વોટ્સ એપ માં તમારી પોતાની પ્રાયવેસી રાખતા શીખો

By | February 23, 2017

whatsapp-privacy-tips-min

મિત્રો, વોટ્સએપ નો આપણે દિવસ માં એટલો યુઝ કરવા લાગ્યા છીએ કે એટલો આપણે હકીકત માં બીજા કોઈ ગેજેટ કે એપ્લીકેશન નો યુઝ નથી કરતા. હા, અમુક મિત્રોએ વોટ્સએપ ઉપર પૂરું નિયંત્રણ રાખેલ હશે અને એ સારુ છે જ, પણ અહી મારા જેવા એવા મિત્રોની વાત કરી રહ્યો છું કે જે સવારે ઉઠે ત્યારે બ્રશ કરતા કરતા થી લઈને સુવે ત્યારે આંખ મીંચતા પહેલા વોટ્સએપ નો ઉપયોગ કરે છે.

દોસ્ત, વોટ્સએપ નો ઉપયોગ જરૂરી રીતે અને અમુક સાવધાની સાથે કરો એ ખુબ જરૂરી છે. ખાસ કરીને ત્યારે કે જયારે તમે વોટ્સએપ સ્ટેટ્સ માં તમારા વિષે કોઈ અંગત વસ્તુ શેર કરતા હો અથવા તો વોટ્સએપ ના પ્રોફાઈલ માં તમે તમારા પરિવાર સાથેનો ફોટો રાખેલ હોય.

વોટ્સએપ ની દરેક અપડેટ માં એ કંઇક ને કંઇક નવા ફીચર લઈને આવે છે અને આ ફીચર વિશેની માહિતી આપવા અમે નેટયાત્રા.ઇન એપ્લીકેશન બનાવી છે મિત્રો. ચાલો આજે તમને સરળ ભાષા માં સમજાવીએ કે તમારા વોટ્સએપ ની પ્રાયવેસી કેવી રીતે અને શું કામે સેટ કરવી જોઈએ.

વોટ્સએપ પ્રાયવેસી

વોટ્સએપ ના લેટેસ્ટ અપડેટ પછી, તમારા વોટ્સએપ માં ૪ પ્રાયવેસી આપેલ છે. અને આ દરેક પ્રાયવેસી ખુબ જરૂરી અને ઉપયોગી છે.
તમારા વોટ્સએપ માં Settings –> Account –> Privacy માં જવાથી તમને બધી પ્રાયવેસી દેખાશે.

૧) લાસ્ટ સીન
તમારે તમારા કોઈ મિત્રો ને તમે ક્યારે છેલ્લે વોટ્સએપ ચાલુ કર્યું એ ના દેખાડવું હોય ત્યારે આ પ્રાયવેસી નું સેટઅપ કરવાનું રહે છે. અને જો તમે તમારા મિત્રોથી આ છુપાવશો તો વોટ્સએપ તમારા મિત્રોનું લાસ્ટ સીન પણ તમારા માટે બંધ કરી દેશે. વ્યવહારે છે ને? 🙂
પણ હવે એક ઓપ્શન એ છે કે, જે કોઈ મેસેજ કરનાર તમારા કોન્ટેક્ટ લીસ્ટ માં (એટલે કે ફોનબુકમાં) ના હોય ફક્ત એમના થી જ તમારે લાસ્ટ સીન સંતાડવુ હોય તો હવે સંતાડી શકાશે.

૨) પ્રોફાઈલ ફોટો
લાસ્ટ સીન ની જેમ, તમારો પ્રોફાઈલ ફોટો પણ હવે અજાણ્યા મિત્રો થી છુપાવી શકો છો. મને આ પ્રાયવેસી ફીચર ખરેખર કામનું લાગે છે. ખાસ કરીને તમે જયારે વોટ્સએપ માં તમારી પત્ની સાથેનો કે બાળકો સાથેનો ફોટો લગાવતા હો ત્યારે કોઈ ટપોરી જેવા અજાણ્યા લોકો તમારા પર્સનલ ફોટા નો દુરુપયોગ ના કરે એના માટે પ્રોફાઈલ ફોટો હમેશા “કોન્ટેક્ટ” ને દેખાય એ રીતે સેટ કરવો જોઈએ.

૩) સ્ટેટ્સ
આમ જોઈએ તો લગભગ સ્ટેટ્સ માં આપણે વન લાઈનર ક્વોટ જ રાખતા હોઈએ છીએ. પણ ઘણા મિત્રો ને આદત હોય છે કે એ ક્યાંય ફરવા જાય તો એના વિષે સ્ટેટ્સ માં લખે છે. આવી પરિસ્થિતિ માં તમારું સ્ટેટ્સ અજાણ્યા પાસે પહોંચતા વાર નથી લાગતી, ખાસ કરીને જયારે કોઈ તમને ફોલો કરતુ હોય. સલામતી એમાં જ છે કે સ્ટેટ્સ પણ ‘કોન્ટેક્ટ’ પુરતું માર્યાદિત રાખીએ.

૪) રીડ રીસીપ્ટ
જેવો આપણે મેસેજ મોકલીએ એ સાથે જ સામે વાળાએ વાંચ્યો કે નહિ એ જાણવા થોડી થોડી વારે બ્લ્યુ ટીક ની રાહ જોતા હોઈએ છીએ. હવે ઘણી વખત એવું બને કે તમારે કોઈ ને તમે એમનો મેસેજ વાંચ્યો કે નહિ એ છુપાવવું હોય. આવા સમયે આ બટન થી તમે રીડ રીસીપ્ટ બંધ કરી શકો છો. મને પર્સનલી આનો કોઈ ખાસ ઉપયોગ નથી દેખાતો. તેમ છતાં કદાચ તમને યોગ્ય લાગે તો તમે ઉપયોગ કરી શકો છો.

તો મિત્રો, સલામતી મળે છે તો સલામત કેમ ના રહીએ.
તમને યોગ્ય લાગે તો વોટ્સએપ ની પ્રાયવેસી વિશેની આ નાની એવી પણ અગત્યની પોસ્ટ બીજા મિત્રો સાથે શેર કરજો.
©Netyatra.in


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *