જાણો શું છે નવું iPhone 7 અને iPhone 7Plusમાં

By | September 14, 2016

જાણો શું નવું છે iPhone 7 અને iPhone 7 Plus માં

બે દિવસ પહેલા જ એપલની એક સ્પેશિયલ ઇવેન્ટ યોજાઈ ગઈ જેમાં એપલ દ્વારા એપલ iPhone 7, iPhone 7 plus, એપલ વોચ સિરીઝ 2 લોન્ચ કરવામાં આવ્યું. આજે આપણે અહીં iPhone 7 અને iPhone 7 પ્લસ વિષે વાતો કરીશું. એપલ દ્વારા દર વખતે iPhone લોન્ચ કરતી વખતે એવું જ કહેવાય છે કે This is the best ever iPhone! હવે આ વખતે પણ હકીકતે આ કેટલો બેસ્ટ iPhone છે તે જાણીશું તથા તે તમારા ખિસ્સા પર કેટલો ભાર આપશે તે પણ જાણીશું.

https-_blueprint-api-production-s3-amazonaws-com_uploads_card_image_139157_iphone7-vs-7-plus-martin-hajek-min

ડિઝાઇન

ઘણા લાંબા સમય થી એપલ યુઝર્સની ડિઝાઇન બાબતની એક ફરિયાદ આ વખતે દૂર થઇ છે. ડિઝાઇનમાં સૌથી મોટો બદલાવ એ છે કે એન્ટેના માટેની જે સફેદ લાઈન તમને iPhone માં જોવા મળતી હતી તેને હવે દૂર કરી દેવાઈ છે. આ સિવાય હોમ બટનને પણ ચેન્જ કરવામાં આવ્યું છે અને હવે તે પ્રેસર સેન્સેટિવ થઇ ગયું છે. તમે તેને પ્રેસ નહિ કરી શકો.

ડિસ્પ્લે.

iPhone 7 પણ તમને iPhone 6S જેટલી જ એટલે કે 4.7 Inch Retina HD ડિસ્પ્લે ધરાવે છે. એપલનું કહેવું છે કે iPhone 6S કરતા આ વખતે ડિસ્પ્લે 25 % વધુ Bright છે. જોકે એ બાબત તમે પ્રોડક્ટ લોન્ચ અથવા તો ડેમો વિડિયોમાં પણ જોઈ શકશો. આ સિવાય હવે એપલ પણ Splash, Water & Dust Resistant બની ગયું છે એટલે તમને બેધડક વોશરૂમમાં મિરર સેલ્ફી ઓર શાવર સેલ્ફી પણ લઇ શકો છો.

સાઉન્ડ.

આખરે એ અફવા સાચી જ પડી અને જાણવા મળ્યું કે iPhone 7 અને iPhone 7 Plus બંને માંથી 3.5mm ના હેડફોન જેક હટાવી દેવાયા છે. આ સિવાય હવે બંને iPhone માં HTC ની જેમ જ dual સ્પીકર પણ આપવામાં આવ્યા છે એટલે હવે સ્ટીરીઓ સાઉન્ડ કી જય હો. (એક ટોપ સિક્રેટ મુજબ દરેક iPhone લાઈટનિંગ એડેપ્ટર સાથે આવશે જેના વડે તમે તમારા વાયર વાળા હેડફોન્સ યુઝ કરી શકશો)

Airpods.

એપલ દ્વારા Airpods ના નામે 2 નવા વાયરલેસ હેડસેટ લોન્ચ કરવામાં આવ્યા છે જે દરેક iPhone સાથે ફ્રી આપવામાં આવશે. આ Airpods ને તમારે એક્સ્ટર્નલી ચાર્જ કરવા પડશે.

કેમેરા.

The Biggest Change Is Here My Friend. iPhone 7 અને iPhone 7Plus માં જો પ્રોસેસર અને ડિઝાઇન સિવાયનો કોઈ સૌથી મોટો બદલાવ હોય તો તે તેના કેમેરામાં કરવામાં આવ્યો છે. iPhone 7 માં ભલે કેમેરા 12 મેગાપીક્સલ નો જ છે પણ હવે તેમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબીંલાઇઝેશન પણ આવી ગયું છે અને એ આ કેમેરાને પરફેક્ટ બનાવે છે. જયારે iPhone 7Plus માં તમને એડિશનલ 56mm નો ટેલિફોટો લેન્સ પણ મળશે જે બિલ્ટ-ઈન ઝૂમ તરીકે કામ કરશે. ફ્રન્ટ ફેસિંગ કેમેરા ને  સંપૂર્ણ રીતે બદલી દેવાયો છે અને હવે તે 7 મેગાપીક્સલ નો ઓટો ઇમેજ સ્ટેબીંલાઇઝેશન ધરાવે છે.

પ્રોસેસર.

કોઈ પણ ફોનનું હૃદય એટલે તેનું પ્રોસેસર. iPhone 7 માં તમને A10 ફ્યુઝન ચિપ ધરાવતું  64બીટ નું ક્વૉડ કોર પ્રોસેસર મળશે. જે ખરેખર સુપરફાસ્ટ છે અને મલ્ટી-ટાસ્કીંગ ની પણ તમને મજ્જા પડશે તે વાત નક્કી છે. ગયા વર્ષે લોન્ચ થયેલા A9 પ્રોસેસર કરતા આ વખતે નું પ્રોસેસર 40 % વધારે ફાસ્ટ કામ કરે છે તેવો દાવો એપલ દ્વારા કરવામાં આવ્યો છે. 6 કોર ધરાવતું ગ્રાફિક્સ કાર્ડ તમને ગેઇમીંગ ની અસલી મજ્જા આપશે તે પણ નક્કી જ છે (જોકે બેટરી પણ જલ્દી ઉતરશે તે ય નક્કી જ છે 😛 )

સ્ટોરેજ.

એપલ દ્વારા આખરે 16 જીબી અને 64 જીબી સ્ટોરેજને બંધ કરી દેવાયા છે. હવે થી તમામ iPhones તમને 32 જીબી, 128 જીબી અને 256 જીબીમાં સ્ટોરેજ સાથે જ મળશે. 3 અલગ અલગ વેરિયન્ટ વચ્ચે ખાસ્સો ગેપ હોવા થી પ્રાઈઝિંગમાં પણ ભારે બદલાવ જોવા મળે તેવી શક્યતાઓ છે. iPhone 7 અને iPhone 7Plus બંને માં તમને 2 GB RAM મળશે.

ભારતમાં 7 ઓક્ટોબરના રોજ iPhone 7 તથા iPhone 7Plus લોન્ચ થશે અને અત્યારની જાણકારી મુજબ 52000 થી 60000 ની કિંમત વચ્ચે બેઝિક 32 જીબી iPhone 7 કરવામાં આવશે.

iphone_7_airpods_1473324394704-min

આ આર્ટિકલ આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *