નવુ લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન માં રાખવા જેવી ૧૦ બાબતો

By | January 29, 2017

નવું લેપટોપ ખરીદતા વખતે લોકો એવું પૂછે છે કે કયું લેપટોપ એની જરૂરિયાત માટે  સૌથી બેસ્ટ રહેશે? વેલ, આનો જવાબ ચોક્કસ ના હોઈ શકે કારણ કે અત્યારે માર્કેટમાં કેટલી બધી જાતના  લેપટોપ  ઉપલબ્ધ છે, જે તમારા બજેટને અનુકૂળ હોય. અહીં એક ચેકલીસ્ટ આપી છે, જેથી તમે નવું લેપટોપ ખરીદતા પહેલા ધ્યાન રાખી શકો.

1.સાઈઝ:

જો તમારા માટે portability  મેઈન કન્સર્ન હોય તો તમે નોટબુક પર તમારી પસંદગી ઢોળી શકો છો… નાની સ્ક્રીન અને હળવું વજનને કારણે એ બેસ્ટ રહેશે. માર્કેટમાં લેપટોપ-અલ્ટ્રાબુક જે તમારા ખિસ્સાને અનુકૂળ, સ્લિમ અને લાઇટ હોવું જોઈએ. અને હા તમે એવા લેપટોપ જુઓ જેની સ્ક્રીન 12.5-13.3 ઇંચ અને વજન 1-1.5 kg. જેટલું હોય.

2.સ્ક્રીન ક્વોલિટી:

તમારે કલાકો લેપટોપ સામે બેસી વર્ક કરવાનું હોય છે એટલે તમે એવા લેપટોપ પર પસંદગી ઉતારો જેની સ્ક્રીન જોવામાં કમ્ફર્ટેબલ હોય. અત્યારે માર્કેટમાં ઘણા લેપટોપ ટચસ્ક્રીન સાથે અવેલેબલ છે, જે ગ્લોસી હોય છે. જેના રિફલેક્શનને  આપણી આંખને નુકસાન પહોંચી શકે, માટે ટચસ્ક્રીન અવોઇડ કરવું. એ સિવાય Resolution જોવું  જોઈએ. 1920×1080- પિક્સલ રિસોલ્યુશન (aka full HD) પણ કનસિડર કરી શકાય છે. આ સાથે  Viewing angles પણ બહુ ઈમ્પોર્ટન્ટ છે. અત્યારે IPS(in-plane switching) ટેક્નોલોજી વાઇડેસ્ટ એન્ગલ અને સારો યુઝર કમ્ફર્ટ આપે છે.

3. કીબોર્ડ ક્વોલિટી:

નવું લેપટોપ ખરીદો ત્યારે તેના કીબોર્ડની ક્વોલિટી જરૂર ચેક કરો. કીબોર્ડ બહુ હાર્ડ ના હોવું જોઈએ. સાથે સાથે તેની કી ફુલ સાઈઝ હોય અને તેની એરો કીની આસપાસ થોડી સ્પેસ હોય.સાથે સાથે એ પણ ચકાસી લો કે કીબોર્ડ becklit (એટલે એવું કીબોર્ડ કે જેની કીની અંદર લાઇટ હોય જે અંધારામાં ચળકતી હોય) છે કે નહીં એટલે કે જ્યારે તમારે ઓછા પ્રકાશ કે અંધારામાં વર્ક કરવું હોય તો સારું રહે.

4. સીપીયુ:

જ્યારે નવું લેપટોપ લો છે ત્યારે તેમાં કયું ઇન્ટેલ core-based સીપીયુ પસંદ કરવું એ અઘરું છે. તમે core i3, i5, i7 પસંદ કરો. મલ્ટીટાસ્કિન્ગ વર્ક માટે તે બેસ્ટ છે.  I3 બેઝ  જનરલી એન્ટ્રી લેવલ નોટબુકમાં જોવા મળે છે, જ્યારે i5 બેઝ લેપટોપ વધુ વપરાય છે પણ બેસ્ટ પર્ફોર્મન્સ માટે i7 આઇડિયલ રહે છે, પણ એ વાત છે કે તેનાથી લપટોપના નીચેનો ભાગ ગરમ રહે છે, માટે લાંબો ટાઈમ ખોળામાં રાખવાનું ટાળવું.

5. Ram:

4 GB કે તેથી વધુ RAM તમારા લેપટોપ માટે બેસ્ટ રહે છે. વધુ RAM એટલે વધુ એપ્લિકેશન અને ડેટા વાપરી શકો.

6. સ્ટોરેજ:

અત્યારે ઘણી બધી ટાઇપની હાર્ડડ્રાઇવ તમારી રેન્જમાં મળી જશે પરંતુ અત્યારના સ્લિમ અને હળવા લેપટોપ માટે એ સારો ઓપ્શન નથી કારણ કે તે તમારા લેપટોપને સ્લો કરશે, ઘણી બલ્કી, અવાજ અને હિટ ઉત્પન્ન કરશે. એના કરતાં solid state drive(SSD) તમને હાર્ડડ્રાઇવ કરતા વધુ સ્પીડ આપશે. જે તમારા લેપટોપમાં ફોર્મ ફેક્ટરથી ઇન્સ્ટોલ થઈ જશે. જે હેવી વેઇટ પણ નથી, પરંતુ એ ખાલી 128gb અને 256gb માં જ અવેલેબલ છે. લેપટોપ 256gb SSD સાથે થોડું મોંઘુ પડે છે. 128GB SSD તમારા બજેટ માટે બેસ્ટ રહેશે. આ સિવાય નવા લેપટોપમાં NVMe solid-state drives આવી છે જે SSD કરતા વધુ ફાસ્ટ છે.

7. બેટરી લાઈફ:

બેટરી લાઈફ તમારા લેપટોપની સ્ક્રીન બ્રાઇટનેસ, સ્ક્રીનનું રિઝોલ્યુશન અને તમે કયા ટાસ્ક પર કામ કરો છો તેના પર ડિપેન્ડ કરે છે. જે પણ પ્રોગ્રામ તમે રન કરો છો એ વધુ પ્રોસેસિંગ માંગી લે છે તો આના કારણે તમારી બેટરી ડ્રેઇન થઈ જતી હોય છે. બેટરીની રેટિંગ તેના watt-hours(wh) અથવા milliamp- hours(mAh) પર હોય છે. એટલે જેટલો આનો આંકડો મોટો એટલી જ બેટરી લાંબી ચાલે છે.

8. USB 3.0:

તમારા લેપટોપ સાથે usb 3.0 મળે છે. જે તમને external વર્ક માટે જરૂરી છે. એટલે લેપટોપ ખરીદતા પહેલા એ પણ જોવું કે લેપટોપ સાથે usb પોર્ટ ફ્રી મળે છે કે નહીં.

9. ફિંગરપ્રિંન્ટ રીડર અને TPM:

ફિંગરપ્રિન્ટ રીડર બહુ સારું પડશે જ્યારે તમે મોબાઈલ ડિવાઈઝથી લોગીન કરો છો ત્યારે અને લેટેસ્ટ વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ સાથે પણ અને વિન્ડોઝ હેલો સિસ્ટમ  ઉપયોગ કરો છો ત્યારે પણ.

10. બિલ્ટ ક્વોલિટી:

આપણે ગમે તેટલું ધ્યાન રાખીયે પણ લેપટોપનું ક્યારેક તો પડવું કે અથડાવું સ્વાભાવિક છે. કેટલાક લેપટોપ પાણીથી તો કેટલાક સ્પેશિયલી ગંદા વાતાવરણમાં વર્ક કરવાથી તો કેટલાકમાં મિલિટરી ગ્રેડ પ્રોટેક્શન આવે છે. કેટલાક લેપટોપ તો તેના પર કોઈ લિકવિડ પડે તો પાણીથી સાફ કરો તેવા પણ મળે છે. તો ખરીદતા પહેલા એ ચેક કરી લેવું અને સાથે એનું કોઈ સર્ટિફિકેટ આપવામાં આવે છે કે નહીં એ પણ જોઈ લેવું.

તો ઉપરની દસ બાબતોનું ધ્યાન રાખો અને તમારા બજેટને અનુકૂળ લેપટોપ લો તો કદાચ થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ પણ કરવું પડે. આશા છે તમને તમારું મનગમતું લેપટોપ મળે એ સાથે happy shopping.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *