તમારા મોબાઈલ ફોન વડે ટીવીની ચેનલ ચેન્જ કરવી છે અથવા તો એસીનું ટેમ્પરેચર વધારવું-ઘટાડવું છે બહુ જ આસાન છે આ કામ બસ એના માટે તમારા ફોનમાં “IR Blaster” હોવું જોઈએ. મોટા ભાગના સ્માર્ટફોન્સમાં IR Blaster આપવામાં જ આવે છે. ફોન ની બોડી પર ઉપરની તરફ તમને એક બ્લેક સ્પોટ જોવા મળે તો એ IR Blaster હોઈ શકે છે. જો ફોનમાં IR બ્લાસ્ટર છે તો બસ હવે તમારે તેના માટે એપ્લિકેશન જ ડાઉનલોડ કરવાની છે. મૉટે ભાગે દરેક કંપનીની ઓફિશિયલ એપ્લિકેશન પણ હોય જ છે એટલે તમે એ પણ ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો અને સાવ નોર્મલ સેટઅપ વડે તમારે તમારા ટીવી-એસીને ફોન સાથે સિન્ક્રોનાઈઝ કરવાનું છે અને બસ તમારો સ્માર્ટ ફોન હવે તમારું સ્માર્ટ રિમોટ બની ગયું છે. કંપનીની ઓફિશિયલ એપ્લિકેશન સિવાય બીજી થર્ડ પાર્ટી એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરી અને તમારા સ્માર્ટફોનને સ્માર્ટ રીમોર્ટ માં બદલી શકો છો. અમુક ખુબ જ જાણીતી થર્ડ પાર્ટી એપ્સની યાદી નીચે મુજબ છે.
1) IR Blaster
2) IR Universal Remote
3) IR Universal Remote Control
4) AnyMote Universal Remote
5) Smart IR Remote
6) Mi Remote controller
તમને લાગશે કે આ ટેક્નોલોજી કઈ રીતે કામ કરતી હશે તો તેનો જવાબ બહુ જ આસાન છે. IR Blaster નું પૂરું નામ છે Infrared Blaster. જયારે ભારતમાં મોબાઈલ ફોનનો જન્મ થયો તે સમયે નોકિયાના મોટા ભાગના ફોનમાં IR Blaster આવતું હતું જેના દ્વારા આપણે એક ફોન થી બીજા ફોનમાં રિંગટોન ટ્રાન્સફર કરતા હતા બસ આ એ જ ટેક્નોલોજી છે અને હવે થોડી વધુ ડેવલોપ કરી દેવાઈ છે.
STEP 1
STEP 2
ઉપર આપેલી એપ્લિકેશન માંથી કોઈ પણ એક અથવા તો આપ જે કંપનીનો સ્માર્ટફોન વાપરી રહ્યં છો તે કંપનીની પોતાની IR બ્લાસ્ટર એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ બહુ જ સિમ્પલ સેટઅપ પ્રોસિજર ફોલો કરવાની છે. તમે જે પણ ઉપકરણનો ઉપયોગ કરવા માંગો છો તે સિલેક્ટ કરો ત્યાર બાદ તમારી પાસે જે ઉપકરણ એટલે કે ટીવી-એસી-સીડી/ડીવીડી પ્લેયર નું મોડેલ સિલેક્ટ કરી અને તેને ઇન્ફ્રારેડ કિરણો વડે પેઇર કરવાની કોશિશ કરો અને બસ તમારો સ્માર્ટફોન સ્માર્ટ રિમોટમાં કન્વર્ટ થઇ જશે.
આ ખુબ જ મહત્વની માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ.
Ir blaster na hoy to su karvanu??