ફેસબુક વિડીયો વાઈરસ થી કેવી રીતે બચશો?

By | September 15, 2016

facebook-video-virus

ફેસબુક માં થોડા દિવસો થી ઉપાળો લીધો છે અને ઘણા ફેસબુક યુઝર્સ ની વોલ પર અશ્લીલ વિડીયો રૂપે આવી જાય છે એવા આ વાઈરસ થી બચવા માટે અચૂક વાંચવા જેવી અમુક માહિતી અહી શેર કરું છું.

કેવી રીતે જનરેટ થાય છે આવા વાયરસ

આવા વાયરસ એપ્લિકેશનથી જનરેટ થતા હોય છે. એ તમારી પાસે પહેલા નોટિફિકેશનના સ્વરૂપમાં આવે છે. તમે જ્યારે એ નોટિફિકેશન પર ક્લિક કરો ત્યારે વાયરસ એક્ટિવ થઈ જાય છે. તેનાથી બચવા ફેસબુક સેટિંગમાં જેટલી પણ એપ્લિકેશનને પરમિશન આપી હોય તેને એકવાર ચેક કરવી જોઈએ. આ ઉપરાંત ક્યારેય થર્ડપાર્ટી સાઈટ(જેમ કે ફ્રી રિચાર્જ વગેરે. જેમાં કોઈ કાર્ય કરવા માટે લોગઈન થવું ફરજિયાત હોય છે. તેમાં એક ઓપ્શન ફેસબુકથી લોગઈન થવાનો પણ હોય છે.) પર ફેસબુક દ્વારા લોગઈન ન થવું. તમે ત્યાં એક વાર લોગઈન થઈને લોગઆઉટ થાવ ત્યારે તમને એવું હોય છે કે તમે લોગઆઉટ થઈ ગયા છો પણ વાસ્તવમાં ત્યાં તમારું ફેસબુક એકાઉન્ટ તો ચાલુ જ રહે છે.

-હિમાંશુ કિકાણી, સાયબર એક્સપર્ટ

વાયરસનો ભોગ બન્યા હોવ તો આટલુ અચુક કરો

-સૌ પ્રથમ તો તેને ડિલિટ કરો
-જો ડિલિટ ન થાય તો ઓપન કરવાનું ટાળો
-એક્ટિવિટી લોગમાં જઈને તમને ટેગ કરવામાં આવેલી આવી પોસ્ટમાંથી અનટેગ થઈ જાવ
-જાણતા-અજાણતા આવી લિંક ખુલી જાય તો તરત જ સ્ટેટ્સ મુકીને સ્પષ્ટતા કરો
-કોમ્પ્યુટરના એન્ટિવાયરસ પ્રોગ્રામનો ઉપયોગ કરીને સ્કેનિંગ કરી વાયરસ દૂર કરો
-પાસવર્ડ બદલી નાખો
-ક્યારેય કોઈ થર્ડપાર્ટી સાઈટ પર ફેસબુક થ્રૂ લોગઈન ન થાવ

સોર્સ: તુષાર દવે ફેસબુક ટાઈમલાઈન


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *