જાણો વોટ્સએપની નવી અપડેટ વિષે

By | February 12, 2017

જ્યારથી ફેસબુકે વોટ્સએપ ખરીદ્યું છે ત્યાર થી તેમ સતત નવી નવી અપડેટ્સ આવી રહી છે અને આમ પણ કહેવાય છે ને કે પરિવર્તન ખુશીઓ લાવે છે. જોકે ટેક્નોલોજીની બાબતમાં લગભગ દરરોજ નવા નવા પરિવર્તન આવતા રહે છે. તાજેતરમાં જ વોટ્સએપની એક તદ્દન નવી નક્કો અપડેટ આવી અને એ અપડેટ મુજબ હવે વોટ્સએપના લુકને પણ બદલવામાં આવ્યો છે. હવે નોટિફિકેશન એલર્ટ્સ તથા એક સાથે ૩૦ મલ્ટીમીડિયા ફાઇલ્સ પણ મોકલી શકાશે. અત્યાર સુધી આ વિકલ્પ માત્ર આઈ ઓ એસ માટે જ ઉપલબ્ધ હતો જયારે બહુ જ જલ્દી વિન્ડોઝ તથા એન્ડ્રોઈડ યુઝર્સને પણ આ લાભ મળતો થઇ જશે.

તાજેતરમાં આવેલી અપડેટમાં હવે વોટ્સએપ પણ Two Step Verification તરફ આગળ વધી રહ્યું છે. આ ઓપશન નો લાભ એ થશે કે તમારા નમ્બરનું વોટ્સએપ બીજા કોઈ વ્યક્તિ ઉપયોગ નહિ કરી શકે ખાસ કરીને થર્ડ પાર્ટી એપ્સ દ્વારા જે રીતે વોટ્સએપ હેક થાય છે તે હવે નહિ થઇ શકે. Two Step Verification એક્ટિવ કરાવતા જ તમને તમારું ઈ-મેઈલ આઈડી પૂછવામાં આવશે જે તમે એન્ટર કરશો એટલે તમે એક મેઈલ મળશે જેમાં એક વેબસાઈટ પર જઈ તમારે ૬ આંકડાનો પાસકોડ એન્ટર કરવાનો છે અને બસ એ જ તમારો Two Step Verification Code હશે.
ભવિષ્ય માં જયારે પણ તમે અન્ય કોઈ ફોન પર તમારા જ નંબર થી વોટ્સએપ ઇન્સ્ટોલ અને એક્ટિવ કરવા માંગો છો ત્યારે તમારે એ ૬ અંક નો પાસ કોડ એન્ટર કરવો પડશે.
આ સિવાય હવે વોટ્સએપ પણ ધીમે ધીમે સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ અને હાઈકના રસ્તે આગળ વધી રહ્યું છે. અહીંયા પણ હવે તમે ૧૦ સેકન્ડની સ્ટોરી મૂકી શકો છો. તમારા સ્ટેટ્સ માટે પણ તમને અલગ અલગ વિકલ્પ બહુ જલદી જ જોવા મળશે. જોકે આ અપડેટ અત્યારે ટેસ્ટિંગ મોડ પર છે પરંતુ બહુ જ જલ્દી આ અપડેટ લાઈવ થઇ જશે.

આ ખુબ જ મહત્વની માહિતી આપના મિત્રો સુધી ચોક્કસ થી શેર કરજો.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *