આપણે સહુ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતા થઇ ગયા છીએ. દરરોજ સવાર થી સાંજ સુધી ઓફીસમાં હોઈએ ત્યારે દરેક નાની-નાની વસ્તુઓ માટે ઈ-મેઈલ એ હવે ફરજીયાત બની ગયું છે. ઘણી વખત ટ્રાવેલિંગ માટે ડોક્યુમેન્ટ્સ પણ લઇ જવાના હોય તો એમાં પણ આપણે શક્ય હોય ત્યાં સુધી ડીજીટલ કોપી અથવા તો સોફ્ટ કોપી વધુ પસંદ કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે વર્ડ કે એક્સેલ માં ફાઈલ બનાવી હોય અને આપણે કોઈને ઈ-મેઈલ કરીએ ત્યારે ખબર પડે કે એમને તો PDF ફોરમેટમાં ફાઈલ જોઈએ છે. આજે અમે આપને PDF Printer વડે PDF ફાઈલ બનાવતા શીખવશું
સ્ટેપ ૧ : PDF Printer ડાઉનલોડ કરો
તમે ગૂગલ પર જઈ અને PDF Printer લખશો એટલે સૌથી પહેલા તમને www.bullzip.com/products/pdf/info.php આ લીંક જોવા મળશે તેને ઓપન કરતા જ તમને ડાઉનલોડ કરવાનો ઓપ્શન મળશે. આ સોફ્ટવેર ડાઉનલોડ કરો અને પછી ઇન્સ્ટોલ કરો.
સ્ટેપ ૨ : ડીફોલ્ટ પ્રિન્ટર તરીકે સેટ કરો
જો તમારી પાસે હાર્ડ કોપી માટે બીજું કોઈ પ્રિન્ટરના હોય તો તમે PDF પ્રિન્ટરને તમારા ડીફોલ્ટ પ્રિન્ટર તરીકે પણ સેટ કરી શકો છો. તેના માટે ના સ્ટેપ્સ નીચે મુજબ છે.
Start->Device and Printers->Right Click on Printer->Set as Default Printer
બસ હવે તમે જેટલા ડોક્યુમેન્ટ્સ ની પ્રિન્ટ આપશો તે બધા PDF માં જ પ્રિન્ટ થશે.
સ્ટેપ ૩ : વર્ડ/એક્સેલ ફાઈલને PDF ફાઈલ બનાવો
વર્ડ/એક્સેલ ફાઈલ બનાવ્યા પછી તેમાં તમને Print નો ઓપ્શન જોવા મળે છે ત્યાં ક્લિક કરતા જ તમારી સ્ક્રીન પર એક બીજી વિન્ડો ખુલી જશે તેમાં તમારે PDF Printer પસંદ કરવાનું છે અને બસ તમારી સામે ની વિન્ડોમાં ફાઈલનું લોકેશન તથા નામ તમને પૂછશે તે કરતા જ તમારી PDF File તૈયાર થઇ ગઈ છે.
PDF File તૈયાર કરવાનું કેટલું સરળ છે ને બસ તો આ માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ.
Pingback: Pdf printed – ashwindarji