કેટકેટલાય લોકોના ફોરવર્ડ, બ્લ્યુ, ગ્રીન, રેડ અને ગોલ્ડન વોટ્સએપના રદ્દીછાપ ફોરવર્ડ્સ પછી હવે વોટ્સએપ દ્વારા વિડિઓ કોલિંગ ફંક્શન એડ કરી દેવાયું છે. અત્યારે માત્ર વિન્ડોઝ યુઝર્સને જ આ સુવિધાનો લાભ મળશે. ટૂંક સમયમાં આઈએસ અને એન્ડ્રોઇડ વપરાશકર્તા પણ વોટ્સએપ પર વિડિઓ કોલ કરતા જોવા મળશે.
અત્યારે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના બીટા યુઝર્સ તથા ધીમે ધીમે બધા જ વિન્ડોઝ યુઝર્સને અપડેટ મળશે. વોટ્સએપ એપ માં કોલિંગ ઓપશન પર ક્લિક કરતા જ તમને 2 બીજા વિકલ્પ જોવા મળશે જેમાં એક વોઇસ કોલ અને બીજો ઓપશન હશે વિડિઓ કોલ. વિડિઓ કોલ પર ક્લિક કરતા જ તમે સામેવાળા વપરાશકર્તા સાથે વિડિઓ કોલની મજ્જા માણી શકો છો. માત્ર એક જ શરત છે કે બંને વોટ્સએપ વપરાશકર્તા પાસે અપડેટ થયેલું વોટ્સએપ v2.16.260 હોવું જોઈએ.
આ સિવાય iOS તથા એન્ડ્રોઇડ માટે તાજેતરમાં જે વોટ્સએપ અપડેટ આવી છે તેમાં હવે સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામની જેમ તમે ઇમેજ પર જ ઈમોજી તથા પેઇન્ટ બ્રશનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય ગ્રુપ એડમિનસ પોતાના ગ્રુપમાં બીજા લોકોને એડ કરવા માટે ઇન્વિટેશન લિંક પણ બનાવી અને મોકલી શકે છે. તાજેતરની વોટ્સએપ અપડેટ બાદ તેમાં રહેલા ઇમોજીસ બદલાઈ ચુક્યા છે અને આજનો યુવાવર્ગ તે ઇમોજીસ થી ખુશ નથી તે જોતા તેમાં હજુ એક બદલાવ આવી શકે છે.
આ અતિ મહત્વપૂર્ણ માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહિ.
hi