પુરા પાંચ રસ્તા – વોટ્સએપમાં બ્લોક થતા બચવાના

By | November 23, 2016

whatsapp-use

વોટ્સએપ – જે આજે એક એપ્લીકેશન ના રહેતા વ્યવહાર અને કોમ્યુનિકેશન નું એક ખુબ જ જરૂરી માધ્યમ થઇ ગયું છે. ઘણા લોકો એવા છે કે જે વોટ્સએપ યુઝ નથી કરતા અને ઘણા એવા છે કે જે પર્સનલ નંબર થી વોટ્સએપ યુઝ કરે છે અને કહે છે કે તે વોટ્સએપ યુઝ નથી કરતા.

વોટ્સએપ નો ઉપયોગ લોકો ફક્ત કોમ્યુનિકેશન માટે જ નહિ, બીઝનેસ માટે, કસ્ટમરકેર માટે અને ઘણા ફક્ત ટાઈમપાસ માટે કરે છે. અને જેથી વોટ્સએપ માં જાત-જાત ની અનેક પોસ્ટ રોજ ફરતી જોવા મળે છે. પછી એ સુવિચારો હોય કે ગુડનાઈટ મેસેજ, પછી તે બીઝનેસ ડીલ હોય કે હોલીડે પેકેજ – વોટ્સએપ નો ઉપયોગ દરેક વ્યક્તિ, વેપારી એક નહિ તો બીજી રીતે કરે જ છે.

વોટ્સએપના વ્યાપક ઉપયોગ ને લઈને વોટ્સએપ પર બ્લોક કરવાનું ચલણ પણ વધ્યું છે. અને કોઈ તમને બ્લોક કરે છે તો એનું કારણ એક જ છે, કે તમે એમને નડો છો 🙂

પાંચ રસ્તા કે જે તમને વોટ્સએપ પર બ્લોક થતા બચાવી શકશે

રસ્તો પહેલો: તમારી લાગણી કાબુમાં રાખો

તમે ગુડમોર્નિંગ કે ગુડનાઈટ કહેશો કે નહિ કહો… એનાથી કોઈને કશો ફરક નહિ પડે. એમને કારમાં સવારે વોટ્સએપ જોયા પછી પણ પંચર પડવાનું હશે તો પડશે જ. એટલે બહુ ચિંતા ના કરો, તમારી લાગણી ને સમજી શકાય પણ સામે વાળા ને એનો અહેસાસ કરાવવો જરૂરી નથી. 😉

રસ્તો બીજો: સાધુ – સંતો ને એમનું કામ કરવા દો

આપણા દેશમાં સાધુ સંતો ઘણા છે જે પોતાના વિચારો આપતા રહેતા હોય છે. એમના વિચારો એમને જ એમના ભક્તો સુધી પહોંચાડવા દો. સુવિચારો મોકલી મોકલી ને તમારા અને બીજાના મોબાઈલ નું સ્ટોરેજ અને ડેટા વ્યય ના કરો. 😀

રસ્તો ત્રીજો: બધા નવરી બજાર ના પણ હોય

જરૂરી નથી કે તમે જેટલો સમય વોટ્સએપ માં આપી શકો એટલો બીજા પણ આપી જ શકે, એટલે શક્ય એટલા ઓછા લોકો ને મેસેજ કરો અને સામે એનો રિસ્પોન્સ ઓછો હોય તો સમજી જાઓ કે કાં તો એને તમે મેસેજ કરીને હેરાન કરો છો અને કાં તો એ વોટ્સએપ ઓછું વાપરે છે. 🙂

રસ્તો ચોથો: ગાજર અને કેળું અલગ અલગ બાચકા માં ભરો

તમારા એક ગ્રુપ માં રીલેવ્ન્ટ લોકો ને જ ઉમેરો, ફેમીલી નું ગ્રુપ હોય એમાં કોલેજ ફ્રેન્ડ અને એડલ્ટ મિત્રોનું ગ્રુપ હોય ત્યાં પપ્પા-મમ્મી ને એડ ના જ કરાય એટલી સમજ તો હોવી જ જોઈએ, સાથે એટલી વિનમ્રતા કેળવો કે કોઈ ને ગ્રુપ માં એડ કરતા પહેલા એક વખત એમની અનુમતી પણ લો.

રસ્તો પાંચમો: લોભી ના બનો

ક્યારેય એવું શક્ય નથી કે કોઈ પણ કઈ પણ મફત આપે. અને એટલે જ એમઝોન પર રીબોક ના સૂઝ મફત ની ઓફર નો મેસેજ જોઇને સીધી લીંક ક્લિક કરશો તો એ વાઈરસ તમારા વોટ્સએપ માં પણ આવી જશે અને તમારા નામે તમારા હજારો કોન્ટેક્ટ ને પણ એ મેસેજ જશે. તમને રીબોક ના સૂઝ તો મફત નહિ જ મળે પણ તમારા હજારો કોન્ટેક્ટ માંથી એટલીસ્ટ ૧૦ તો તમને બ્લોક કરશે જ અને બીજા ઘણા તમારા લોભ ઉપર હાંસી પણ ઉડાવશે. 😀

ટૂંક માં, ટેકનોલોજીએ વોટ્સએપ અને ભગવાને મગજ આપ્યું છે, બંનેનો ઉપયોગ કરો 🙂

પોસ્ટ ગમે તો બીજા મિત્રો સાથે અચૂક શેર કરજો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *