Author Archives: Yash

ઘરે બેઠા આધાર નંબરને મોબાઈલ નંબર સાથે જોડો – ખુબ સરળ માહિતી

ભારત સરકાર દ્વારા મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઈન ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી ચોક્કસથી લંબાવી દેવાઈ છે પરંતુ તે સાથે જ હવે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેના દ્વારા આ પ્રક્રિયા માટે તમારે મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર સુધી જવાની જરૂર નથી. ટેલિકોમ કંપનીઓ દ્વારા આધાર નંબરને લિંક કરાવવા માટેના મેસેજીસનું રીતસરનું બોમ્બાર્ડિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે ઘરે બેઠા આ પ્રક્રિયા થઇ રહી હોય ગ્રાહકો ખુબ જ ખુશખુશાલ છે આ સિવાય ઘણા સર્વિસ પ્રોવાઇડરને ત્યાં ફિંગર સ્કેનર પણ બરાબર કામ ન કરતુ હોય ગ્રાહકોને મુશ્કેલી થઇ રહી હતી જે હવે પછી નહિ થાય તેવી આશાઓ સેવાઈ રહી છે.

આજે અમે આપને જણાવીશું કે ઘરે બેઠા માત્ર એક જ નંબર પર ફોન કરવાથી કઈ રીતે તમે તમારા આધાર નંબરને તમારા ફોન સાથે લિંક કરી શકો છો, આ પ્રક્રિયા શરુ કરતા પહેલા તમારું આધાર કાર્ડ તમારા હાથમાં રાખો. અત્યારે આ સેવા એરટેલ, વોડાફોન અને આઈડિયા ના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આવનારા દિવસોમાં જીઓ તથા બીએસએનએલ પણ આ સેવા અપનાવે તેવી શક્યતાઓ છે.

૧. તમારા મોબાઈલ પરથી ૧૪૫૪૬ પર ફોન કરો

૨. NRI અથવા ભારતીય માંથી લાગુ પડતો વિકલ્પ પસંદ કરો

૩. IVR ના કહેવા અનુસાર ૧ દબાવી આધાર કાર્ડ લિંક કરવા ની પ્રક્રિયા શરુ કરો

૪. ૧૨ અંક નો આધાર નંબર એન્ટર કર્યા બાદ કન્ફર્મેશન માટે ૧ દબાવો, જો આધાર નંબર ખોટો એન્ટર થયો છે તો આગળના વિકલ્પ ને અનુસરો.

૫. તમારા આધાર કાર્ડ સાથે રજીસ્ટર મોબાઈલ પર One Time Password એટલે કે OTP આવ્યો હશે

૬. હવે IVR દ્વારા મોબાઈલ ઓપરેટર પાસે રહેલ તમારું નામ અને જન્મ તારીખ જણાવવામાં આવશે જે તમારે તમારા આધાર કાર્ડ સાથે કન્ફર્મ કરવાની રહેશે.

૭. હવે IVR દ્વારા તમારા મોબાઈલના અંતિમ ૪ અંક કહેવામાં આવશે જે તમારે વેરીફાય કરવાનું રહેશે, હવે તમારા મોબાઈલ પર આવેલ OTP તમારે એન્ટર કરી અને ૧ પ્રેસ કરવાનો છે તે સાથે જ તમારું વેરિફિકેશન પૂર્ણ થશે.

મોબાઈલ કંપની તરફથી તમને વેરીફકેશન પૂર્ણ થયાનો મેસેજ મળી જશે અને આવનારા ૪૮ કલાક માં આ પ્રક્રિયા પુરી થઇ જશે

આ ખુબ જ મહત્વની માહિતી આપના મિત્રો સુધી પહોંચાડવાનું ચૂકશો નહિ.

‘નેટયાત્રા’ પર રજુ કરાયેલી આ પોસ્ટ પરમીશન વગર કોપી-પેસ્ટ કરવી ગુનાહ પાત્ર છે

JIO કાર્ડ હોય તો ઇન્ટરનેટ ની સ્પીડ વધારવાની ટ્રિક્સ

JIO દ્વારા સસ્તા 4G ઇન્ટરનેટની સર્વિસ લોન્ચ કરાયા પછી હવે શ્રી ધીરુભાઈ અંબાણી નું સપનું ” હર હાથ મે મોબાઈલ” પૂરું થઇ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. નાના માં નાના મજુર થી લઈને BMW Audi લઈને ફરનાર પણ Jio ફીવરમાં જોડાઈ ગયા છે, જોકે શરૂઆતી તબક્કા બાદ હવે જ્યારથી JIO ની પેઈડ સર્વિસ શરુ થઇ છે ત્યારથી સ્પીડ ની કમ્પ્લેન પણ વધી રહી છે. જો તમે YouTube પર કોઈ વિડિઓ જોઈ રહ્યા હશો તો તમે બીજી એપ્સમાં અથવા કશું ડાઉનલોડ કરવામાં સ્પીડ ધીમી મળશે એ સમયે અમે આપને JIO માં કઈ રીતે વધુ સ્પીડ મેળવવી તેની ટ્રિક્સ આપશું.

Settings -> Mobile Networks -> Jio 4G -> Click On Top Right Corner -> New Apn -> Save

આ સાથે જ તમે તમારા JIO ઇન્ટરનેટ માટે નવું APN બનાવી દીધું છે, હવે નીચેના સ્ટેપ્સમાં રહેલી માહિતી APN ની વિવિધ ટેબમાં એન્ટર કરી દો.

Name – Filpshope.com -> APN – Joined -> APN Type – Default -> Proxy – Not Set

Port – Not Set -> Username – Not Set -> Password – Not Set

Server – www.google.com -> MMSC – Not Set -> MMS proxy – Not Set

MMS port – Not Set -> MCC – 405 -> MNC – 857, 863 or 874

Authentication type – Not Set -> APN Protocol – IPv4/IPv6

બસ હવે આ સેટિંગ્સ સેવ કરી લો અને તમારો ફોન રિસ્ટાર્ટ કરી દો.

આ સેટિંગ્સ થી તમારા ફોન ને કોઈ જ નુકશાન નહિ થાય અને તમે ઈચ્છો ત્યારે આ સેટિંગ્સ ડીલીટ કરી શકો છો. આ સેટિંગ્સ ડીલીટ કરવા માટેના સ્ટેપ્સ નીચે મુજબ છે.

Settings -> Mobile Networks -> Select Sim Slot -> Select APN -> Click On Top Right Corner -> Delete APN

આ સેટિંગ્સ કર્યા બાદ તમને તમારા JIO નેટવર્ક પર 20MBPS સુધી સ્પીડ મળશે.

આ ખુબ જ મહત્વની માહિતી આપના મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલશો નહિ.

નોંધ: આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના એડમીન ની પરવાનગી વગર કોપી-પેસ્ટ કરવાની મનાઈ છે

તમારા મોબાઈલ નંબર સાથે તમારું આધાર કાર્ડ કઈ રીતે જોડશો?

ભારત સરકારના આદેશાનુસાર ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ પહેલા જો તમે તમારા મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડનું જોડાણ નહિ કરો તો ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ થી તમારો ફોન નંબર કામ નહીં કરે. અહીં બતાવેલા સરળ સ્ટેપ્સ દ્વારા પણ તમે તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે જોડી શકો છો

તમે તમારા આધાર કાર્ડની ઝેરોક્સ કોપી સાથે તમારા મોબાઈલ ઓપરેટરના કોઈ પણ સ્ટોર પર જઈ અને તેમને વિનંતી કરી શકો છો. તમારા આધાર કાર્ડની ડિટેલ્સ એન્ટર કરતાજ તમારા આધાર રજીસ્ટર્ડ મોબાઈલ પર તમને એક પિન કોડ મળશે જે તમને સ્ટોર પર આપો. હવે તમારે બાયોમેટ્રિક વેરિફિકેશન માટે થમ્બ થમ્બ પ્રિન્ટ આપવાની છે. આ પ્રક્રિયા પૂર્ણ થતા જ તમને ટેલિકોમ ઓપરેટર તરફ થી વેરિફિકેશન નો મેસેજ આવશે જેના જવાબમાં તમારે Yes મોકલી આપવાનું છે. બસ આ સાથે જ તમારો આધાર નંબર તમારા મોબાઈલ નંબર સાથે જોડાઈ જશે,

તમારા આધાર કાર્ડ પર અન્ય કોઈ નંબર રજીસ્ટર કરવામાં માટે તમારે સૌથી પહેલા UIDAI એટલે આધાર કાર્ડની અધિકારીક વેબસાઈટ પર જવાનું રહેશે. અહીંયા તમે તમારા આધાર કાર્ડમાં રહેલ એડ્રેસ – જન્મ તારીખ – નામ તથા મોબાઈલ નંબર ચેન્જ કરી શકો છો. કોઈ પણ બદલાવ કરવા માટે તમારે તમારો આધાર નંબર એન્ટર કરવાનો રહેશે. આધાર નંબર એન્ટર કરતા જ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ પર વન ટાઈમ પાસવર્ડ આવશે. જે એન્ટર કરતા જ તમે તમારા આધાર કાર્ડ પર જરૂરી બદલાવ કરી શકો છો.

આ ખુબ જ મહત્વની પોસ્ટ આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ

વોટ્સએપની નવી નક્કોર અપડેટ – અઢળક નવા ફીચર સાથે

છેલ્લા કેટલાય સમયથી વોટ્સએપ યુઝર્સની એક ફરિયાદ હતી કે ગ્રુપમાં ભૂલ થી કોઈ મેસેજ મોકલાઈ ગયો હોય તો એ ડીલીટ કઈ રીતે કરવાનો ? આખરે હવે વોટ્સએપ દ્વારા આ ફીચર પણ ઉપલબ્ધ કરાવી દેવાયું છે. આ સિવાય વોટ્સએપની સૌથી લેટેસ્ટ અપડેટમાં શું ફેરફાર આવ્યા છે તે પણ અમે આપ માટે લાવ્યા છીએ.

ડીલીટ મેસેજ

સૌથી પહેલા તો જે મેસેજ ખોટો પોસ્ટ થઇ ગયો છે તેને સિલેક્ટ કરો. સિલેક્ટ કર્યા બાદ જમણા ખૂણા પર ડીલીટ નો આઇકન છે તેના પર ક્લિક કરતા જ એક ડ્રોપ ડાઉન મેન્યુ આવશે જેમાં તમને ૨ વિકલ્પ મળશે. ૧) બધા માટે ડીલીટ કરો અને ૨) માત્ર ડીલીટ કરો. અહીંયા બધા માટે ડીલીટ કરવાનું ઓપશન સિલેક્ટ કરતા જ એ મેસેજ ગ્રુપ ચેટ માંથી જ ડીલીટ થઇ જશે તથા અન્ય કોઈ ગ્રુપ મેમ્બર એ મેસેજ વાંચી નહિ શકે. જોકે આ માટે વોટ્સએપ દ્વારા અમુક કંડિશન્સ પણ મુકવામાં આવી છે જે નીચે મુજબ છે.

૧) મેસેજ મોકલ્યાની સાત મિનિટ માં જ તમે તે મેસેજ ડીલીટ કરી શકો છો. જો સાત મિનિટ પસાર થઇ ગઈ તો તમે તે મેસેજ ડીલીટ નહીં કરી શકો.

૨) ડીલીટ ફોર એવરીવન માટે તમામ યુઝર્સ પાસે જે-તે ઓપરેટિંગ સિસ્ટમ અનુસાર વોટ્સએપનું લેટેસ્ટ અપડેટેડ વરઝ્ન હોવું જરૂરી છે. જો જૂનું વર્ઝન હશે કે વોટ્સએપ પ્લસ/વોટ્સએપ જીબી જેવા ક્લોન વર્ઝન હશે તો તેઓ આ ફીચર નો લાભ નહીં લઇ શકે.

લાઈવ લોકેશન

વોટ્સએપ દ્વારા આ અપડેટમાં એક અતિ મહત્વનું ફીચર ઉમેરવામાં આવ્યું છે. Share Live Location . વિદેશમાં તો ઠીક પણ જે રીતે ભારતમાં ઘણી જગ્યાઓએ મહિલા સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા છે ત્યાં આ ફીચર ખુબ જ મદદરૂપ થઇ શકે છે. આ ફીચર નો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં જીપીએસ ચાલુ હોવું જરૂરી છે. તમે જે વ્યક્તિ સાથે તમારું લાઈવ લોકેશન શેર કરવા માંગતા હોય એમના વોટ્સએપ પર જઈ અને લોકેશન ઓપશન સિલેક્ટ કરતા જ તમને સહુ થી પહેલું જ ઓપશન મળશે Share Live Location બસ અહીંયા ક્લિક કરતા જ તમારું Live Location જે તે વ્યક્તિ સુધી પહોંચતું થઇ જશે. ખાસ કરીને મહિલાઓ જયારે અજાણ્યા વિસ્તાર કે શહેરમાં ટ્રાવેલ કરી રહી હોય ત્યારે તેમના પરિવારજનો સુધી તેમના લોકેશનની માહિતી પહોંચી શકે તે આ ફીચર કામ કરશે.

નવા નક્કોર ઇમોજીસ

ઈમોશન્સ નું સ્થાન હવે ધીમે ધીમે ઇમોજીસ લઇ રહ્યા છે અને વોટ્સએપ દ્વારા આ નવા વર્ઝન માં ઇમોજીસ ને પણ નવા રંગરૂપમાં મુકવામાં આવ્યા છે. જોકે પહેલી નજરે તરત પસંદ પડે તેવા નથી પણ બીજો કોઈ વિકલ્પ ન હોય ધીમે ધીમે તમારી આંખો એ ઇમોજીસ સાથે સેટ થઇ જશે.

આ અતિમહ્ત્વનો આર્ટિકલ આપના મિત્રો સુધી શેર કરવાનું ચૂકશો નહિ

પ્રથમ ગુજરાતી ટેકનોલોજી સમાચારો ની એપ્લીકેશન એટલે ‘નેટ યાત્રા’ – તદન મફત ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

Screen Overlay Detected થી છુટકારો મેળવવાનો સૌથી સરળ રસ્તો

મોટાભાગના એન્ડ્રોઇડ અને મુખ્યત્વે સેમસંગ મોબાઈલ ફોનમાં આ બહુ જ સામાન્ય પ્રશ્ન છે. જયારે કોઈ નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને એને તમારા કોન્ટેક્ટ-લોકેશન-કેમેરા-ઇન્ટરનલ સ્ટોરેજ વગેરે વગેરેની પરમિશન આપવાની વાત આવે એટલે આ Screen Overlay Detected ની એરર આવે અને ઘણા ધમપછાડા બાદ પણ એમાં નિષ્ફળતા જ મળતી હોય છે. આજે અમે આપને આ એરર દૂર કરવાના બહુ જ સરળ રસ્તાઓ બતાવીશું.

પહેલો રસ્તો

સૌથી પહેલા તો ફોન સ્વીચ ઓફ કરી દેવાનો છે. ફોન ફરી થી ઓન કરવા માટે પાવર કી ની સાથે સાથે વોલ્યુમ ડાઉન કી પણ કન્ટિન્યુ પ્રેસ કરી રાખવાની છે. ફોન સ્વીચ ઓન થાય અને સેમસંગ અથવા તો એન્ડ્રોઇડનો લોગો આવે એટલે પાવર કી છોડી અને માત્ર વોલ્યુમ ડાઉન કી પ્રેસ કરી રાખો. તમને ડિસ્પ્લે પર જોવા મળશે કે હવે તમે Safe Mode માં ફોન શરુ કર્યો છે. હવે સેટિંગ્સ માં જાઓ ત્યાર બાદ એપ્લિકેશન માં અને ત્યાંથી તમારે જે-તે એપ્લિકેશનને જે પણ પરમિશન આપવી છે એ પરમિશન આપી શકો છો. પરમિશન આપ્યા બાદ ફોન નોર્મલ મોડમાં જ રિસ્ટાર્ટ કરવાનો છે, હવે તમે જે-તે એપ્લિકેશનમાં જઈને જોઈ શકો છો, ત્યાં તમે આપેલી પરમિશન સેવ થઇ ગઈ છે.

બીજો રસ્તો

OnePlus અને અન્ય ઘણા મોબાઈલ ફોનમાં માં તમારે Safe Mode માં જવામાટે પાવર કી લોન્ગ પ્રેસ કાર્ય બાદ જયારે પાવર ઓફ નો વિકલ્પ આવે ત્યારે તે આઇકન પર લોન્ગ પ્રેસ કરી રાખવાથી પણ તમે Safe Mode ઍક્સેસ કરી શકો છો. Safe Mode માં ગયા બાદ ઉપર મુજબના સ્ટેપ્સ થી તમે એપ્લિકેશન ને પરમિશન આપી શકો છો.

ત્રીજો રસ્તો

મોબાઈલ ફોનના સેટિંગ્સમાં ગયા બાદ જમણી બાજુ કોર્નરમાં તમને મેગ્નીફાયર ગ્લાસનો સિમ્બોલ જોવા મળે છે. તેના ઉપર ક્લિક કરી અને સર્ચ બારમા “Draw” આટલું ટાઈપ કરતા જ સહુ થી પહેલો જ વિકલ્પ તમને મળશે Draw Over Other Apps તેમાં ક્લિક કરતા જ તમારી સામે બીજું એક મેન્યુ ઓપન થશે, હવે અહીંયા તમારે Draw Over Other Apps મોટેભાગે ચોથા નંબરનો વિકલ્પ હશે તેના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરતા જ તમારા ફોનમાં પરમિશન માંગી રહેલ એપ્લિકેશન નું લિસ્ટ ઓપન થશે, બસ અહીંયા તમારે જે-તે એપ્લિકેશન પર ક્લિક કરી તેને પરમિશન આપવાની છે.

આ ટિપ્સ આપના સોશિયલ મીડિયા પર શેર કરી અન્ય મિત્રો સુધી પહોંચાડજો

USB દ્વારા વિન્ડોઝ ઇન્સ્ટોલ કરતા શીખો – ખુબ જ સરળ ટીપ્સ

USB દ્વારા વિન્ડોઝ ફોર્મેટ કરવા અથવા નવું ઇન્સ્ટોલ કરવા માટે સૌથી પહેલા તમારે USB Drive ને બૂટેબલ કરવી પડશે. આ માટે તમે ગુગલ પર અલગ અલગ સોફ્ટવેર ઉપબ્ધ છે. આ સિવાય તમારે જે પણ ઓપેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી છે તેની ISO ઇમેજ જોઈશે. સોફ્ટવેર ડાઉનલોડ કર્યા બાદ નીચે ઇમેજમાં જોઈ શકો છો તમારે ફાઈલનું નામ આપવાનું છે. ફોર્મેટ ટાઈપમાં NTFS જ રાખવાનું છે. ક્લસ્ટર સાઈઝ પણ ડિફોલ્ટ જ રાખવાની છે. હવે કવિક ફોર્મેટ પર ક્લિક કરવાનું છે અને નીચે Create a bootable using માં તમારી ISO Image નો સોર્સ આપવાનો છે. આ પછી સ્ટાર્ટ પર ક્લિક કરતા જ પ્રોસેસ શરુ થઇ જશે અને થોડી જ વારમાં તમારી USB બૂટેબલ USB બની જશે.

હવે કમ્પ્યુટર-લેપટોપને રિસ્ટાર્ટ કરી અને BIOS ના સેટિંગ માં જવાનું છે. સામાન્ય રીતે F10 દ્વારા તમે BIOS સેટિંગ્સ માં જઈ શકો છો તેમ છતાં તે અલગ અલગ કમ્પ્યુટર મુજબ બદલાઈ શકે છે. સિસ્ટમ જયારે શરુ કરશો ત્યારે તે ડિસ્પ્લે પર દેખાઈ જશે, BIOS સેટિંગ્સમાં ગયા બાદ BOOT લખેલું ઓપશન સિલેક્ટ કરતા જ તેમાં તમને First Boot Drive નો વિકલ્પ મળશે જેમાં ડિફોલ્ટ HDD લખેલું હશે. તેના પર ક્લિક કરી આપણે USB Drive સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કર્યા બાદ F10 થી સેવ કરો અને એસ્કેપ આપી બહાર નીકળો એટલે સિસ્ટમ ફરી રિસ્ટાર્ટ થશે.

આ વખતે સિસ્ટમ રિસ્ટાર્ટ થતા જ તમને પૂછશે Press ANY KEY to Load Windows. અહીંયા એન્ટર થયા બાદ તમારે ફ્રેશ ઈન્સ્ટોલેશન કરવું છે કે રીસ્ટોર કરવું છે તેમ પૂછવામાં આવે ત્યારે તમારે ફ્રેશ ઈન્સ્ટોલેશન પર ક્લિક કરવાનું છે. તમારા સ્ક્રીન પર તમને તમારા વિન્ડોઝ Drive ના ઓપશન જોવા મળશે. જો તમે માત્ર વિન્ડોઝ જ ઇન્સ્ટોલ કરવા માંગતા હોય તો બીજા કોઈ પાર્ટીશનમાં છેડછાડ કરવી હિતાવહ નથી. માત્ર C Drive પર ક્લિક કરી એને ફોર્મેટ કરી અને એમાં જ ઈન્સ્ટોલેશનની પ્રોસેસ આગળ વધારી શકો છો. જો સંપૂર સિસ્ટમ જ ફરી થી ઇન્સ્ટોલ કરવી છે તો બધી જ Drive ડીલીટ કરી અને ફરી થી પાર્ટીશન આપી શકો છો.

વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ જો લાઇસન્સ કોપી હશે તો તેની કી પૂછશે અને જો પાઈરેટેડ હશે તો સિસ્ટમ જાતે જ કી યુઝ કરી અને ઈન્સ્ટોલેશનની પ્રોસેસ આગળ વધારશે. કીબોર્ડ- ડેઈટ – ટાઇમઝોન – ઈથરનેટ સેટિંગ્સ વિષે તમને આગળ પૂછવામાં આવશે તે પ્રમાણે જ તેના સેટિંગ કરતા રહેવાનું છે. બસ અંદાજિત ૪૫ મિનિટમાં તમારા કમ્પ્યુટરમાં નવી નક્કોર ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થઇ ગઈ છે.

નવી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થતા જ હવે જયારે કમ્પ્યુટર રિસ્ટાર્ટ થઇ રહ્યું હોય ત્યારે તમારે ફરી BIOS સેટિંગમાં જવાનું છે અને ત્યાં બુટ ઓપશનમાં જઈ અને First Boot Drive માં તમારી હાર્ડડિસ્કમાં સિલેક્ટ કરવાની છે. F10 થી સેવ કર્યા બાદ એસ્કેપ આપી અને સિસ્ટમ રિસ્ટાર્ટ કરો એટલે નવી ઓપરેટિંગ સિસ્ટમ સાથે હવે વિન્ડોઝ શરુ થશે. જો તમે સંપૂર્ણ સિસ્ટમ ફોર્મેટ કરી હશે તો તમને C Drive સિવાય બીજી Drive ના ઉપયોગ માટે કદાચ એક વખત ફોર્મેટ કરવાનું કહે તો જે-તે Drive પર જઈને Right Click કરતા જ એક Menu આવશે તેમાં Format Drive નો ઓપશન સિલેક્ટ કરી અને Drive ને ફોર્મેટ કરવાની છે.

આ ખુબ જ મહત્વની માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહીં

હવે વોટ્સએપમાં પણ લાગશે ફિલ્ટરનો રંગ

જેમ જીવનમાં બદલાવ જરૂરી છે તેમ જ મોબાઈલ એપ્લિકેશન્સ માં પણ ખુબ જ જરૂરી છે (હા હા ખબર છે બહુ વાહિયાત જોક માર્યો છે). તાજેતરમાં વૉટ્સઍપ માં પણ બે નવા બદલાવ આવ્યા છે અને એ બંને બદલાવ વિષે નેટયાત્રા તમને સૌથી પહેલા જણાવવા જઈ રહ્યું છે.

ફિલ્ટર્સ

ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ ની જેમ જ હવે વૉટ્સઍપ માં પણ આલબમ્સ અને ફોટોગ્રાફ્સમાં હવે ફિલ્ટર ઓપશન મળશે જેને લીધે તમે ફોટોને વધુ આકર્ષક બનાવી શકો છો. જયારે તમે ફોટો સેન્ડ કરવા માટે સિલેક્ટ કરશો તે સાથે જ નીચે તમને અલગ અલગ ફિલ્ટર સાથે ફોટા કેવો દેખાય છે તેની એક નાની વિન્ડો જોવા મળશે. જે-તે ફિલ્ટર સિલેક્ટ કરતા જ તમારા ફોટો પર એ ફિલ્ટર સેટ થઇ જશે અને તમે એ ફોટો મોકલી શકશો. અત્યારે આ અપડેટ માત્ર આઇઓએસ યુઝર્સ માટે જ આવી છે પરંતુ બહુ જલ્દી જ એન્ડ્રોઇડ તેમ જ માઈક્રોસોફ્ટ યુઝર્સને પણ આ અપડેટ નો લાભ મળી જશે.

કેન્સલ મેસેજ

ઘણી વખત કોઈ બીજાને મોકલવાનો મેસેજ આપણે કોઈ ત્રીજી વ્યક્તિને જ મોકલી દેતા હોઈએ છીએ અને એના લીધે ઘણી મુશ્કેલીઓ પણ આવતી હોય છે. આખરે વૉટ્સઍપ હવે એ મુશ્કેલીનું પણ નિરાકરણ લઇ આવશે. એક ફેન વેબસાઈટ અનુસાર કંપની હવે એ ફીચર પર ટેસ્ટ કરી રહી છે જ્યાં મેસેજ મોકલ્યાના ૫ મિનિટમાં જો તમે એ મેસેજ ડીલીટ કરી દો તો સામે વાળા વ્યક્તિને પણ એ મેસેજ મળે નહિ, જોકે અહીંયા સૌથી મોટી તકલીફ એ છે કે જો કોઈ અમારા જેવો હોય જે મૉટે ભાગે મેસેજ મળતા જ તરત વાંચી લે અથવા તો રીપ્લાય કરી દે એ વ્યક્તિ પાસે ખોટો મેસેજ પહોંચે અને મેસેજ વંચાઈ જાય તો પછી એ કઈ રીતે ડીલીટ કરી શકાય. જોકે વોટ્સએપ દ્વારા પણ આ બાબતે ઘણું ટેસ્ટિંગ થઇ રહ્યું છે.

 

આ આર્ટિકલ આપના અન્ય મિત્રો તથા પરિજનો સાથે શેર કરવાનું ચૂકશો નહિ.

જાણો વોટ્સએપની નવી અપડેટ વિષે

જ્યારથી ફેસબુકે વોટ્સએપ ખરીદ્યું છે ત્યાર થી તેમ સતત નવી નવી અપડેટ્સ આવી રહી છે અને આમ પણ કહેવાય છે ને કે પરિવર્તન ખુશીઓ લાવે છે. જોકે ટેક્નોલોજીની બાબતમાં લગભગ દરરોજ નવા નવા પરિવર્તન આવતા રહે છે. તાજેતરમાં જ વોટ્સએપની એક તદ્દન નવી નક્કો અપડેટ આવી અને એ અપડેટ મુજબ હવે વોટ્સએપના લુકને પણ બદલવામાં આવ્યો છે. હવે નોટિફિકેશન એલર્ટ્સ તથા એક સાથે ૩૦ મલ્ટીમીડિયા ફાઇલ્સ પણ મોકલી શકાશે. અત્યાર સુધી આ વિકલ્પ માત્ર આઈ ઓ એસ માટે જ ઉપલબ્ધ હતો જયારે બહુ જ જલ્દી વિન્ડોઝ તથા એન્ડ્રોઈડ યુઝર્સને પણ આ લાભ મળતો થઇ જશે.

તાજેતરમાં આવેલી અપડેટમાં હવે વોટ્સએપ પણ Two Step Verification તરફ આગળ વધી રહ્યું છે. આ ઓપશન નો લાભ એ થશે કે તમારા નમ્બરનું વોટ્સએપ બીજા કોઈ વ્યક્તિ ઉપયોગ નહિ કરી શકે ખાસ કરીને થર્ડ પાર્ટી એપ્સ દ્વારા જે રીતે વોટ્સએપ હેક થાય છે તે હવે નહિ થઇ શકે. Two Step Verification એક્ટિવ કરાવતા જ તમને તમારું ઈ-મેઈલ આઈડી પૂછવામાં આવશે જે તમે એન્ટર કરશો એટલે તમે એક મેઈલ મળશે જેમાં એક વેબસાઈટ પર જઈ તમારે ૬ આંકડાનો પાસકોડ એન્ટર કરવાનો છે અને બસ એ જ તમારો Two Step Verification Code હશે.
ભવિષ્ય માં જયારે પણ તમે અન્ય કોઈ ફોન પર તમારા જ નંબર થી વોટ્સએપ ઇન્સ્ટોલ અને એક્ટિવ કરવા માંગો છો ત્યારે તમારે એ ૬ અંક નો પાસ કોડ એન્ટર કરવો પડશે.
આ સિવાય હવે વોટ્સએપ પણ ધીમે ધીમે સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ અને હાઈકના રસ્તે આગળ વધી રહ્યું છે. અહીંયા પણ હવે તમે ૧૦ સેકન્ડની સ્ટોરી મૂકી શકો છો. તમારા સ્ટેટ્સ માટે પણ તમને અલગ અલગ વિકલ્પ બહુ જલદી જ જોવા મળશે. જોકે આ અપડેટ અત્યારે ટેસ્ટિંગ મોડ પર છે પરંતુ બહુ જ જલ્દી આ અપડેટ લાઈવ થઇ જશે.

આ ખુબ જ મહત્વની માહિતી આપના મિત્રો સુધી ચોક્કસ થી શેર કરજો.

વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ બનાવવાના સરળ સ્ટેપ્સ

વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ એટલે કે તમારા કમ્પ્યુટર-લેપટોપમાં સીડી/ડીવીડી ના હોવા છતાં પણ તમે તેનો ઉપયોગ કરી શકો તે સિસ્ટમ. જોકે વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમનો ઉપયોગ કરવા માટે તમારે તેને સપોર્ટ કરે તેવી જ ફાઈલ ટાઈપનો ઉપયોગ કરવો પડશે. મોટે ભાગે .ISO ફોર્મેટ ધરાવતી ફાઈલનો ઉપયોગ તમે વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ માં કરી શકશો. વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ બનાવવા માટેના સ્ટેપ્સ નીચે મુજબ છે.

1. વર્ચ્યુલ સીડી/ડીવીડી સોફ્ટવેર ડાઉનલોડ કરો

આલ્કોહોલ 120 અને Daemon Tools આ બંને ખૂબ જ પ્રખ્યાત વર્ચ્યુલ સીડી/ડીવીડી માટેના સોફ્ટવેર્સ છે. ગુગલ પર જઈ તમે આ બંને માંથી કોઈ એક ડાઉનલોડ કરી શકો છો. સોફ્ટવેર ડાઉનલોડ થાય પછી તેને ઇન્સ્ટોલ કરી તમારે જે-તે પ્રોગ્રામ રન કરવાનો છે.

Alcohol 1-min

2. વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ એડ કરો

આ પ્રોગ્રામ રન કરતા જ તમને સ્ક્રીનની ડાબી તરફ Virtual Drive નો ઓપશન જોવા મળશે તેમાં ક્લિક કરતા જ તમને પૂછવામાં આવશે કે તમારે કેટલા વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ જોઈએ છે તે નક્કી કરતા જ નાનકડી પ્રોસિજર બાદ તમારા કમ્પ્યુટરમાં તમે નક્કી કરેલા વર્ચ્યુલ સીડી/ડીવીડી રોમ આવી જશે.

3. .ISO File નો ઉપયોગ કરો

Alcohol 2-min

 

હવે તમે જે વર્ચ્યુલ ડ્ર્રાઇવ ઇન્સ્ટોલ કરી છે તેના ઉપર જઈને તમારે Right Click કરવાનું છે. Right Click કર્યા બાદ તમારે Mount Image ઓપશન સિલેક્ટ કરી અને જે-તે ફોલ્ડરમાં .ISO File હોય તે સિલેક્ટ કરવાની છે અને તેને Mount કરતા જ તમે તે .ISO file નો ઉપયોગ કરી શકશો.

ખૂબ જ નાની પણ અતિ મહત્વની આ માહિતી આપના મિત્રો સાથે ચોક્કસ થી શેર કરશો.

ચાલો કેશલેસ ભારત તરફ એક ડગલું ભરીએ

૮ નવેમ્બર ૨૦૧૬ ના રાત્રે ૮ વાગ્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૫૦૦-૧૦૦૦ રૂપિયાની ચલણી નોટ બંધ કરતા ઘણા લોકોને મુશ્કેલી પડી રહી છે. સમયાંતરે સરકાર તરફ થી નવી નવી જાહેરાતો દ્વારા પણ દેશવાસીઓની તકલીફ દૂર કરવા પ્રયત્નો થઇ રહ્યા છે. સરકારના ઈરાદા સ્પષ્ટ છે. આવનારું ભારત કેશલેસ બને, રોકડ વ્યવહારો ઓછા થાય, બેન્કિંગ થી કામ વધે અને દેશ પ્રગતિ કરે. આજે અમે અહીં આપને બતાવશું કે આપ કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન વગર પણ બેન્કિંગ અથવા રોકડ રૂપિયાના બદલે કઈ રીતે કામ ચલાવી શકો છો.

USSD

સૌથી પહેલા તો તમારા ફોનને તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરો જેથી બેન્કિંગ અથવા તમારા એકાઉન્ટ રિલેટેડ કઈ પણ કામ થાય તો તેની જાણકારી તમને એસએમએસ દ્વારા મળી શકે. હવે તમારા ફોનમાં *૯૯# ડાયલ કરો. આ ડાયલ કરતા જ USSD CODE કામ કરશે અને તમને તમારી બેન્કના નામના પહેલા ત્રણ અક્ષર અથવા તો IFSC કોડ જો ખબર હોય તો તેના પહેલા ૪ અક્ષર એન્ટર કરવાનું કહેશે. અહીંયા તે એન્ટર કરતા જ તમને બીજો એક વિકલ્પ મળશે જેમાં Account Balance, Mini Statement, Send Money using MMID, Send Money using IFSC અને Generate M-PIN ના વિકલ્પ મળશે. હવે તમારે અહીંયા Send Money using MMID સિલેક્ટ કરી અને જેમને પૈસા ચૂકવવાના છે એમનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. યાદ રહે કે આપ જેને પૈસા મોકલી રહ્યા છો તેમનો ફોન નંબર પણ તેમને બેન્ક એકાઉન્ટ સાથે લિંક થયેલો હોય તે જરૂરી છે. તે પછી તેનો MMID તમારે એન્ટર કરવાનો છે જે તમને ખાતા ગ્રાહક એટલે જેમનું એકાઉન્ટ છે તે આપશે. બસ હવે જે રકમ ટ્રાન્સફર કરવી છે તે અને M-PIN એન્ટર કરો. આ પછી એકાઉન્ટના છેલ્લા ચાર અક્ષર વેરિફિકેશન માટે એન્ટર કરો અને પૈસા ટ્રાન્સફર થઇ ગયા. છે ને આસાન પ્રક્રિયા અને હવે સૌથી મજ્જાની વાત આ આખી પ્રોસેસ તમે ઇન્ટરનેટ વગરના ફોન થી પણ કરી શકો છો.

AADHAR Payment

નોટબંધી થયા બાદ ઘણા દુકાનદારો હવે આધાર કાર્ડથી પણ પૈસા સ્વીકારે છે. આ પ્રક્રિયામાં તમારું આધાર કાર્ડ તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોવું જરૂરી છે. આ પ્રક્રિયામાં દુકાનદારે માત્ર તમારી બેન્કનું નામ અને શક્ય હોય તો બ્રાન્ચ તેની સિસ્ટમમાં એન્ટર કરવાની છે. તે બાદ તમારો આધાર નંબર એન્ટર કરતા જ તે દુકાનદારને કેટલા પૈસા ચૂકવવાના અથવા તો પૈસા ઉપાડવા હોય તે કેટલા ઉપાડવા છે તે એન્ટર કરી અને PIN નંબરના બદલે ફિંગરપ્રિન્ટ સ્કેનર પર તમારી ફિંગરપ્રિન્ટ લેશે. વેરિફિકેશન થતા જ તમારા બેન્ક ખાતા માંથી દુકાનદારને તેનું બિલ ચૂકવાય જશે અથવા તો જો તમારે પૈસા ઉપાડવા હશે તો તમને તે પૈસા રોકડા મળી જશે અને બેન્ક જે-તે દુકાનદારને તે પૈસા ટ્રાન્સફર કરી આપશે.

E-Wallet

એસબીઆઈ બડ્ડી, ફ્રીચાર્જ, પેટીએમ અને મોબીકવીક જેવા અઢળક ઈ-વોલેટ અત્યારે માર્કેટમાં હાજર છે. આ પ્રક્રિયામાંતમારે ઇન્ટરનેટની જરૂર પડશે. નોર્મલ ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા જ તમે ઈ-વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો અને જ્યાં જ્યાં આ ઈ-વોલેટ નો વિકલ્પ હોય ત્યાં તેના કોડ અથવા તો બારકોડ સ્કેનર દ્વારા તમે પૈસાની ચુકવણી કરી શકો છો. આ ઉપરાંત ઘણા ઈ-વોલેટ દ્વારા તમે બીજા કોઈ ના બેન્ક એકાઉન્ટમાં પણ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. અત્યારે ઘણી કંપનીઓ આ સમગ્ર પ્રક્રિયા માટે કોઈ પણ પ્રકારનો સર્વિસ ચાર્જ લેતી નથી.

અત્યારે મોટા ભાગની બેન્કની મોબાઈલ એપ્લિકેશન પણ હાજર છે જેના દ્વારા પણ તમે મોબાઈલ બેન્કિંગ થી તમારા મોટાભાગના કામ પતાવી શકો છો. હા થોડી અગવડ પડશે અથવા તો શરૂઆતના સમયમાં કદાચ નહિ ફાવે પણ જો ભવિષ્ય સારું બનતું હોય તો તેમાં કશું ખોટું નથીને.

અમને આશા છે કે આપ આજના આર્ટિકલ દ્વારા કશું નવું શીખ્યા હશો અને આપ આપની આસપાસના લોકોને પણ ઉપરોક્ત તમામ સિસ્ટમ વિષે પણ સમજાવી તેમને મદદ કરશો.

વધુ આવતા અંકે…..