ઘણી બધી બીટા અપડેટ્સ બાદ આખરે વોટ્સએપ દ્વારા હજુ પણ ઘણા બગ્સ વાળું વિડિઓ કોલિંગ અપડેટ રિલીઝ કરી દીધું છે. જોકે અત્યારે હિન્દુસ્તાન પોતાના ખિસ્સા માં રહેલા ૫૦૦-૧૦૦૦ ની નોટ બદલવાની લાઈનમાં ઉભું છે એટલે વધુ લોકો ત્યાં ધ્યાન નથી આપી શક્યા. આજે આપણે વોટ્સએપ વિડિઓ કોલિંગ કઈ રીતે એક્ટિવેટ થઇ શકે તથા કઈ રીતે તમે તેનો ઉપયોગ કરી શકો તે વિષે જાણીશું.
સૌથી પહેલા તો એન્ડ્રોઇડ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર માં જઈને તમારે વૉટ્સઍપ ની એપ્લિકેશન અપડેટ કરવી પડશે. એપ્લિકેશન અપડેટ કર્યા બાદ જયારે તમે એપ ઓપન કરો છો ત્યારે તમે સૌથી ઉપર કોલ નો ઓપશન જોવા મળશે જેના ઉપર ક્લિક કરતા જ તમને વિડિઓ કોલ અને વોઇસ કોલ એમ બે ઓપશન જોવા મળશે જેમાં થી કોઈ પણ એક તમે નક્કી કરી અને યુઝ કરી શકો છો. વિડિઓ કોલ યુઝ કરતી વખતે તમને સ્ક્રીન પર કેમેરા સ્વાઇપ કરવાનું ઓપશન મળશે જેના વડે તમે તમારી જરૂરિયાત મુજબ ફ્રન્ટ અથવા રિઅર કેમેરા પણ ચેન્જ કરી શકો છો.
જોકે આ એપ્લિકેશન ઓફિશિયલી બહાર આવ્યા એને હજુ ૨ દિવસ જ થયા છે જેને લીધે ઘણી વખત વિડિઓ કોલિંગમાં કનેક્ટિવિટી ઇસ્યુ અથવા તો કોલ ડ્રોપ ની તકલીફ ઘણા વપરાશકર્તાઓને મળી રહી છે. સમય જતા કંપની તરફથી વધુ એક અપડેટ દ્વારા આ દરેક પ્રોબ્લેમ દૂર કરવામાં આવશે.
આ ખાસ માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ.
એક સાથે ૧ નંબરથી ૨ ફોનમા વોટસઅપ વાપરવા ટીપ આપશો આભાર
ખ્યાલ નથી દોસ્ત