ચાલો કેશલેસ ભારત તરફ એક ડગલું ભરીએ

By | November 30, 2016

૮ નવેમ્બર ૨૦૧૬ ના રાત્રે ૮ વાગ્યે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ૫૦૦-૧૦૦૦ રૂપિયાની ચલણી નોટ બંધ કરતા ઘણા લોકોને મુશ્કેલી પડી રહી છે. સમયાંતરે સરકાર તરફ થી નવી નવી જાહેરાતો દ્વારા પણ દેશવાસીઓની તકલીફ દૂર કરવા પ્રયત્નો થઇ રહ્યા છે. સરકારના ઈરાદા સ્પષ્ટ છે. આવનારું ભારત કેશલેસ બને, રોકડ વ્યવહારો ઓછા થાય, બેન્કિંગ થી કામ વધે અને દેશ પ્રગતિ કરે. આજે અમે અહીં આપને બતાવશું કે આપ કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન વગર પણ બેન્કિંગ અથવા રોકડ રૂપિયાના બદલે કઈ રીતે કામ ચલાવી શકો છો.

USSD

સૌથી પહેલા તો તમારા ફોનને તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરો જેથી બેન્કિંગ અથવા તમારા એકાઉન્ટ રિલેટેડ કઈ પણ કામ થાય તો તેની જાણકારી તમને એસએમએસ દ્વારા મળી શકે. હવે તમારા ફોનમાં *૯૯# ડાયલ કરો. આ ડાયલ કરતા જ USSD CODE કામ કરશે અને તમને તમારી બેન્કના નામના પહેલા ત્રણ અક્ષર અથવા તો IFSC કોડ જો ખબર હોય તો તેના પહેલા ૪ અક્ષર એન્ટર કરવાનું કહેશે. અહીંયા તે એન્ટર કરતા જ તમને બીજો એક વિકલ્પ મળશે જેમાં Account Balance, Mini Statement, Send Money using MMID, Send Money using IFSC અને Generate M-PIN ના વિકલ્પ મળશે. હવે તમારે અહીંયા Send Money using MMID સિલેક્ટ કરી અને જેમને પૈસા ચૂકવવાના છે એમનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. યાદ રહે કે આપ જેને પૈસા મોકલી રહ્યા છો તેમનો ફોન નંબર પણ તેમને બેન્ક એકાઉન્ટ સાથે લિંક થયેલો હોય તે જરૂરી છે. તે પછી તેનો MMID તમારે એન્ટર કરવાનો છે જે તમને ખાતા ગ્રાહક એટલે જેમનું એકાઉન્ટ છે તે આપશે. બસ હવે જે રકમ ટ્રાન્સફર કરવી છે તે અને M-PIN એન્ટર કરો. આ પછી એકાઉન્ટના છેલ્લા ચાર અક્ષર વેરિફિકેશન માટે એન્ટર કરો અને પૈસા ટ્રાન્સફર થઇ ગયા. છે ને આસાન પ્રક્રિયા અને હવે સૌથી મજ્જાની વાત આ આખી પ્રોસેસ તમે ઇન્ટરનેટ વગરના ફોન થી પણ કરી શકો છો.

AADHAR Payment

નોટબંધી થયા બાદ ઘણા દુકાનદારો હવે આધાર કાર્ડથી પણ પૈસા સ્વીકારે છે. આ પ્રક્રિયામાં તમારું આધાર કાર્ડ તમારા બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોવું જરૂરી છે. આ પ્રક્રિયામાં દુકાનદારે માત્ર તમારી બેન્કનું નામ અને શક્ય હોય તો બ્રાન્ચ તેની સિસ્ટમમાં એન્ટર કરવાની છે. તે બાદ તમારો આધાર નંબર એન્ટર કરતા જ તે દુકાનદારને કેટલા પૈસા ચૂકવવાના અથવા તો પૈસા ઉપાડવા હોય તે કેટલા ઉપાડવા છે તે એન્ટર કરી અને PIN નંબરના બદલે ફિંગરપ્રિન્ટ સ્કેનર પર તમારી ફિંગરપ્રિન્ટ લેશે. વેરિફિકેશન થતા જ તમારા બેન્ક ખાતા માંથી દુકાનદારને તેનું બિલ ચૂકવાય જશે અથવા તો જો તમારે પૈસા ઉપાડવા હશે તો તમને તે પૈસા રોકડા મળી જશે અને બેન્ક જે-તે દુકાનદારને તે પૈસા ટ્રાન્સફર કરી આપશે.

E-Wallet

એસબીઆઈ બડ્ડી, ફ્રીચાર્જ, પેટીએમ અને મોબીકવીક જેવા અઢળક ઈ-વોલેટ અત્યારે માર્કેટમાં હાજર છે. આ પ્રક્રિયામાંતમારે ઇન્ટરનેટની જરૂર પડશે. નોર્મલ ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા જ તમે ઈ-વોલેટમાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો અને જ્યાં જ્યાં આ ઈ-વોલેટ નો વિકલ્પ હોય ત્યાં તેના કોડ અથવા તો બારકોડ સ્કેનર દ્વારા તમે પૈસાની ચુકવણી કરી શકો છો. આ ઉપરાંત ઘણા ઈ-વોલેટ દ્વારા તમે બીજા કોઈ ના બેન્ક એકાઉન્ટમાં પણ રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. અત્યારે ઘણી કંપનીઓ આ સમગ્ર પ્રક્રિયા માટે કોઈ પણ પ્રકારનો સર્વિસ ચાર્જ લેતી નથી.

અત્યારે મોટા ભાગની બેન્કની મોબાઈલ એપ્લિકેશન પણ હાજર છે જેના દ્વારા પણ તમે મોબાઈલ બેન્કિંગ થી તમારા મોટાભાગના કામ પતાવી શકો છો. હા થોડી અગવડ પડશે અથવા તો શરૂઆતના સમયમાં કદાચ નહિ ફાવે પણ જો ભવિષ્ય સારું બનતું હોય તો તેમાં કશું ખોટું નથીને.

અમને આશા છે કે આપ આજના આર્ટિકલ દ્વારા કશું નવું શીખ્યા હશો અને આપ આપની આસપાસના લોકોને પણ ઉપરોક્ત તમામ સિસ્ટમ વિષે પણ સમજાવી તેમને મદદ કરશો.

વધુ આવતા અંકે…..


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *