વોટ્સએપ માં મેસેજ એક સાથે બધે ફોરવોર્ડ કેવી રીતે કરશો? – લેટેસ્ટ અપડેટ

By | September 6, 2016

ચાલો વોટ્સએપની નવી અપડેટ વિષેજાઈએ

પરિવર્તન સંસારનો નિયમછે અને Change Brings Happiness આ બંને સૂત્રો દરેક બદલાવ પર ફિટ બેસે છે અને ઇન્ટરનેટ અને ટેક્નોલોજીમાં તો બદલાવ એ જ નિયમછે બાકી લોકો તમને મૂકીને આગળ નીકળી જાય. તાજેતરમાં વોટ્સએપમાં એક નવી અપડેટ આવી અને એ અપડેટ વિષે આપણે આજે અહીંયા ચર્ચા કરીશું.

મેસેજ એક સાથે ફોરવોર્ડ કઈ રીતે કરશો ?

વોટ્સએપ અપડેટ કર્યા બાદ સૌથી પહેલા તમારે જે મેસેજ ફોરવર્ડ કરવો છે તે સિલેક્ટ કરી અને ફોરવર્ડનો ઓપશન સિલેક્ટ કરો. હવે તમારે જે-જે લોકો અથવા તો જે અલગ અલગ ગ્રુપમાં એક સાથે મોકલવો છે તેમાંથી કોઈ પણ એક પર પ્રેસ કરી રાખો એટલે તરતજ ત્યાં ગ્રીન ટીક આવી જશે અને હવે બીજા લોકોને સિલેક્ટ કરી લો ત્યાં બાદ ઉપર સેન્ડ કરવાનું આઇકોન હશે તેને સિલેક્ટ કરતા જ તમારો મેસેજ એક સાથે બધાને મળી જશે.

1

બોનસ અપડેટ:

આ સિવાય આ સાથે જે અપડેટ્સ આવી છે તેમુજબ હવે તમને તમારા ડિસ્પ્લે પર ફ્રિકવન્ટ ચેટનો  અલગ વિકલ્પ પણ જોવા મળશે જેના થી તમે જે ત્રણ વ્યક્તિઓ સાથે સૌથી વધુ ચેટ કરો છો તેમની ડિટેલ્સ જોવા મળશે અને તેમની સાથે તમને ચેટ કરવામાં સરળતા રહેશે.

2

અત્યારે આ અપડેટ એન્ડ્રોઇડ ડિવાઇસમાં બરાબર રીતે કામ કરી રહી છે જયારે આઈઓએસના અમુક ડિવાઇસમાં વોટ્સએપની એપ્લિકેશન ક્રેશ થઇ જાય છે.

આ ખુબ જ મહત્વની માહિતી આપનામિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ,


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *