વોટ્સએપ ગ્રુપ અને વોટ્સએપ વેબ ની નવી અપડેટ જોઈ?

By | September 20, 2016

whatsapp-latest-update

ફેસબુક અને વોટ્સએપ ડીલ પછી વોટ્સએપમાં આપણે અઢળક અપડેટ્સ જોઈએ છે. તાજેતરમાં એક સાથે બધાને ફોરવર્ડ કરો તે અપડેટ આવ્યા બાદ ગઈકાલે એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી નક્કોર અપડેટ આવી છે જયારે iOS યુઝર્સને બે ટકોરાબંધ અપડેટ્સ મળી છે. સૌથી પહેલા બંને ઓપરેટિંગ સિસ્ટમની કોમન અપડેટ વિષે વાત કરીયે.

@ દ્વારા ગ્રુપમાં કેટલા લોકો છે તે જાણો

આ અપડેટનો લાભ લેવા માટે સૌથી પહેલા તો તમારે વોટ્સએપ અપડેટ કરવું પડશે. અપડેટ કર્યા બાદ હવે તમે કોઈ પણ ગ્રુપ માં જઈને ” @ ” લખશો એટલે જેટલા મેમ્બર્સ છે એ દરેકના નામ નીચે આવી જશે. તમારે જેને મેસેજ મોકલવો છે એમનું નામ સિલેક્ટ કરો એટલે મેસેજની શરૂઆતમાં એ વ્યક્તિનું નામ આવી જશે અને તમે મેસેજ મોકલી શકશો. હા જોકે એ મેસેજ બધાને દેખાશે જ તથા તેનું નોટિફિકેશન પણ નોર્મલ જ રહેશે. આ ચોક્કસપણે એક નવી અપડેટનું ટ્રાયલ કહી શકાય અને ભવિષ્યમાં વોટ્સએપમાં પણ ટેગ સિસ્ટમ આવવાની શક્યતાઓ છે. જોકે આ રીતે તમે કોન્ટેક્ટ સિલેક્ટ કરો એટલે એની એક હાયપરલિંક બને છે અને મેસેજ મોકલ્યા બાદ એ લિંક સિલેક્ટ કરતા જ જે-તે કોન્ટેક્ટની તમામ ડિટેલ્સ આપ જોઈ શકો છો.’

GIF ઈમેઈજ સપોર્ટ

ફેસબુક, ટ્વીટર બાદ હવે તમારા પ્રિય વોટ્સએપ માં પણ GIF ફોટો એટલે કે એનીમેશન વાળા ફોટો, હાલતા ચાલતા ફોટો જોઈ શકાશે. સરળ ભાષા માં સમજાવું તો વોટ્સએપ માં હવે ભગવાન ના ફોટા આવતા એમાં સુદર્શન ચક્ર ફરતું નહોતું જે હવે ફરતું દેખાશે. 😉

વોટ્સએપ વેબ માં થયેલ ફેરફાર

બહુ ઓછા મિત્રોએ નોટીસ કર્યા હશે પણ વોટ્સએપ વેબ માં નીચે મુજબ વેરફાર આજ ના અપડેટ પછી નોંધાયા છે.

  • રીપ્લાય થી આવેલા મેસેજ હવે ઓરીજીનલ મેસેજ સાથે દેખાશે, જે પહેલા જનરલ મેસેજ તરીકે જ દેખાતા હતા
  • વોટ્સએપ વેબ થી કોઈ મેસેજ પર રીપ્લાય શક્ય નહોતો, જે આજ ના અપડેટ પછી શક્ય થશે.
  • વોટ્સએપ વેબ થી કોઈ મેસેજ સ્ટાર કે ડીલીટ નહોતા થતા, એ પણ આજ ના અપડેટ પછી થશે.

SIRI હવે વોટ્સએપ માં પણ કામ કરશે.

iOS 10 વિષે જયારે આપણે વાત કરી તે સમયે જ એપલ દ્વારા જાહેરાત કરાઈ હતી કે હવે Siri iOS સિવાય થર્ડ પાર્ટી એપ્સ માટે પણ કામ કરશે જેમાં તાજેતરની વોટ્સએપ અપડેટમાં હવે તમે વોટ્સએપ મેસેજીસ કે કોલ માટે Siri નો ઉપયોગ કરી શકો છો.

આ ખાસ માહિતી આપના મિત્રો સાથે શેર કરવાનું ચૂકશો નહિ


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *