શું નવું હશે આઈ ફોન ૭ માં? ચાલો એક ચક્કર લગાવીએ….

By | August 31, 2016

iphone_7_release_date_invitation_880_thumb

છેલ્લા એક-બે દિવસ માં સોશિયલ મીડિયા પર તમે આ ફોટો જોઈ જ લીધો હશે. આ ફોટો નથી આ આમંત્રણ પત્રિકા છે એપલ તરફથી રિલીઝ કરાયેલ બૉલીવુડ મુવી સ્ટાઇલનું ટીઝર કહો કે ટ્રેલર કહો કે પછી ફર્સ્ટ લુક અને પોસ્ટર કહો એ બધું જ અહીંયા છે. એપલ આઈફોન 7 અને એપલની બીજી અન્ય પ્રોડક્ટ્સ લોન્ચિંગ માટે તૈયાર છે. આજે અમે તમને આઈફોન 7 વિષેની થોડી Inside Story કહીશું.

એપલ આઈફોન 7 વિષે જ્યારે ચર્ચાઓ શરુ થઇ ત્યારે જ એક વસ્તુ સ્પષ્ટ હતી કે આ વખતે એપલ આઈફોનમાં ઘણા બધા ફેરફાર કરશે. જોકે મૂળ ડિઝાઇન કરતા આ વખતે હાર્ડવેર ચેન્જીસ જોવા મળે તેની શક્યતાઓ વધારે છે. જો ઇ-અફવાઓને સાચી માનીયે તો આ વખતે આઈફોન માંથી 3.5 mm નો હેડફોન જેક ગાયબ છે એટલે હવે તમારે મ્યુઝિક સાંભળવા માટે USB કેબલનો ઉપયોગ કરવો પડી શકે છે. કેમેરાને સંપૂર્ણ રીતે રી-ડિઝાઇન કરવામાં આવ્યો છે. એક સમાચાર મુજબ તો હવે ડ્યુલ કેમેરા આવે તેવી શક્યતાઓ પણ છે.

દેખીતી રીતે નજરે ચડે તેવા બદલાવમાં આ વખતે હોમ બટન પણ આવી ગયું છે. આ વખતે હોમ બટનને સંપૂર્ણ રીતે બદલી દેવાયું છે અને કહેવાય છે કે એ હવે બટન જેવી ફીલ નહિ આપે. અન્ય બદલાવમાં બેઝ મેમરી 32 જીબી કરી દેવાઈ છે જયારે મેક્સિમમ સ્ટોરેજ તમને 256 જીબીનો મળશે.

ફોનના કલરની વાત કરીયે તો ઇન્વિટેશન કાર્ડ પર થી જ સ્પષ્ટ થાય છે કે આ વખતે આઈફોનમાં નવા કલર્સ ચોક્કસપણે જોવા મળશે. આ સિવાય જો 3.5mm નો હેડફોન જેક કાઢી નાખવામાં આવશે તો ચોક્કસપણે નવા USB હેડફોન્સ લોન્ચ કરવામાં આવશે. ફોનના લુકની અને બોડીની વાત કરીયે તો આઈફોન 6 કરતા ચોક્કસપણે પાતળો હશે અને એન્ટેનાની લાઇન્સને આ વખતે ગાયબ કરવામાં આવી શકે છે. આ વખતે પણ એવું કહેવાય છે કે 2 મોડલ લોન્ચ કરવામાં આવશે જેમાં એક રેગ્યુલર સાઈઝ છે જયારે બીજું મોડેલ મોટી સ્ક્રીન સાઈઝ ધરાવતું હશે.

વેલ આ તો ઈ-અફવા (ઈન્ટરનેટ પરની અફવાઓ) છે અને સાચી હકીકત તો 7 સપ્ટેમ્બરે જ ખબર પડશે પણ હા આ માહિતી તમે તમારા મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *