વોટ્સએપની નવી નક્કોર અપડેટ – અઢળક નવા ફીચર સાથે

By | November 1, 2017

છેલ્લા કેટલાય સમયથી વોટ્સએપ યુઝર્સની એક ફરિયાદ હતી કે ગ્રુપમાં ભૂલ થી કોઈ મેસેજ મોકલાઈ ગયો હોય તો એ ડીલીટ કઈ રીતે કરવાનો ? આખરે હવે વોટ્સએપ દ્વારા આ ફીચર પણ ઉપલબ્ધ કરાવી દેવાયું છે. આ સિવાય વોટ્સએપની સૌથી લેટેસ્ટ અપડેટમાં શું ફેરફાર આવ્યા છે તે પણ અમે આપ માટે લાવ્યા છીએ.

ડીલીટ મેસેજ

સૌથી પહેલા તો જે મેસેજ ખોટો પોસ્ટ થઇ ગયો છે તેને સિલેક્ટ કરો. સિલેક્ટ કર્યા બાદ જમણા ખૂણા પર ડીલીટ નો આઇકન છે તેના પર ક્લિક કરતા જ એક ડ્રોપ ડાઉન મેન્યુ આવશે જેમાં તમને ૨ વિકલ્પ મળશે. ૧) બધા માટે ડીલીટ કરો અને ૨) માત્ર ડીલીટ કરો. અહીંયા બધા માટે ડીલીટ કરવાનું ઓપશન સિલેક્ટ કરતા જ એ મેસેજ ગ્રુપ ચેટ માંથી જ ડીલીટ થઇ જશે તથા અન્ય કોઈ ગ્રુપ મેમ્બર એ મેસેજ વાંચી નહિ શકે. જોકે આ માટે વોટ્સએપ દ્વારા અમુક કંડિશન્સ પણ મુકવામાં આવી છે જે નીચે મુજબ છે.

૧) મેસેજ મોકલ્યાની સાત મિનિટ માં જ તમે તે મેસેજ ડીલીટ કરી શકો છો. જો સાત મિનિટ પસાર થઇ ગઈ તો તમે તે મેસેજ ડીલીટ નહીં કરી શકો.

૨) ડીલીટ ફોર એવરીવન માટે તમામ યુઝર્સ પાસે જે-તે ઓપરેટિંગ સિસ્ટમ અનુસાર વોટ્સએપનું લેટેસ્ટ અપડેટેડ વરઝ્ન હોવું જરૂરી છે. જો જૂનું વર્ઝન હશે કે વોટ્સએપ પ્લસ/વોટ્સએપ જીબી જેવા ક્લોન વર્ઝન હશે તો તેઓ આ ફીચર નો લાભ નહીં લઇ શકે.

લાઈવ લોકેશન

વોટ્સએપ દ્વારા આ અપડેટમાં એક અતિ મહત્વનું ફીચર ઉમેરવામાં આવ્યું છે. Share Live Location . વિદેશમાં તો ઠીક પણ જે રીતે ભારતમાં ઘણી જગ્યાઓએ મહિલા સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા છે ત્યાં આ ફીચર ખુબ જ મદદરૂપ થઇ શકે છે. આ ફીચર નો ઉપયોગ કરવા માટે તમારા ફોનમાં જીપીએસ ચાલુ હોવું જરૂરી છે. તમે જે વ્યક્તિ સાથે તમારું લાઈવ લોકેશન શેર કરવા માંગતા હોય એમના વોટ્સએપ પર જઈ અને લોકેશન ઓપશન સિલેક્ટ કરતા જ તમને સહુ થી પહેલું જ ઓપશન મળશે Share Live Location બસ અહીંયા ક્લિક કરતા જ તમારું Live Location જે તે વ્યક્તિ સુધી પહોંચતું થઇ જશે. ખાસ કરીને મહિલાઓ જયારે અજાણ્યા વિસ્તાર કે શહેરમાં ટ્રાવેલ કરી રહી હોય ત્યારે તેમના પરિવારજનો સુધી તેમના લોકેશનની માહિતી પહોંચી શકે તે આ ફીચર કામ કરશે.

નવા નક્કોર ઇમોજીસ

ઈમોશન્સ નું સ્થાન હવે ધીમે ધીમે ઇમોજીસ લઇ રહ્યા છે અને વોટ્સએપ દ્વારા આ નવા વર્ઝન માં ઇમોજીસ ને પણ નવા રંગરૂપમાં મુકવામાં આવ્યા છે. જોકે પહેલી નજરે તરત પસંદ પડે તેવા નથી પણ બીજો કોઈ વિકલ્પ ન હોય ધીમે ધીમે તમારી આંખો એ ઇમોજીસ સાથે સેટ થઇ જશે.

આ અતિમહ્ત્વનો આર્ટિકલ આપના મિત્રો સુધી શેર કરવાનું ચૂકશો નહિ

પ્રથમ ગુજરાતી ટેકનોલોજી સમાચારો ની એપ્લીકેશન એટલે ‘નેટ યાત્રા’ – તદન મફત ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *