Allo જી સનમ હમ આ ગયે વૉટ્સઍપ કી નૈયા ડુબાને કો… નામ જ એવું છે કે તમને ફિલ્મી લાગે જોકે કામ પણ ટોટલ ફિલ્મી જ છે ગૂગલની આ તાજી જ લોન્ચ થયેલી એપ્લિકેશનનું. આજે નેટ યાત્રામાં આપણે વાત કરશું Google Allo વિષે.
Facebook દ્વારા વોટ્સએપ ખરીદાયા બાદ તેમાં આવતા સતત બદલાવ તથા તે સિવાયના બીજા મેસેન્જર ને ટક્કર આપવા હવે શ્રી ગુગલ મહારાજ પણ મેદાન માં આવી ગયા છે. એપ સ્ટોરથી નોર્મલ એપ્લિકેશનની જેમ જ આ પણ ડાઉનલોડ કરવાનું છે. એપનો ઇન્ટરફેસ પણ વોટ્સએપ જેવો જ રાખવામાં આવ્યો છે.
એપ ચાલુ કરતા જ તમને GPS ચાલુ રાખવા તથા ગુગલ આસિસ્ટન્સની મદદ માટે પૂછવામાં આવશે જેના પર ક્લિક કરતા જ ગુગલ આસિસ્ટન્સ કામ કરતુ થઇ જશે. ગુગલ આસિસ્ટન્સ એટલે ગુગલનું પોતાનું SIRI. જમણી બાજુ પર તમને માઈકનો આઇકન દેખાશે જેના પર ક્લિક કરતા જ ગુગલ આસિસ્ટન્સ એક્ટિવેટ થશે અને તમે તમારે વેબ સર્ચ રિલેટેડ કશું પણ પૂછવું હોય તો તમે તેને પૂછી શકો છો અથવા તો તમારી કવેરી કહી શકો છો.
Google Allo ની સૌથી મોટી ખાસિયત એ છે કે સામેવાળા વ્યક્તિની પાસે પણ આ એપ હોય એ જરૂરી નથી એમાં તમે તમારા કોન્ટેક્ટ લિસ્ટ માં રહેલા બધાને મેસેજ કરી શકો છો અને Google Allo એને એસએમએસમાં ડિલિવર્ડ થશે અને સામે વાળી વ્યક્તિ જો તમને રીપ્લાય આપે તો તે તમને Chat માં જ મળશે. એ પછી સામેવાળી વ્યક્તિ એપ ઇન્સ્ટોલ કરી અને તમારી સાથે ચેટ કરી શકે છે.
Google Allo ઘણું સ્માર્ટ છે અને તમને મેસેજ મળે અને તમે રીપ્લાય આપો એટલે એ જાતે જ આગળ શું લખવું તે પણ તમને સજેસ્ટ કરશે. Google Allo એટલું સ્માર્ટ છે કે જો કોઈ તમને ક્યૂટ પપ્પી મોકલશે તો તે તરત જ “Awww” સજેસ્ટ કરશે (too much Girly 😉 ) Hike ની જેમ જ અહીંયા પણ તમને Stickers ના પેક મળશે જે તમે એડિશનલી ડાઉનલોડ કરી શકો છો.
Google Allo લોન્ચ થતા જ સોશિયલ મીડિયા અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર તેની ઘણી ચર્ચાઓ થઇ રહી છે અને જે રીતે કંપનીએ અત્યારે આ એપ લોન્ચ કરી છે તે જોતા ભવિષ્યમાં હજુ ઘણું નવું જોવા મળશે તે વાત નક્કી છે.
Google Allo વિષેની અતિ-મહત્વની માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ.
Nice wed side
Want to use Allo. How?
No comment