આપણે સહુ જાણીએ જ છીએ કે IRCTC પર તત્કાલ ટીકીટ બુક કરવી એટલે ખરેખર લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. તમે ભલેને બરાબર ટાઈમ પર સાઈટ ઓપન કરી હોય પણ તમે બુકિંગ ડીટેઈલ્સ એન્ટર કરો ત્યાં સુધી તો તમારી ટ્રેઈનમાં વેઈટીંગ લીસ્ટ લાગી ગયું હોય અને તમે બસ માથું ખંજવાળતા રહી જાઓ છો..લેકિન કિન્તુ પરંતુ બસ હવે આજ પછી તમારે મોટેભાગે માથું નહિ ખંજવાળવું પડે અને તમે પણ તત્કાલ ટીકીટ આસાની થી બુક કરી શકશો તો એના માટે ના સ્ટેપ્સ આ મુજબ છે.
સ્ટેપ ૧ :- પેસેન્જર ડીટેઈલ્સ તૈયાર રાખો
પેસેન્જર્સની ડીટેઈલ્સ તત્કાલ ટીકીટ બુક કરતી વખતે સૌથી અગત્યની બાબત છે. તમે બધું તૈયાર કરીને બેઠા હોય તત્કાલ ટીકીટના ટાઈમિંગ શરુ થાય એટલે અને ફોર્મ સામે આવે અને પછી ખબર પડે કે ફલાણા ભાઈની ઉમર તો યાદ નથી અને એમના આઈડી કાર્ડની ડીટેઈલ્સ નું શું.. એટલે IRCTC ની સાઈટ પર લોગીન કરતા પહેલા જ બધી ડીટેઈલ્સ તૈયાર રાખો.
સ્ટેપ ૨ :- Magic Autofill ભરી અને તૈયાર રાખો
હવે ગુગલ પર સર્ચ કરો Magic Autofill અને તમારી સામે એક વેબસાઈટ ઓપન થઇ જશે. ડાયરેક્ટ URL http://ctrlq.org/irctc/ આ છે. ત્યાં જઈને તમારે રીઝર્વેશન ફોર્મ પર ક્લિક કરવાનું છે. હવે તમારે પેસેન્જરની બધી જ ડીટેઈલ્સ ભરી દેવાની છે. દરેક પેસેન્જરનું નામ, ઉમર, મેલ/ફીમેલ, બર્થ ટાઈપ અને ફૂડ પ્રેફરન્સ ના કોલમ ભરી દેવાના છે. શતાબ્દી-રાજધાની ટ્રેઈનમાં ફૂડ ફ્રી આપવામાં આવે છે બાકી પેઈડ હોય છે. હવે નીચે Boarding From નો ઓપ્શન મળશે ત્યાં તમારે તે સ્ટેશનનું નામ લખવાનું છે જે સ્ટેશન થી તમે ટ્રેઈન માં બેસસો. તમારો મોબાઈલ નંબર પણ તમારે એન્ટર કરી દેવાનો છે. પેમેન્ટ મેથડ અને પેમેન્ટ ઓપ્શન પણ તમારે અહી થી જ નક્કી કરી લેવાના છે. આ બધું પૂરું થાય એટલે ફરી એકવાર ફોર્મ ચેક કરી લો અને પછી I’m Feeling Lucky પર ક્લિક કરો એટલે તમને Magic Autofill નો ઓપ્શન મળશે અને તેના ઉપર લેફ્ટ ક્લિક કરી તમારે એને બ્રાઉઝરના બુકમાર્ક પર ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાનું છે.
સ્ટેપ ૩ IRCTC ઓપન કરો
હવે તમારે IRCTC ની વેબસાઈટ ઓપન કરવાની છે. બંને સ્ટેશન તથા તારીખ નક્કી કરી અને તમારે જોઈતી ટ્રેઈન પર ક્લિક કરો. હવે તત્કાલ ઓપ્શન પર ક્લિક કરી તમારે જોઈતો ક્લાસ નક્કી કરો અને તમારી સામે રીઝર્વેશન નું ફોર્મ આવી જશે. હવે તરત જ તમારે બુકમાર્ક બારમાં Magic Autofill પર ક્લિક કરવાનું છે અને તમારું આખું ફોર્મ ભરાઈ જશે. એક વખત ઉડતી નજરે ફોર્મ ચેક કરી અને નીચે કેપ્ચા ફિલ કરી દો એટલે તરત જ તમને પેમેન્ટ વાળા પેઈજ પર આવી જશો અને અહિયાં તમારો યોગ્ય પેમેન્ટ ઓપ્શન સિલેક્ટ કરી અને તમારી ટીકીટ બુક કરી શકો છો.
બસ તો આ માહિતી આપના તત્કાલ ટીકીટ બુક કરવા માંગતા મિત્રો સાથે ચોક્કસપણે શેર કરજો
While following first step of the procedure as described , while doing it thru mobile, completing filling form with necessary detais after selecting I AM FREE LUCKY,iam unable tocomplete the process.
oh that’s sad. may be net issue?