રિલાયન્સ જીયો – ફ્રી કોલ ખરેખર ફ્રી છે? જુવો અને જાણો

By | September 1, 2016

reliance-jio-lte

આજે સવારે રિલાયન્સની વાર્ષિક મિટિંગ અને જાહેરાત હતી અને તેમાં આશાઓ પ્રમાણે જ રિલાયન્સ Jio માટે અમુક જાહેરાતો કરવામાં આવી છે. આ જાહેરાતો ખરેખર ખુબ જ લોભામણી છે અને કોઈ પણ પહેલી નજરે જ તેના થી આકર્ષાઈ જાય તેવી છે. રિલાયન્સ તરફ થી સૌથી સસ્તા 4G પેક ની જાહેરાત થતા જ તેના અલગ અલગ અર્થ નીકળવા માંડ્યા તથા સાથે જ સમાચારોમાં બીજી એક વાત એવી પણ આવવા લાગી કે 4G કોલ્સ માત્ર ડેટા ઉપર જ થાય છે એટલે પૈસાને બદલે ડેટા ચાર્જ થશે.

આ ખબર પર જ વધુ તાપસ કરતા અમુક હકીકતો આવી છે તે અમે સૌથી પહેલા આપની સમક્ષ લાવી રહ્યા છીએ. અત્યાર સુધી બહુ જ સિલેક્ટેડ ડિવાઇસ પર તમને રિલાયન્સની 4G સિમ કાર્ડ મળતું હતું જે 5 સપ્ટેમ્બરથી સંપૂર્ણપણે બધા જ મોબાઈલ ફોન માટે તમને મળશે. આ સાથે જ સૌથી બેઝિક પ્લાન વિષે પણ આજે જાહેરાત કરવામાં આવી છે જે મુજબ ફક્ત 50 રૂપિયામાં તમને 1GB 4G ડેટા મળશે, આ સિવાય અનલિમિટેડ કોલ્સ, અનલિમિટેડ એસએમએસ અને ઇનકમિંગ આઉટગોઈંગ રોમિંગ પણ સંપૂર્ણપણે ફ્રી જ રહેશે. આ સિવાય સ્ટુડન્ટ કાર્ડ પર 25 % જેટલો વધારે ડેટા પણ મળશે.

ઉપરોક્ત બાબતો વિષે સોશિયલ મીડિયામાં તરત જ ચર્ચાઓ ચાલુ થઇ હતી અને કહેવાયું હતું કે કોલ્સ ફ્રી જરૂર થી છે પણ તેનો ચાર્જ તમને ડેટા બેલેન્સમાં લાગશે અને તેમાં થી ડેટા ઓછો થતો જશે. આ જ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું છે કે રિલાયન્સ દ્વારા કોઈ પણ પ્રકારનો છૂપો ચાર્જ નહિ લેવામાં આવે તથા તમામ ઓફર્સ 31 ડિસેમ્બર 2016 સુધી વેલકમ જિયોના પ્રમોશનના ભાગ હેઠળ મળવા પાત્ર છે.

તમારું ડેટા બેલેન્સ માત્ર ત્યારે જ વપરાશે જયારે તમે ખરેખર ડેટા નો ઉપયોગ કરી રહ્યા છો એટલે કે વોટ્સએપ કે સ્કાયપ અને રિલાયન્સની JioJion તથા અન્ય સોશિયલ નેટવર્કિંગ અને VoiP એપ્લિકેશન દ્વારા ફોન કોલ કરો છો તો તમારા ડેટા બેલેન્સ માંથી તેનું બેલેન્સ કપાશે.

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ ભારતને મોબાઈલ ઇન્ટરનેટ રેન્કિંગ માં 155 માંથી ટોપ 10 માં લાવવા માંગે છે અને રિલાયન્સ જિયો દ્વારા તેઓ આ બાબતે સફળ રહેશે તેની તેમને ખાતરી છે.


8 thoughts on “રિલાયન્સ જીયો – ફ્રી કોલ ખરેખર ફ્રી છે? જુવો અને જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *