ઘરે બેઠા આધાર નંબરને મોબાઈલ નંબર સાથે જોડો – ખુબ સરળ માહિતી

By | January 11, 2018

ભારત સરકાર દ્વારા મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઈન ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી ચોક્કસથી લંબાવી દેવાઈ છે પરંતુ તે સાથે જ હવે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેના દ્વારા આ પ્રક્રિયા માટે તમારે મોબાઈલ સર્વિસ પ્રોવાઇડર સુધી જવાની જરૂર નથી. ટેલિકોમ કંપનીઓ દ્વારા આધાર નંબરને લિંક કરાવવા માટેના મેસેજીસનું રીતસરનું બોમ્બાર્ડિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે ઘરે બેઠા આ પ્રક્રિયા થઇ રહી હોય ગ્રાહકો ખુબ જ ખુશખુશાલ છે આ સિવાય ઘણા સર્વિસ પ્રોવાઇડરને ત્યાં ફિંગર સ્કેનર પણ બરાબર કામ ન કરતુ હોય ગ્રાહકોને મુશ્કેલી થઇ રહી હતી જે હવે પછી નહિ થાય તેવી આશાઓ સેવાઈ રહી છે.

આજે અમે આપને જણાવીશું કે ઘરે બેઠા માત્ર એક જ નંબર પર ફોન કરવાથી કઈ રીતે તમે તમારા આધાર નંબરને તમારા ફોન સાથે લિંક કરી શકો છો, આ પ્રક્રિયા શરુ કરતા પહેલા તમારું આધાર કાર્ડ તમારા હાથમાં રાખો. અત્યારે આ સેવા એરટેલ, વોડાફોન અને આઈડિયા ના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આવનારા દિવસોમાં જીઓ તથા બીએસએનએલ પણ આ સેવા અપનાવે તેવી શક્યતાઓ છે.

૧. તમારા મોબાઈલ પરથી ૧૪૫૪૬ પર ફોન કરો

૨. NRI અથવા ભારતીય માંથી લાગુ પડતો વિકલ્પ પસંદ કરો

૩. IVR ના કહેવા અનુસાર ૧ દબાવી આધાર કાર્ડ લિંક કરવા ની પ્રક્રિયા શરુ કરો

૪. ૧૨ અંક નો આધાર નંબર એન્ટર કર્યા બાદ કન્ફર્મેશન માટે ૧ દબાવો, જો આધાર નંબર ખોટો એન્ટર થયો છે તો આગળના વિકલ્પ ને અનુસરો.

૫. તમારા આધાર કાર્ડ સાથે રજીસ્ટર મોબાઈલ પર One Time Password એટલે કે OTP આવ્યો હશે

૬. હવે IVR દ્વારા મોબાઈલ ઓપરેટર પાસે રહેલ તમારું નામ અને જન્મ તારીખ જણાવવામાં આવશે જે તમારે તમારા આધાર કાર્ડ સાથે કન્ફર્મ કરવાની રહેશે.

૭. હવે IVR દ્વારા તમારા મોબાઈલના અંતિમ ૪ અંક કહેવામાં આવશે જે તમારે વેરીફાય કરવાનું રહેશે, હવે તમારા મોબાઈલ પર આવેલ OTP તમારે એન્ટર કરી અને ૧ પ્રેસ કરવાનો છે તે સાથે જ તમારું વેરિફિકેશન પૂર્ણ થશે.

મોબાઈલ કંપની તરફથી તમને વેરીફકેશન પૂર્ણ થયાનો મેસેજ મળી જશે અને આવનારા ૪૮ કલાક માં આ પ્રક્રિયા પુરી થઇ જશે

આ ખુબ જ મહત્વની માહિતી આપના મિત્રો સુધી પહોંચાડવાનું ચૂકશો નહિ.

‘નેટયાત્રા’ પર રજુ કરાયેલી આ પોસ્ટ પરમીશન વગર કોપી-પેસ્ટ કરવી ગુનાહ પાત્ર છે


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *