Google Chrome નું રેકોર્ડીંગ કરવું હોય અને તમને ગુગલ ક્રોમ લીસ્ટ માં ના દેખાતું હોય તો એવું શક્ય છે કે તમારું Hangout ઓપન હોય, હેંગઆઉટ બંધ કરીને ફરી આ સોફ્ટવેર ચાલુ કરો એટલે આ પ્રોબ્લેમ સોલ્વ થશે.

5) Select If you want to Record your Voice

વિડીયો કેપ્ચર કરતી વખતે તમારો અવાજ પણ રેકોર્ડ કરવો હોય તો એ શક્ય છે. ScreenRecorder વિન્ડોઝ નું ડીફોલ્ટ Audio સેટિંગ યુઝ કરે છે.

6) Provide output file location
બધા સેટીંગ બરોબર થઇ જાય પછી રેકોર્ડીંગ ટુલ ઓપન કરો અને રેકોર્ડીંગ ચાલુ કરો તે પહેલા તમારે રેકોર્ડેડ વિડીયો ક્યાં સ્ટોર થશે એ માટે આઉટપુટ લોકેશન આપવું પડશે.
ScreenRecorder વિડીયો ને .WMV ફોરમેટ માં રેકોર્ડ કરશે જેથી આઉટપુટ ફોરમેટ ખુબ સારુ નહિ મળે.

7) Record your Screen as Video
બસ, થઇ ગયુ બધું સેટ… હવે ગ્રીન બટન ક્લિક કરીને રેકોર્ડીંગ ચાલુ કરી દો.

ઘણુ જ સરળ અને ઉપયોગી છે મિત્રો, બીજા બધા મિત્રો સાથે પણ શેર કરજો કે જેથી ઘણા મિત્રોને મદદ મળી રહે.

વોટ્સ એપ માં તમારી પોતાની પ્રાયવેસી રાખતા શીખો

whatsapp-privacy-tips-min

મિત્રો, વોટ્સએપ નો આપણે દિવસ માં એટલો યુઝ કરવા લાગ્યા છીએ કે એટલો આપણે હકીકત માં બીજા કોઈ ગેજેટ કે એપ્લીકેશન નો યુઝ નથી કરતા. હા, અમુક મિત્રોએ વોટ્સએપ ઉપર પૂરું નિયંત્રણ રાખેલ હશે અને એ સારુ છે જ, પણ અહી મારા જેવા એવા મિત્રોની વાત કરી રહ્યો છું કે જે સવારે ઉઠે ત્યારે બ્રશ કરતા કરતા થી લઈને સુવે ત્યારે આંખ મીંચતા પહેલા વોટ્સએપ નો ઉપયોગ કરે છે.

દોસ્ત, વોટ્સએપ નો ઉપયોગ જરૂરી રીતે અને અમુક સાવધાની સાથે કરો એ ખુબ જરૂરી છે. ખાસ કરીને ત્યારે કે જયારે તમે વોટ્સએપ સ્ટેટ્સ માં તમારા વિષે કોઈ અંગત વસ્તુ શેર કરતા હો અથવા તો વોટ્સએપ ના પ્રોફાઈલ માં તમે તમારા પરિવાર સાથેનો ફોટો રાખેલ હોય.

વોટ્સએપ ની દરેક અપડેટ માં એ કંઇક ને કંઇક નવા ફીચર લઈને આવે છે અને આ ફીચર વિશેની માહિતી આપવા અમે નેટયાત્રા.ઇન એપ્લીકેશન બનાવી છે મિત્રો. ચાલો આજે તમને સરળ ભાષા માં સમજાવીએ કે તમારા વોટ્સએપ ની પ્રાયવેસી કેવી રીતે અને શું કામે સેટ કરવી જોઈએ.

વોટ્સએપ પ્રાયવેસી

વોટ્સએપ ના લેટેસ્ટ અપડેટ પછી, તમારા વોટ્સએપ માં ૪ પ્રાયવેસી આપેલ છે. અને આ દરેક પ્રાયવેસી ખુબ જરૂરી અને ઉપયોગી છે.
તમારા વોટ્સએપ માં Settings –> Account –> Privacy માં જવાથી તમને બધી પ્રાયવેસી દેખાશે.

૧) લાસ્ટ સીન
તમારે તમારા કોઈ મિત્રો ને તમે ક્યારે છેલ્લે વોટ્સએપ ચાલુ કર્યું એ ના દેખાડવું હોય ત્યારે આ પ્રાયવેસી નું સેટઅપ કરવાનું રહે છે. અને જો તમે તમારા મિત્રોથી આ છુપાવશો તો વોટ્સએપ તમારા મિત્રોનું લાસ્ટ સીન પણ તમારા માટે બંધ કરી દેશે. વ્યવહારે છે ને? 🙂
પણ હવે એક ઓપ્શન એ છે કે, જે કોઈ મેસેજ કરનાર તમારા કોન્ટેક્ટ લીસ્ટ માં (એટલે કે ફોનબુકમાં) ના હોય ફક્ત એમના થી જ તમારે લાસ્ટ સીન સંતાડવુ હોય તો હવે સંતાડી શકાશે.

૨) પ્રોફાઈલ ફોટો
લાસ્ટ સીન ની જેમ, તમારો પ્રોફાઈલ ફોટો પણ હવે અજાણ્યા મિત્રો થી છુપાવી શકો છો. મને આ પ્રાયવેસી ફીચર ખરેખર કામનું લાગે છે. ખાસ કરીને તમે જયારે વોટ્સએપ માં તમારી પત્ની સાથેનો કે બાળકો સાથેનો ફોટો લગાવતા હો ત્યારે કોઈ ટપોરી જેવા અજાણ્યા લોકો તમારા પર્સનલ ફોટા નો દુરુપયોગ ના કરે એના માટે પ્રોફાઈલ ફોટો હમેશા “કોન્ટેક્ટ” ને દેખાય એ રીતે સેટ કરવો જોઈએ.

૩) સ્ટેટ્સ
આમ જોઈએ તો લગભગ સ્ટેટ્સ માં આપણે વન લાઈનર ક્વોટ જ રાખતા હોઈએ છીએ. પણ ઘણા મિત્રો ને આદત હોય છે કે એ ક્યાંય ફરવા જાય તો એના વિષે સ્ટેટ્સ માં લખે છે. આવી પરિસ્થિતિ માં તમારું સ્ટેટ્સ અજાણ્યા પાસે પહોંચતા વાર નથી લાગતી, ખાસ કરીને જયારે કોઈ તમને ફોલો કરતુ હોય. સલામતી એમાં જ છે કે સ્ટેટ્સ પણ ‘કોન્ટેક્ટ’ પુરતું માર્યાદિત રાખીએ.

૪) રીડ રીસીપ્ટ
જેવો આપણે મેસેજ મોકલીએ એ સાથે જ સામે વાળાએ વાંચ્યો કે નહિ એ જાણવા થોડી થોડી વારે બ્લ્યુ ટીક ની રાહ જોતા હોઈએ છીએ. હવે ઘણી વખત એવું બને કે તમારે કોઈ ને તમે એમનો મેસેજ વાંચ્યો કે નહિ એ છુપાવવું હોય. આવા સમયે આ બટન થી તમે રીડ રીસીપ્ટ બંધ કરી શકો છો. મને પર્સનલી આનો કોઈ ખાસ ઉપયોગ નથી દેખાતો. તેમ છતાં કદાચ તમને યોગ્ય લાગે તો તમે ઉપયોગ કરી શકો છો.

તો મિત્રો, સલામતી મળે છે તો સલામત કેમ ના રહીએ.
તમને યોગ્ય લાગે તો વોટ્સએપ ની પ્રાયવેસી વિશેની આ નાની એવી પણ અગત્યની પોસ્ટ બીજા મિત્રો સાથે શેર કરજો.
©Netyatra.in

એક જ વોટ્સએપ નંબરને બે અલગ અલગ મોબાઈલ પર કઈ રીતે ચલાવશો?

વોટ્સએપ ને કોમ્પ્યુટર થી કઈ રીતે ચલાવવું એ તો શીખવાડેલું. એ પણ શક્ય છે અને શીખવીશું કે એક જ મોબાઈલ પર બે વોટ્સએપ એકાઉન્ટ કઈ રીતે ચલાવવા. પણ અત્યારે વાત થઇ રહી છે, એક જ વોટ્સએપ નંબર ને બે અલગ અલગ મોબાઈલ પર ચલાવવો.

એક જ વોટ્સએપ ને બે જગ્યાએ ચલાવવાની જરૂર ક્યારે પડે?

1) એક મોબાઈલ ઘરે રાખતા હોઈએ અને બીજો ઓફિસે
૨) પતિ પત્ની બંને એક જ વોટ્સએપ યુઝ કરતા હોય 😀
૩) જયારે એક મોબાઈલ માં કીબોર્ડ ના ફાવતું હોય પણ દેખાવ એ મોબાઈલ નો જ સારો હોય 😉

આ સિવાય તો બીજા કોઈ કારણ દેખાતા નથી કે આવી જરૂર પડે.

અચ્છા હવે વાત એમ છે કે આ જાદુ કરવો કઈ રીતે?

અઘરી રીત છે એક, પણ એ રીત સમજાવવી પણ અઘરી છે, અનુસરવી પણ અઘરી છે અને અનુસર્યા પછી સફળતા મળશે કે નહિ એ પણ એક પ્રશ્ન છે.

એટલે આપણે એ માથાકૂટ માં નહિ પડતા, સરળ રસ્તો અપનાવીએ.

એક જ વોટ્સએપ નંબર ને બે અલગ અલગ મોબાઈલ ફોન માં ચલાવવાની રીત

૧) તમારા જે ફોન માં વોટ્સએપ એપ્લીકેશન છે એ અપડેટેડ ના હોય તો અપડેટ કરી દો
૨) તમારા બીજા ફોન માં કે જ્યાં તમારે આ સેઈમ વોટ્સએપ યુઝ કરવું છે, તે મોબાઈલ નું વેબ બ્રાવઝર ખોલો. (ગુગલ ક્રોમ , સફારી વિગેરે)
૩) બ્રાવઝર ના સેટિંગ્સ માં જઈને “Desktop site” મોડ સિલેક્ટ કરો
૪) જો ડેસ્કટોપ મોડ બરોબર એક્ટીવેટ થઇ ગયો હશે તો તમારા બ્રાવઝર માં QR કોડ દેખાશે (બાર કોડ જેવો કોડ)
૫) તમારા પહેલા ફોન માં કે જ્યાં વોટ્સએપ ચાલતું હતું, ત્યાં વોટ્સએપ ના સેટિંગ્સ માં જઈને Whatsapp Web ક્લિક કરો એટલે QR કોડ સ્કેન કરવાનો મોડ આવશે
૬) હવે, તમારા પહેલા ફોન ના કેમેરા થી બીજા ફોન માં કે જ્યાં QR કોડ દેખાય છે, એને સ્કેન કરો (કેમેરો એ કોડ ઉપર રાખો અને કોડ રીડ કરો )
૭) જેવો કોડ સ્કેન થશે કે તમારા બીજા ફોન માં પણ સેઈમ વોટ્સએપ ચાલુ થઇ જશે.

બસ હવે કરો મોજેમોજ. તમારા બંને ફોન માં એક જ વોટ્સએપ ચાલુ રહેશે. આ જ વસ્તુ ટેબલેટ માં પણ કરી શકાય છે.

પોસ્ટ ગમી હોય તો બીજા મિત્રો સાથે અચૂક શેર કરજો

©Netyatra.in

એન્ડ્રોઈડ ફોનની સ્પીડ વધારવાના ૫ સરળ સ્ટેપ્સ

શું તમે તમારા ફોનની સ્પીડ વધારવા માંગો છો તો નીચેની સરળ ટિપ્સ ધ્યાનમાં રાખો.

 • તમારા ફોનનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરો

વર્ઝન અપડેટ કરવાથી નવા ફીચર્સ અને લટેસ્ટ સિક્યુરિટી મળશે અને સાથે તમારા ફોનની સ્પીડ પણ ઇમપ્રુવ થશે.

 • તમારા ફોનમાં રહેલી ન જોઈતી એપ્લિકેશન અનઈંસ્ટોલ કરો

યાદ રાખો કે આવી એપ્લિકેશન ખાલી મોબાઈલમાં જગ્યા રોકે છે જેથી ફોનની સ્પીડ બ્રેક થાય છે.

 • હિડન એપ્લિકેશન ડિસેબલ કરો

ઘણી એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં ચાલતી હોય છે જેમ કે સ્કેનિંગ, ટ્રેકિંગ રિયલ પ્લેસ વગેરે તેને ડિસેબલ કરો . તેને માટે setting –> app –> app manger માં જઈ ડિસેબલ કરો.

 • સમયાંતરે તમારા ફોનમાં રહેલી એપ્લિકેશનને અપડેટ કરતા રહો

તેના માટે ગૂગુલ પ્લે જઈ ચેક કરો અને અપડેટ કરો. તેનાથી એપ્લિકેશનમાં રહેલી બગ્સ ફિક્સ થઇ જશે.

 • લાઇવ વોલપેપર અને એનિમેશનને અવોઇડ કરો

લાઈવ વોલપેપરથી બેટરી જલ્દી ડ્રેઇન થાય છે અને સ્ટાર્ટ કરીયે ત્યારે પણ એટલી જ બેટરી કન્ઝયુમ થાય છે. તે સાથે તમારા સ્માર્ટ ફોનમાં એનિમેશન ઇફેક્ટ આવેલી હોય તે પણ અવોઇડ કરો. સેટિંગ–> devloper option –> windows animation scale –> animation scale off આવી રીતે એનિમેશન બંધ કરો.

આ રીતે નાની નાની બાબત ધ્યાનમાં રાખી તમે તમારી બેટરી ડ્રઈન આઉટ કરતી બચાવી શકો છો.

ખુબ જ સિમ્પલ પણ ખુબ જ કામની પોસ્ટ છે. બીજા મિત્રો સાથે અચૂક શેર કરજો, તમને દુવાઓ માં યાદ રાખશે 🙂

નવુ લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન માં રાખવા જેવી ૧૦ બાબતો

નવું લેપટોપ ખરીદતા વખતે લોકો એવું પૂછે છે કે કયું લેપટોપ એની જરૂરિયાત માટે  સૌથી બેસ્ટ રહેશે? વેલ, આનો જવાબ ચોક્કસ ના હોઈ શકે કારણ કે અત્યારે માર્કેટમાં કેટલી બધી જાતના  લેપટોપ  ઉપલબ્ધ છે, જે તમારા બજેટને અનુકૂળ હોય. અહીં એક ચેકલીસ્ટ આપી છે, જેથી તમે નવું લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન રાખી શકો.

1.સાઈઝ:

જો તમારા માટે portability  મેઈન કન્સર્ન હોય તો તમે નોટબુક પર તમારી પસંદગી ઢોળી શકો છો… નાની સ્ક્રીન અને હળવું વજનને કારણે એ બેસ્ટ રહેશે. માર્કેટમાં લેપટોપ-અલ્ટ્રાબુક જે તમારા ખિસ્સાને અનુકૂળ, સ્લિમ અને લાઇટ હોવું જોઈએ. અને હા તમે એવા લેપટોપ જુઓ જેની સ્ક્રીન 12.5-13.3 ઇંચ અને વજન 1-1.5 kg. જેટલું હોય.

2.સ્ક્રીન ક્વોલિટી:

તમારે કલાકો લેપટોપ સામે બેસી વર્ક કરવાનું હોય છે એટલે તમે એવા લેપટોપ પર પસંદગી ઉતારો જેની સ્ક્રીન જોવામાં કમ્ફર્ટેબલ હોય. અત્યારે માર્કેટમાં ઘણા લેપટોપ ટચસ્ક્રીન સાથે અવેલેબલ છે, જે ગ્લોસી હોય છે. જેના રિફલેક્શનને  આપણી આંખને નુકસાન પહોંચી શકે, માટે ટચસ્ક્રીન અવોઇડ કરવું. એ સિવાય Resolution જોવું  જોઈએ. 1920×1080- પિક્સલ રિસોલ્યુશન (aka full HD) પણ કનસિડર કરી શકાય છે. આ સાથે  Viewing angles પણ બહુ ઈમ્પોર્ટન્ટ છે. અત્યારે IPS(in-plane switching) ટેક્નોલોજી વાઇડેસ્ટ એન્ગલ અને સારો યુઝર કમ્ફર્ટ આપે છે.

3. કીબોર્ડ ક્વોલિટી:

નવું લેપટોપ ખરીદો ત્યારે તેના કીબોર્ડની ક્વોલિટી જરૂર ચેક કરો. કીબોર્ડ બહુ હાર્ડ ના હોવું જોઈએ. સાથે સાથે તેની કી ફુલ સાઈઝ હોય અને તેની એરો કીની આસપાસ થોડી સ્પેસ હોય.સાથે સાથે એ પણ ચકાસી લો કે કીબોર્ડ becklit (એટલે એવું કીબોર્ડ કે જેની કીની અંદર લાઇટ હોય જે અંધારામાં ચળકતી હોય) છે કે નહીં એટલે કે જ્યારે તમારે ઓછા પ્રકાશ કે અંધારામાં વર્ક કરવું હોય તો સારું રહે.

4. સીપીયુ:

જ્યારે નવું લેપટોપ લો છે ત્યારે તેમાં કયું ઇન્ટેલ core-based સીપીયુ પસંદ કરવું એ અઘરું છે. તમે core i3, i5, i7 પસંદ કરો. મલ્ટીટાસ્કિન્ગ વર્ક માટે તે બેસ્ટ છે.  I3 બેઝ  જનરલી એન્ટ્રી લેવલ નોટબુકમાં જોવા મળે છે, જ્યારે i5 બેઝ લેપટોપ વધુ વપરાય છે પણ બેસ્ટ પર્ફોર્મન્સ માટે i7 આઇડિયલ રહે છે, પણ એ વાત છે કે તેનાથી લપટોપના નીચેનો ભાગ ગરમ રહે છે, માટે લાંબો ટાઈમ ખોળામાં રાખવાનું ટાળવું.

5. Ram:

4 GB કે તેથી વધુ RAM તમારા લેપટોપ માટે બેસ્ટ રહે છે. વધુ RAM એટલે વધુ એપ્લિકેશન અને ડેટા વાપરી શકો.

6. સ્ટોરેજ:

અત્યારે ઘણી બધી ટાઇપની હાર્ડડ્રાઇવ તમારી રેન્જમાં મળી જશે પરંતુ અત્યારના સ્લિમ અને હળવા લેપટોપ માટે એ સારો ઓપ્શન નથી કારણ કે તે તમારા લેપટોપને સ્લો કરશે, ઘણી બલ્કી, અવાજ અને હિટ ઉત્પન્ન કરશે. એના કરતાં solid state drive(SSD) તમને હાર્ડડ્રાઇવ કરતા વધુ સ્પીડ આપશે. જે તમારા લેપટોપમાં ફોર્મ ફેક્ટરથી ઇન્સ્ટોલ થઈ જશે. જે હેવી વેઇટ પણ નથી, પરંતુ એ ખાલી 128gb અને 256gb માં જ અવેલેબલ છે. લેપટોપ 256gb SSD સાથે થોડું મોંઘુ પડે છે. 128GB SSD તમારા બજેટ માટે બેસ્ટ રહેશે. આ સિવાય નવા લેપટોપમાં NVMe solid-state drives આવી છે જે SSD કરતા વધુ ફાસ્ટ છે.

7. બેટરી લાઈફ:

બેટરી લાઈફ તમારા લેપટોપની સ્ક્રીન બ્રાઇટનેસ, સ્ક્રીનનું રિઝોલ્યુશન અને તમે કયા ટાસ્ક પર કામ કરો છો તેના પર ડિપેન્ડ કરે છે. જે પણ પ્રોગ્રામ તમે રન કરો છો એ વધુ પ્રોસેસિંગ માંગી લે છે તો આના કારણે તમારી બેટરી ડ્રેઇન થઈ જતી હોય છે. બેટરીની રેટિંગ તેના watt-hours(wh) અથવા milliamp- hours(mAh) પર હોય છે. એટલે જેટલો આનો આંકડો મોટો એટલી જ બેટરી લાંબી ચાલે છે.

8. USB 3.0:

તમારા લેપટોપ સાથે usb 3.0 મળે છે. જે તમને external વર્ક માટે જરૂરી છે. એટલે લેપટોપ ખરીદતા પહેલા એ પણ જોવું કે લેપટોપ સાથે usb પોર્ટ ફ્રી મળે છે કે નહીં.

9. ફિંગરપ્રિંન્ટ રીડર અને TPM:

ફિંગરપ્રિન્ટ રીડર બહુ સારું પડશે જ્યારે તમે મોબાઈલ ડિવાઈઝથી લોગીન કરો છો ત્યારે અને લેટેસ્ટ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ સાથે પણ અને વિન્ડોઝ હેલો સિસ્ટમ  ઉપયોગ કરો છો ત્યારે પણ.

10. બિલ્ટ ક્વોલિટી:

આપણે ગમે તેટલું ધ્યાન રાખીયે પણ લેપટોપનું ક્યારેક તો પડવું કે અથડાવું સ્વાભાવિક છે. કેટલાક લેપટોપ પાણીથી તો કેટલાક સ્પેશિયલી ગંદા વાતાવરણમાં વર્ક કરવાથી તો કેટલાકમાં મિલિટરી ગ્રેડ પ્રોટેક્શન આવે છે. કેટલાક લેપટોપ તો તેના પર કોઈ લિકવિડ પડે તો પાણીથી સાફ કરો તેવા પણ મળે છે. તો ખરીદતા પહેલા એ ચેક કરી લેવું અને સાથે એનું કોઈ સર્ટિફિકેટ આપવામાં આવે છે કે નહીં એ પણ જોઈ લેવું.

તો ઉપરની દસ બાબતોનું ધ્યાન રાખો અને તમારા બજેટને અનુકૂળ લેપટોપ લો તો કદાચ થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ પણ કરવું પડે. આશા છે તમને તમારું મનગમતું લેપટોપ મળે એ સાથે happy shopping.

આઈ ફોન થી કોમ્પ્યુટર કે લેપટોપ એક્સેસ કરતા શીખો

તમારા કોમ્પ્યુટરને આઈફોન દ્વારા કઈ રીતે Access કરી શકો? ખુબ જ સરળ છે મિત્રો.

              એવી ઘણી બધી રીત ઉપલબ્ધ છે જેના દ્વારા તમે તમારા કોમ્પ્યુટરને આઈફોન દ્વારા ઍક્સેસ(access) કરી શકો છો, પરંતુ આમાંની લગભગ રીત(method) ખર્ચાળ અને મોંઘી છે જે તમે એક વખત કે મહિને કે વાર્ષિક  ફી ચૂકવીને વાપરી શકો છો પણ આપણે એક એવી રીત વિશે વાત કરીશું જે તદ્દન મફત અને વાપરવામાં ખૂબ સરળ છે.

            આ રીત પણ ગૂગલબાબાની દેન છે જેનું નામ છે,“Chrome Remote Desktop” જે ઇન્સ્ટોલ કરવું અને વાપરવું બહુ જ સરળ છે. તો જાણીએ કઇ રીતે તેને વાપરશું…

 1. સૌ પ્રથમ તમારે તમારા કોમ્પ્યુટરમાં Google Chrome Browser ઓપન કરવાનું રહેશે. જો તમારા કોમ્પ્યુટર ઓર આ browser ના હોય તો તમે તે com/ chrome પરથી ડાઉનલોડ કરી શકો છો.
 2. ત્યારબાદ તેમાં ઉપર જમણી બાજુ આપેલા બ્લ્યૂ બટન “sign in” પર ક્લિક કરી, તેમાં તમારું ગૂગલ યુસર નેમ અથવા ઇ-મેઇલ આઇડી, પાસવર્ડ નાખી સાઈન ઈન કરો.
 3. Chrome browserમાં વેબ સ્ટોર ઓપન કરી તેમાં chrome remote desktop સર્ચ કરો અને તમારી કોમ્પ્યુટર સ્ક્રીન પર ઉપરની બાજુ જમણી સાઈડ આપેલ“ add to chrome” બટન પર ક્લિક કરી, pop-up વિન્ડોમાં “add app” પર ક્લિક કરો.
 4. ત્યારબાદ ઉપર સાઈડ જમણી બાજુ આપેલું લીલા રંગનું બટન “launch app” પર ક્લિક કરી “authorize” પર ક્લિક કરો અને ત્યારબાદ pop-up વિન્ડોમાં “Allow” પર ક્લિક કરવાનું રહેશે.
 • My computerના હેડિંગ નીચે “get started” ને ક્લિક કરી “enable remote connections” બટન પર ક્લિક કરો.
 • તમારે 6 કે તેથી વધુ digitsનો પિન બનાવી રિમોટ કોમ્પ્યુટરમાં લોગ ઈન કરો. આ પિન તમે જ્યારે જ્યારે રિમોટ કોમ્પ્યુટરમાં લોગ ઇન કરશો ત્યારે નાખવાનો રહેશે.
 • Pop-up windowમાં “yes” પર ક્લિક કરો અને ત્યારબાદ remote કનેક્શન ઈનેબલ કરવા માટે “ok” પર ક્લિક કરો.
 1. હવે આઈફોનમાં ઍપ સ્ટોરમાં જઈ chrome remote desktop સર્ચ કરો અને ઇન્સ્ટોલ કરો.
 2. ત્યારબાદ આઈફોન પર chrome remote desktop appમાં લોગઇન કરો અને તમે જે કોમ્પ્યુટરને access કરવા માંગતા હોવ તેને સિલેક્ટ કરો. એકવાર સિલેક્ટ થઈ જાય ત્યારબાદ 6 digit pin એન્ટર કરી “connect” પર ક્લિક કરો.

          બસ, ત્યારબાદ તમે તમારા આઇફોન દ્વારા કોમ્પ્યુટરને કન્ટ્રોલ કરી શકશો. જમણી બાજુ આપેલ કમાન્ડ બટન પર tap કરો. આમાં તમને virtual mouse, virtual keyboard, ફૂલસ્ક્રીન મોડ અને હેલ્પ એન્ડ ફીડબેક માટેના આઇકોન(icon) દેખાશે જેનો તમે ઉપયોગ કરી શકશો. જેમ તમે કોમ્પ્યુટરની સામે બેસીને કામ કરતા હોવ તેમ તમે કોઈપણ પ્રોગ્રામ, ફાઇલ, ફંક્શન્સ access કરી શકશો. જ્યારે કામ થઈ જાય ત્યારે તમે × બટન ક્લિક કરી ડિસ્કનેક્ટ કરી શકો છો અથવા આઇફોનના હોમ બટનને ક્લિક કરી મિનીમાઇઝ પણ કરી શકો છો.

    આ થોડી લાંબી પણ સરળ રીત છે . આ રીત દ્વારા તમારું કામ તમે સ્માર્ટલી, ખૂબ સરળ અને ઝડપથી કરી શકશો.